Abtak Media Google News

Table of Contents

અબતક ‘ચાય પે ચર્ચા’માં કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને આજના રાજકારણ ઉપર પ્રકાશ પાડતા નિષ્ણાંત હરિભાઈ દેસાઈ

સત્તા ઉપર આવવા કોંગ્રેસની આક્રમકતા મરી પરવડી હોવાનો અને વિદેશનીતિમાં મોદી સરકારે થાપ ખાધી હોવાનો હરિભાઈ દેસાઈનો મત

આપણા પ્રધાનો અને સનદી અધિકારીઓને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચવુ જ જોઈએ: હરિભાઈ

દેશના સંચાલન માટે કુશળતા મેળવવા ‘કૌટીલ્ય’નું અર્થશાસ્ત્ર કારગર નિવડી શકે છે તેવો મત અબતક ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં નિષ્ણાંત હરિભાઈ દેસાઈએ વ્યકત કર્યો હતો. હરિભાઈ દેસાઈ ઈન્ડિયન એકસપ્રેસના એડિટર રહી ચુકયા છે. ઉપરાંત તેઓ સરદાર પટેલ રીસર્ચ ઈન્સ્ટીટયુટના સ્થાપક પણ છે. હરિભાઈ દેસાઈ ભારતની સૌપ્રથમ સેલ્ફ ફાઈનાન્સ ચારોતર વિદ્યામંગળ યુનિવર્સિટીના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવેલી છે.

હાલ માત્ર મુંબઈ યુનિવર્સિટીમાં જ સંસ્કૃત ભાષામાં કૌટીલ્યના અર્થશાસ્ત્રને ભણાવવામાં આવે છે

અબતક ‘ચાય પે ચર્ચા’ની શરૂઆતમાં હરિભાઈએ કૌટીલ્ય અને અર્થશાસ્ત્ર ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે માત્ર નવી પેઢી જ નહીં પરંતુ જુની પેઢીમાં પણ બહુ જ ઓછા લોકો કૌટીલ્યના અર્થશાસ્ત્ર વિશે જાણે છે. માત્ર મુંબઈ યુનિવર્સિટીમાં જ સંસ્કૃત ભાષામાં કૌટીલ્યના અર્થશાસ્ત્રને ભણાવવામાં આવે છે. અર્થશાસ્ત્ર ગ્રંથ અઢી હજાર વર્ષ પહેલા રચાયો હતો અને રાજ વ્યવસ્થાને લગતુ મહતમ ઉપદેશ તેના થકી અપાતુ કૌટીલ્યને આપણે ચાણકય કે વિષ્ણુગુપ્ત પણ કહી શકીએ. ઈ.સ.પૂર્વે ચોથી સદીમાં પાટલી પુત્રમાં નંદવંશની તુમાખીની જગ્યા ઉપર ચંદ્રગુપ્ત મોર્યનું શાસન શ‚ થયું હતું. ચાણકય તમીલ બ્રાહ્મણ હતા અને તક્ષશીલામાં જન્મ્યા અને ભણ્યા.

હાલ દેશના ઘણાખરા સંસ્કૃતના વિભાગોની અંદર કૌટીલ્યના અર્થશાસ્ત્રને ભણાવવામાં આવે છે પરંતુ ખરેખર મારી દષ્ટિએ રાજવ્યવસ્થા કેવી હોવી જોઈએ ? એક રાજાએ કઈ રીતે વર્તવું જોઈએ ? રાજાએ એમની રાણીઓ અને રાજપુત્રો ઉપર કેટલો ભરોસો મુકવો ? ગુપ્તચર વ્યવસ્થા કેવી હોવી જોઈએ ? યુદ્ધમાં કઈ રીતે જવું ? આવી અનેક મહત્વની બાબતોથી લોકો અજાણ છે ત્યારે કૌટીલ્યમાં આ તમામ રાજવ્યવસ્થા વિશે માહિતી અપાયેલી છે.

