Abtak Media Google News

૭મી માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં રાજયના ૧૭ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

 ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચુકયુ છે અને વિદ્યાર્થીઓ-વાલીઓ તેમજ શિક્ષકો પણ પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓનું ભાવી નકકી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક વખત બોર્ડની પરીક્ષાના ટેન્શન, પેપર પધ્ધતિ અને રિઝર્ટની ઉપાધીને લઈ ઘણી વખત વિદ્યાર્થીઓના માનસીક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે ત્યારે બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષા સારી રીતે જાય માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધો.૧૦-૧૨ની વિદ્યાર્થીઓ માટે વીડિયો કોન્ફરન્સનું આજરોજ આયોજન કરનાર છે જેમાં ઉચ્ચત્તર શિક્ષણ, પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સ માટે તમામ શાળાઓને, વાલીઓને, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આ કોન્ફરન્સને ધ્યાનમાં લેવાની સુચના અપાઈ છે. ૭મી માર્ચે શ‚ થનાર પરીક્ષામાં રાજયના ૧૭ લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ જોડાવાના છે. ત્યારે બોર્ડની મહત્વની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે માર્ગદર્શન આપવા પરીક્ષાલક્ષી ચર્ચા સાથે આજરોજ શિક્ષણમંત્રી વિદ્યાર્થીઓને પુરતી માહિતી આપવાની સાથે-સાથે તેમને પરીક્ષા અને તેના પરિણામ અંગે ભય રાખવાને બદલે મહેનત કરવા તરફ પ્રોત્સાહિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.