Abtak Media Google News

પાળરોડના શાળાના નવનિર્મિત ભવનનું ઉદઘાટન શાસ્ત્રોકત વિધિ મુજબ પવિત્ર હવન અને શ્ર્લોકના ગુજન સાથે કરાયું

સર્વોદય સ્કુલ પાળ રોડ, રાજકોટ ખાતે નવનિર્મિત શાળા ભવન ઉદઘાટન કાર્યક્રમ સુંદર રીતે યોજવામાં આવેલ શાળા ભવનનાં આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલ શાળા ભવનનું ઉદઘાટન શાસ્ત્રોકત વિધી મુજબ પવિત્ર હવન અને શ્ર્લોકના ગુંજન સાથે કરવામાં આવ્યું

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે અનાવરણ કાર્યક્રમ અંતર્ગત શાળા ભવનનું જ્ઞાનદ્વાર ખૂલ્લું મુકવામાં આવ્યું ત્યારબાદ શાળા કાર્યક્રમ અંતર્ગત સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાના શાંતાબાના હસ્તે સરસ્વતી માતાનું દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ આ કાર્યકમ્રમાં રાજકોટ શહેરનાં પ્રબુધ્ધ નાગરીકો, કેળવણીકારો, વિવિધ સંસ્થાઓનાં આગેવાનો, પ્રસિધ્ધ ડોકટર્સ, વિવિધ શાળાના સંચાલકો તેમજ સ્વનિર્ભર સંસ્થાના પ્રમુખ મંત્રી ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

આ તકે સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાએ સર્વોદય સ્કુલની રાષ્ટ્રપ્રેમ અને શિક્ષણ સાથે કેળવણીની વિચારધારાની વાત તેમના વકતવ્યમા રજૂ કરી અને સાથે સાથ શાળાની ૧૯૯૫થી ૨૦૧૯ સુધીની સફળ યાત્રાની વાત જણાવી જળક્રાંતી ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગીયાએ જણાવેલ કે વ્યસનમૂકિત અંગેની વાત વિદ્યાર્થીઓમાં અસરકારક રીતે સમજાવવી જરૂરી છે. શિક્ષણમંત્રીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે સર્વોદય શાળાની રાષ્ટ્રપ્રેમની વિચારધારા ખૂબજ મહત્વની છે. શાળાની શૈક્ષણીક બાબતો અંગે તેમને ભરતભાઈ ગાજીપરાના પ્રયત્નોને બિરદાવેલ વિશેષમાં શિક્ષણમંત્રીએ જણાવેલ કે પ્રવર્તમાન સમયમાં સુદ્દઢ સમાજ રચના માટે શિક્ષકનું સ્થાન ખૂબજ અગત્યનું છે.

શાળાના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, ગીતાબેન ગાજીપરા અને શાળાના વિભાગીય વડાઓએ પુલવામાં શહીદવીરોને શિક્ષણમંત્રીની હાજરીમાં ૨,૫૧,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સૌ.યુનિ. કુલનાયક ડો. વિજયભાઈ દેશાણી, સાંસ્કૃતિક શિક્ષણ સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ હેરભા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજયના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટના પ્રમુખ અજયભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેહુલભાઈ વ્યાસ, પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ હેમભ વાઢેર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સર્વોદય સ્કુલના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.