વર્ષ ૧૯૦૫માં તમિલનાડુના તાન્જાવુરમાંથી કૌટીલ્યની પ્રથમ હસ્તપ્રત મળી

હરિભાઈ દેસાઈ (અર્થશાસ્ત્ર નિષ્ણાંત )
હરિભાઈ દેસાઈ (અર્થશાસ્ત્ર નિષ્ણાંત )

વધુમાં હરિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હું દિલ્હીની નહેરુ લાઈબ્રેરીમાં કામ કરતો હતો ત્યારે મારા ધ્યાને ૧૯૩૦માં કેપીએસ મેનનનું એમનું કોલંમ્બોનું એક વ્યાખ્યાન હાથમાં આવ્યું. ‘મેકયા વેલી ઓફ ઈસ’ હવે મેકયા વેલી તો ઈટલીની અંદર ૫૦૦ વર્ષ પહેલા થઈ ગયો. મેકયાવેલીને આજે આપણે ૫૦૦ વર્ષ બાદ પણ એટલા માટે ઓળખીએ છીએ. કારણકે યુરોપની રાજય વ્યવસ્થાના સિઘ્ધાતોનો આધુનિક યુગનો જનક કહેવાતો. કૌટીલ્યએ હિન્દુ મેકયાવેલી તરીકે પણ એને ઓળખાવે. કારણકે હિન્દુ મેકયાવેલી તરીકે પણ એને ઓળખાવે. કારણકે આપણે એના વિશે બહુ જાગૃત ન થયા. વર્ષ ૧૯૦૫માં તાન્જાવુર તમિલનાડુમાં શિવાજી મહારાજનું શાસન હતું. એ સમયે ત્યાંથી સૌથી પહેલી હસ્તપ્રત મળી અને ત્યારબાદ વર્ષ ૧૯૦૯માં પ્રથમ વખત કૌટીલ્યનું અર્થશાસ્ત્ર પ્રકાશિત થયું ગાંધીજીનું હિન્દ સ્વરાજ એ પણ વર્ષ ૧૯૦૯માં જ પ્રકાશિત થયું હતું એટલે આ એક સંયોગ કહી શકાય ત્યારબાદ વિશ્ર્વના ઘણા મહાનુભાવોએ કૌટીલ્યના અર્થશાસ્ત્ર ઉપર રીસર્ચ કર્યું.

અભ્યાસક્રમમાં અન્ય શાસ્ત્રોની સાથે સોશ્યલ સાયન્સમાં કૌટીલ્યનું અર્થશાસ્ત્ર પણ દાખલ કરવુ જરૂરી

વધુમાં ખાસ કરીને ‘અબતક’ના માધ્યમથી હરિભાઈએ લોકોને, અધ્યાપકોને તેમજ યુનિવર્સિટીના વી.સી.ને ઉદેશીને ખાસ અપીલ કરી કહ્યું હતું કે, કૌટીલ્યના અર્થશાસ્ત્રને આપણે ત્યાં અભ્યાસક્રમમાં રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને બીજા સોશ્યલ સાયન્સની અંદર દાખલ કરવો જ જોઈએ આપણે ત્યાં નિમણુક પામતા આઈ.એસ. ઓફિસરો કે સનદી અધિકારીઓ વહિવટી અધિકારીઓએ કૌટીલ્યના અર્થશાસ્ત્રને જાણવું જ‚રી છે કેમ કે અન્ય શાસ્ત્ર કે નોલેજ કદાચ ઓછુ હશે તો ચાલશે પરંતુ રાજવ્યવસ્થા અને રાજનીતિની જો યોગ્ય જાણકારી નહી હોય તો કચાશ રહેવાની શકયતાઓ છે. આપણા વડાપ્રધાને બધા જ આઈ.એસ. ઓફીસર્સને અને પ્રધાનોને ‘માયનરહિન્ટસ’ કરીને એક પુસ્તક વાંચવાની સલાહ આપેલી. ‘માયનર હિન્ટસ’ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડને એમના દિવાને શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવવી ? એના વિશે ૧૯૮૧ થી ૧૯૮૭ સુધી મુદાઓનો ઉલ્લેખ તેમા છે. ‘માયનર હિન્ટસ’ને ગુજરાત સરકારે પ્રકાશિત કરી ગુજરાતીમાં ‘સોનેરી સુત્રો’ છે. મારા મત મુજબ જે કોઈ રાજા હોય એ બધાએ કૌટીલ્યનું અર્થશાસ્ત્ર જ‚ર વાંચવું જોઈએ.

