Abtak Media Google News

ચોથી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતને જીતવા માટે ૮ વિકેટ જરૂરી: સ્પીનર જોડી જાડેજા-અશ્ર્વિન ઉપર મદાર

રાંચી ટેસ્ટના આજે પાંચમાં દિવસે ભારતને જીત માટે હજુ ૮ વિકેટ જ‚રી છે. ત્યારે ચાર ટેસ્ટથી સીરીઝની આખરી ટેસ્ટ જીતી શ્રેણીવિજય મેળવવા કોહલીસેના એડીચોટીનું જોર લગાવી રહી છે. જયારે બીજીબાજુ ચોથી ટેસ્ટ ડ્રો કરવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ડીફેન્સીવ બેટીંગ કરી રાંચી ટેસ્ટને બચાવવા સંઘર્ષમય રમત દાખવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનીંગની શ‚આતમાં જ પહેલો ફટકો જાડેજાએ આપ્યો હતો. જાડેજાએ વોર્નરને ૧૪ રને કલીનબોર્ડ કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસના અંતે બીજી ઈનીંગમાં બે વિકેટ ગુમાવી ૨૩ રન બનાવ્યા હતા. આજે પાંચમાં દિવસે ઓસ્ટ્રેલિયાએ ૨૩ રનથી પોતાનો દાવ ડીફેન્સીવ બેટીંગ કરી ધીમી ગતિએ આગળ ધપાવ્યો છે.

ચોથા દિવસની રમતના છેલ્લા બોલે રવિન્દ્ર જાડેજાએ નાથન લીયોનને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ફટકો આપ્યો હતો. લીયોન બે રન બનાવી આઉટ થયો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ આપેલા ૪૫૧ રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાએ ૮ વિકેટ ગુમાવી ૬૦૩ રનનો જુમલો પ્રથમ ઈનીંગમાં ખડકી દીધો હતો. ચોથા દિવસે જાડેજા ૫૪ અને ઈશાંત શર્મા અણનમ રહ્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૬૦૦ રન પુરા થતાની સાથે જ ઈનીંગ ડીકલેર કરવાની જાહેરાત કરી હતી. જાડેજાએ પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૫ બોલમાં આક્રમક ૫૪ રન ફટકારી દીધા હતા. તેણે પોતાની આગવી સ્ટાઈલમાં જ બેટને તલવારની જેમ ફેરવી ખુશી વ્યકત કરી હતી.

રાંચી ટેસ્ટના આજે અંતિમ દિવસે ભારતને જીવતા માટે ૮ વિકેટ જ‚રી છે ત્યારે કોહલીસેના રાંચી ટેસ્ટ જીતી શ્રેણીવિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. જયારે બીજીબાજુ ઓસ્ટ્રેલિયા ડીફેન્સીવ બેટીંગ કરી રાંચી ટેસ્ટને ડ્રોમાં લઈ જવા સંઘર્ષમય રમત દાખવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.