Abtak Media Google News

મુલ્યનિષ્ઠ શિક્ષણ અને ચારિત્ર્ય ઘડતર સમયની માંગ: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પૂ.નમ્રમુનિ મહારાજની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે શ્રી ભગવતી જૈન દીક્ષા મહોત્સવ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી સંયમના માર્ગે આગળ વધી દીક્ષા ગ્રહણ કરનાર દીક્ષાર્થી બહેનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ જીવન અને ધર્મમાં સંયમનું આગવું મહત્વ છે. વાણી, વર્તન તેમજ વ્યવહારમાં સંયમથી વર્તવાની શીખ તેમણે દોહરાવી હતી.

મંત્રી ચુડાસમાએ આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણની વાત કરતા જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે શિક્ષણની સાથોસાથ સંસ્કાર અને મુલ્યો પણ એટલા જ જરૂરી છે. બંને દિક્ષાર્થીઓનું ઉદાહરણ આપતા તેમને વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મન બનાવવું જરૂરી છે. તા.૯ ડિસેમ્બરના રોજ દીક્ષા ગ્રહણ કરનાર બંને દિક્ષાર્થી બહેનો મુમુક્ષ ઉપાસનાબેન શેઠ તેમજ આરાધનાબેન ડેલાવાળાના માતા-પિતા, પરિવારજનો તેમજ શાળાના સંચાલકોનો સંસ્કારી વાતાવરણ પુરુ પાડવા બદલ ચુડાસમાએ તેમને બિરદાવ્યા હતા. આ પ્રસંગે બંને દિક્ષાર્થી બહેનોએ તેમના વિચારો વ્યકત કર્યા હતા. વિવિધ શાળા સંચાલકો દ્વારા મંત્રી ચુડાસમાનું મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મુમુક્ષ સાધુઓ, જૈન શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.Bhupendrasinh At Diksharthi Mahotshv 12અબતક સાથેની વાતચીત દરમિયાન મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના કારોબારી સભ્ય મુળવંતભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, બે મુમુક્ષુ બહેનો તા.૯ ડિસેમ્બરના રોજ રાષ્ટ્ર સંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબ પાસે સયંમ અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે તે સંયમ જીવનને અનુલક્ષીને તા.૧ થી ૯ ડિસેમ્બર સુધી વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં આજરોજ આ બહેનોએ રાજકોટમાં જયાં-જયાં એજયુકેશન લીધું છે તે સ્કુલોના બધા બાળકો તરફથી ભવ્યાતિભવ્ય પ્રોગ્રામ રાખવા આવેલો છે.Bhupendrasinh At Diksharthi Mahotshv 4


ચાણક્ય સ્કુલ, મોદી સ્કુલ, ધોળકિયા સ્કુલ વગેરે સ્કુલો જેમાં બંને ભકતોએ એજયુકેશન લીધું છે ત્યાંના બાળકોએ બંને બહેનોને અભિવાદન કરતા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજુ કર્યા હતા. ત્યારબાદ જે-જે આત્માઓએ સંયમ પહેલાથી જ અંગીકાર કરી લીધેલો છે કે છેલ્લા ૧૦૦ વર્ષમાં એમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના કોઈપણ શહેરના લોકોએ અંગીકાર કર્યો છે. તેમના સ્વજનોનું બહુમાન કરવામાં આવ્યું છે. તે સંયમી આત્માઓને માતા-પિતા, ભાઈ-બહેન કે સગા-વ્હાલાનું અથોચિત રીતે બહુમાન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.