સાંપ્રત સમયની રાજનીતિ અને રાજવ્યવસ્થા

સાંપ્રત સમયમાં નોટબંધી આવતા નાણા વ્યવસ્થાની કચાશો અને ચર્ચા કરતા હરિભાઈએ જણાવ્યું હતું કે નોટબંધીના પગલા લેતા પહેલા એમણે જે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ એમા થોડી ઉતાવળ કરી અને લોકોને તકલીફ જ‚ર પડી. જોકે નરેન્દ્રભાઈના રાજકારણમાં અને ભાજપના કેડરબેઈઝ જે પાર્ટી છે એ એકી અવાજે જયાં જીત્યા ત્યાં એમ કહે છે કે પ્રજાએ નોટબંધીના પગલાને આવકાર્યું છે. લોકોની સામે આ એક પગલાને જસ્ટીફાય કરે છે અને બુલંદ અવાજમાં કરે છે. બીજીબાજુ કોંગ્રેસની સ્થિતિ એવી છે કે કોંગ્રેસની સતામાં આવવાની જીજીવીષા જ નથી જાણે. ગુજરાતની વાત કરીએ તો હાલ વિધાનસભાની ચૂંટણી ખુબ જ નજીક છે ત્યારે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ અત્યારે ખુબ રીતે જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે મને એમ જ‚ર લાગે છે કે ભાજપ પાર્ટીની સામે કોંગ્રેસનો પડકાર જે હોવો જોઈએ અથવા ૨૨ વર્ષથી કોંગ્રેસ સતામાં નથી આવ્યા તો સતામાં આવવાની આક્રમકતા હોવી જોઈએ એ કોંગ્રેસમાં મરી વરવારી છે. ગુજરાતના હિતમાં મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતા બન્ને જણાએ દર મહિને તો કમસે કમ મળવુ જ જોઈએ. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી એ પરંપરા તુટી ગઈ અને હદ તો ત્યાં થઈ કે અમિતભાઈ શાહે શંકરસિંહ વાઘેલાની સામે ચા પીવા માટે સમય માગ્યો અને એમાં મુખ્યમંત્રીને એ બધા ગયા. આમા થયું એવું કે શંકરસિંહ વાઘેલાની કેડીટીબલી ખતમ થઈ ગઈ. કોંગ્રેસ શંકરસિંહનો ભરોસો એટલા માટે નથી કરતી કે એ સ્વયંસેવક છે. કોંગ્રેસ પાસે પોતાના કહી શકાય એવા નેતાઓ રહ્યા નથી જયારે નરેન્દ્રભાઈઈ એમ કહે છે કે ભારત કોંગ્રેસ મુકત કરવુ છે જયારે ભાજપ તો કોંગ્રેસયુકત કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસને કોઈ નેતાઓ મળતા નથી. બાપુ હજી પોતાને કોંગ્રેસમાં અનુકુળ સમજતા જ નથી. મેં મારી કોલમમાં પણ લખેલું કે બાપુ પોતાને માટે રમતા નથી પરંતુ બાપુ એમના દિકરા મહેન્દ્રસિંહના ઉજવળ ભવિષ્ય માટે આ બધા ખેલ કરી ભાજપમાં સેટ કરવા માગતા હોય એવુ મને લાગી રહ્યું છે.

ભાજપની સંઘ જૂથની કામગીરીએ તેને છેવાડાના માનવી સુધી પહોંચાડયું છે

એક સમયે કોંગ્રેસ માટેની ગુડ વિલ લોકોમાં હતી. લોકો સાથેનો સંપર્ક હતો પરંતુ સતાનો જે દાયકાઓ સુધીનો આફરો ચડી જાય એને કારણે લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો બીજુ એ કે ભાજપ દ્વારા કોંગ્રેસની એક એવી છાપ ઉભી કરવામાં આવી છે કે આતો એક ભ્રષ્ટ સતા છે એટલે અત્યારે સ્થિત એવી થઈ છે કે ભાજપનો આ યુગ છે હાલ મોદીનો દસકો છે. એટલે એ દિશામાં જે લોકો સતાથી વિમુખ થયેલા છે એ બધાને સતા જોઈએ છે. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ મહદઅંશે જુથવાદ તો છે પરંતુ ભાજપનું કેડર અને સંઘનું આખુ તંત્ર જે કાર્ય કરે છે એને કારણે એ લોકો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી અંતે તો કોંગ્રેસનું ફરઝંદ…!

