Abtak Media Google News

સ્ટેમ લર્નિંગ માઘ્યમ દ્વારા ઘરગથ્થું વસ્તુઓમાંથી મોડેલ બનાવવા તથા વીડિયો લિન્ક માઘ્યમથી જાતે ઘેર પ્રયોગ કરી રહ્યા છે

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી અમેરીકન ઇન્ડીયા ફાઉન્ડેશન જઝઊખ બેઇજ ડિજીટલ ઇકવીલાઇઝર પ્રોગ્રામ દ્વારા કોવિડ-૧૯ મહામારીના સમયમાં બાળકોના અભ્યાસ અને શિક્ષણને ચાલુ રાખવા ડિજીટલ માઘ્યમના ઉપયોગથી સફળ પ્રયત્ન થઇ રહ્યો છે.

ધોરણ ૬ થી ૮ ના ૧ર૦૦ બાળકોને વોટસએપ ગ્રુપના માઘ્યમથી વિષય અનુસાર વિડીયો અને ગુગલ ફોર્મ દ્વારા કસોટી પેપર મોકલવામાં આવે છે. જે બાળકો ઉત્સાહ પૂર્વક દરેક પાઠના વિડીયો જોઇ કસોટી આપી રહ્યા છે. જઝઊખ કયફળશક્ષલ અંતર્ગત  બાળકોને ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને નાના -મોટા મોડેલ બનાવવા વિડિયો લિન્ક મોકલવામાં આવી રહ્યો છે. જે જોઇ બાળકો ઘરેથી જાતે પ્રયોગ કરી રહ્યા છે. બાળકો માટે વર્કશીટ બનાવવામાં આવી છે. જેથી બાળકો પોતાની બોઘ્ધિકશકિતનો ઉપયોગ કરી ક્રિએટીવ શિક્ષણ અને કૌશલ્ય લક્ષી કાર્યકરી મળેલા સમયનો ઉપયોગ પોતાની સ્કિલ વધારવામાં  કરી શકે છે.

ડિજીટલ ઇકવીલાઇઝર પ્રોગ્રામ ચાલતી તમામ શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ અને રાજકોટ શિક્ષણ સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપી રહ્યા છે. મહામારીના આ સમયમાં બાળકોને શિક્ષણ અને કૌશલ્યલક્ષી પ્રવૃતિ કરાવી ઇનોવેટિવ મેથડ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ બાળકો સુધી પહોચડવા અમેરીકન ઇન્ડીયા ફાઉન્ડેશનની ટીમ તથા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકરુ પણ શાળાના બાળકોને કોમ્પ્યુટર માઘ્યમ કે ડીજીટલ માઘ્યમથી વધુ શિક્ષણ મળી રહે તે માટે તમામ પ્રયત્નો કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.