Abtak Media Google News

વેરાવળ ગર્લ્સ હાઇસ્કુલ અને કન્યાશાળા સહિતની શાળાઓમાં કલેકટરશ્રી અજયપ્રકાશની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ

Veraval Girl School Salaprovotsav 8રાજ્યભરમાં આજથી શહેરી વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ અને નગરપાલીકા પ્રમુખ શ્રીમતી મંજૂલાબુન સુયાણીની ઉપસ્થિતિમાં વેરાવળ ગર્લ્સ હાઇસ્કુલ ધો.૯ માં ૧૨૨ કન્યાઓ અને ધો. ૧૧ માં ૧૧૭ કન્યા પે-સેન્ટર-૧ ધો.૧ માં કુમાર-૧૧ અને કન્યા-૫, કન્યાશાળા ધો.  ૧૫ કન્યા, અંગ્રેજી માધ્યમમાં ધો.૧ માં ૪, કૃષ્ણનગર પ્રા.શાળા ધો.૧ માં ૧ કુમાર ૩ કન્યાઓને પ્રવેશ આપી ઉમંગભેર આવકારી નામાંકન કરાયુ હતુ..

Veraval Girl School Salaprovotsav 10

ચાર શાળામાં ૨૭૮ બાળકોને શૈક્ષણિક કીટ આને આંગણવાડીનાં ૧૪ કુમાર, ૧૨ કન્યાઓને રમકડાની કીટ આપી નાંમાકન કરાયું હતું.

Veraval Girl School Salaprovotsav 5

આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવથી બાળકોમાં  શિક્ષણ પ્રત્યેની રૂચીમાં વધારો થાય છે. દરેક બાળક ખાસ છે, તેના સર્વાગી વિકાસ માટે સારા શિક્ષણ અને સાચા માર્ગદર્શનની આવશ્યકતા છે.

Veraval Girl School Salaprovotsav 6 બાળકોએ રમત-ગમતમાં પણ ભાગ લેવો જોઇએ અને દેશ-વિદેશમાં બનતી ઘટનાઓની જાણકારી રાખવી જોઇએ. જેથી બાળકનાં જનરલ નોલેજમાં વધારો થશે.

Veraval Girl School Salaprovotsav 1 આઇ.એ.એસ., જી.એ.એસ. કેડર સહિતની તૈયારીઓ અને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શનની જરૂર હોય તો વિધાર્થીઓ માટે મારી ઓફીસનાં દ્વાર ખુલ્લા જ છે તેમ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ..

Veraval Girl School Salaprovotsav 21        આ તકે ગર્લ્સ હાઇસ્કુલનાં ભુતપૂર્વ વિદ્યાર્થીની અને હાલનાં વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન સુયાણીનું કલેકટરશ્રી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. જન સેવા સમાજ ટ્રસ્ટ તરફથી બાળકોને ૧૧૦૦ લેસન ડાયરી આપવામાં આવી હતી.

Veraval Girl School Salaprovotsav 3

Veraval Girl School Salaprovotsav 16 આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ, આચાર્યશ્રી નિલેશભાઇ, હરેશભાઇ , કિશનભાઇ, આંગણવાડી સુપરાવાઇઝર હંસાબેન મકવાણા તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આરતીબેન અને નેહાબેન કર્યું હતું. આભારવિધિ કન્યાશાળાનાં આચાર્યશ્રી હરીશભાઇ નાંઢાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.