ભારતીય જનતા પાર્ટી અંતે તો કોંગ્રેસનું જ ફરઝંદ છે. ભાજપ કોંગ્રેસમાંથી પેદા થયેલી છે એમ કહીએ તો પણ ખોટુ નથી. આર.એસ.એસ.નાં સંસ્થાપક ડો.હેડગેવારએ ૧૯૨૫માં નાગપુરમાં કોંગ્રેસના જ નેતા હતા. વર્ષ ૧૯૩૭ સુધી એ કોંગ્રેસના અગ્રણી હતા. ભાજપએ આર.એસ.એસ.નું બાળક છે અને આર.એસ.એસ.નો જન્મ કોંગ્રેસમાંથી થયો છે. શામા પ્રસાદ મુખર્જીએ બંગાળ વિધાનસભાન વર્ષ ૧૯૩૦માં જયારે પ્રવેશ્યા ત્યારે એ કોંગ્રેસના સભ્ય હતા એટલે હું તો ઘણી વખત કહું છું કે ભાજપનું અંતે તો કોંગ્રેસમાંથી જ પેદા થવાનું થયું છે. નરેન્દ્રભાઈ જે આક્રમક્રતાથી મેદાનમાં ઉતરે છે ત્યારે જીતવાની ઈચ્છા શકિત દઢ કરીને આગળ વધે છે. ભાજપનો નાનામાં નાનો કાર્યકર પણ કિલર સિન્સીગટીંગ થી આગળ વધે છે. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે છેલ્લે સુધી એનું માળખુ ગોઠવાતું નથી.

ઉમેદવારો નકકી કર્યા પછી માળખુ ગોઠવે છે. ઉપરાંત બાપુમાં આક્રમકતા તો છે પરંતુ લોકોની વચ્ચે આક્રમકતા બતાવવાને બદલે એ દસ જનપથને બતાવવાની કોશિષ કરે છે એટલે ટુંકમાં ભાજપમાં હાલ વિજયભાઈ મુખ્યમંત્રી છે અને કાલ ઉઠીને એમના સિવાય પણ અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવવાનું થાય તો પણ ભાજપનું આખુ તંત્ર કામે લાગે છે અને એ તંત્રને પહોંચી વળવાનું કોંગ્રેસને મુશ્કેલ છે. અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી છે. કોંગ્રેસના પ્રમુખ દેવકાંત બરુઆએ એક રટણ શ‚ કર્યું કે ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ અને ઈન્ડિયા ઈઝ ઈન ઈન્દિરા હવે નરેન્દ્રભાઈ માટે આ રટણ શ‚ થશે ને તો નરેન્દ્રભાઈ પતી જશે એટલે મારા મત મુજબ આવુ ન થવું જોઈએ. નરેન્દ્રભાઈની આ ભૂમિકા સંઘને પણ તકલીફ કરશે.

