Abtak Media Google News

કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપ સરકાર શાસનમાં પેટ્રોલ – ડીઝલ સહિત અન્ય જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં સતત થઈ રહેલ ભાવ વધારો પ્રજા માટે પરત ખેંચવા બાબત

ભાજપની કેન્દ્ર તથા ગુજરાત સરકારના શાસનમાં પેટ્રોલ – ડીઝલ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવવધારાને કારણે પ્રજા સતત પીસાઈ રહી છે અને પ્રજા ઉપર મોંઘવારીનો અસહ્રા માર પડેલ છે, કોરોના મહામારીમાં પ્રજા આર્થીક મુશ્કેલીયો ભોગવી રહી છે આ મહામારીના જંગમાં પ્રજા પિડાઈ રહી છે રોજીરોટી મળતી નથી, વેપારી તથા ખેડૂતો ત્રાહિમામ છે

ગરીબ તથા મધ્યમવર્ગ ર્મોઘવારીના બોજા હેઠળ પીસાઈ રહ્રો છે ત્યારે છેલ્લા ૧૫ દિવસથી ભાજપ સરકાર દ્રારા પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ૮ થી ૯ રૂ જેટલો વધારો કર્યો છે

કોવિડ – ૧૯ મહામારી કપરા સમયમાં આ ભાવવધારાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે,તો સરકારશ્રીએ પેટ્રોલ – ડીઝલ તથા અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચવા વિનંતી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.