વિદેશી નીતિમાં મોદી સરકાર થાપ ખાઈ રહી છે

અટલજી જયારે વડાપ્રધાન હતા અને સુદર્શનજી સંઘ સંચાલક હતા ત્યારે સુંદર્શનજી અટલજીને મળવા માટે એમના ઘરે ગયા તો ત્યારે અટલજીના શબ્દો હતા કે ‘મુજે બુલા લીયા હોતા’ એટલે અટલજીમાં આ પ્રકારની વિનમ્રતા અને તટસ્થીપણુ હતુ તેના લીધે આજે વારંવાર અટલજીને બધા યાદ કરે છે. કાશ્મીરનો પ્રશ્ર્ન ઉકેલવા ગોળીબાર નહી પરંતુ મંત્રણાઓ થકી જ તેનો ઉકેલ આવશે. નરેન્દ્રભાઈની વાહવાહીનો આ યુગ છે ત્યારે આપણે સાચી વાત કરીએ તો બહુ તકલીફ પડે. એટલે એ અકકડ વલણ નહીં જ ચાલે પરંતુ ધારો કે પાકિસ્તાન સાથે તમે પહેલા તો ગળે મળ્યા, પ્લેન લઈને પહોંચી ગયા. કોઈ વડાપ્રધાન એ રીતે પહોંચી જાય ? તમે તો બહુ પ્રેમ કર્યો, શપથવિધિમાં બોલાવ્યા, ચીનના પ્રધાન સાથે હિંડોળે જુલ્યા, બરાકભાઈની સાથે ગપ્પા માર્યા અરે ભાઈ તમે તો પોલીટીકલ સાયન્સના વિદ્યાર્થી છો. તમને ખબર હોવી જોઈએ. ડીપ્લોમસી અને પોલીટીકસમાં ફરક છે. દરેક દેશ પોતાના જ સ્વાર્થની વાત કરશે અને આજે સ્થિતિ એવી છે કે તમે નેપાળ સાથેના સંબંધો ખરાબ કરી નાખ્યા છે. નેપાળને ચીનના ખોળામાં નાખી દીધું. પાકિસ્તાન ચીનના ખોળામાં નાખી દીધુ બટુકડુ માલદીવ આપણને આંખો બતાવવા લાગ્યુ છે. બાંગ્લાદેશ તમારી સાથે છે નહીં ભલે ને આવીને ગુટરગુ કરી જાય એટલે આ સ્થિતિની અંદર મને લાગે છે કે વિદેશનીતિની બાબતમાં મોદી સરકાર થાપ ખાઈ રહી છે અને કાશ્મીરનો મુદો માટે તુર્કીનો શાસક આવીને એમ કહે છે કે તમે અમને મધ્યસ્થી કરવા દો. ચીનવાળા કહે છે કે અમે મદયસ્થી કરીએ ભાજપ સરકાર પોતાના અંગત મુદાને ઈન્ટરનેશનલાયઝ કરી રહ્યા છો. માત્ર ભારતે અને પાકિસ્તાને બેસીને નકકી કરવાનું છે અથવા તો પ્રજા સાથે આ મુદ્દા વિશે ચર્ચા-વિચારણા કરવી જોઈએ આવા ગંભીર મુદામાં અટકચાળા ન ચાલે.

ડીપ્લોમસી અને લોકલ પોલીટીકસને ભેગુ ન કરી શકાય

ભારતનું ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશો સાથેનું જોડાણની ભારતીય રાજ વ્યવસ્થા ઉપર કેવી અસર થશે ? એ વિશે ચર્ચા કરતા હરિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીપ્લોમસી રાતોરાત બદલતી નથી. ઈરાનના બંદરો સાથેનો કરાર વર્ષોથી ચાલી રહેલો છે. અફઘાનિસ્તાન સાથેની મૈત્રી વરસોથી ચાલી આવી રહી છે. રાતો રાત સંબંધો બગડી શકે. મારા મિત્ર પ્રમોદ મહાજન અટલજીની પી.એમ.ઓ.માં હતા ત્યારે એમણે કહેલું કે ‘ સો ચૂહે મારકે બિલ્લી હજ કો ચલી’ આવા શબ્દોથી ચીનવાળા ભડકી ગયા હતા. ચીન સામે આપણે માફી માંગવી પડી એટલે ડીપ્લોમસી અને લોકલ પોલીટીકસ બન્નેને ભેગુ ન કરી શકાય. મને લાગે છે કે નરેન્દ્રભાઈને એમ લાગે છે કે દરેક મીનીસ્ટ્રી પોતે જ ચલાવે છે અને એમના મીનીસ્ટરો જો સ્વીકારતા હોય તો એમા આપણે કોઈ જ પ્રશ્ર્ન ઉઠાવી ન શકીએ. સરદાર સાહેબને યાદ કરવાની જ‚ર છે. એમની ભૂમિકા સ્પષ્ટ હતી. મીસ્ટરો બધા સરખા હોવા જોઈએ એ કોઈના પાળીતા નથી હોતા. દરેકની મીનીસ્ટ્રી પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરવી જોઈએ. એટલે નહે‚ અને સરદારની વચ્ચેનો જે મતભેદ હતો એ નહે‚ ગમે તે મીનીસ્ટ્રીમાં દખલ ન કરી શકે એ સરદાર સાહેબનો બહુસ્પષ્ટ મત હતો એ લોકો તો એટલા પ્રમાણિક હતા કે પોતાનો મત લખીને મોકલતા. બીજી ખાસ મહત્વની વાત કરતા દેસાઈજીએ જણાવ્યું હતું કે યુપીમાં યોગી આદિત્યનાથ એમને પોતાના પોસ્ટરમાં પણ નહોતા રાખ્યા. એ રાજપુત છે, ગોરખનાથપીઠના પીઠાધિશ્ર્વર છે અને એ પીઠનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળમાં પણ છે એટલે એમને પસંદ કરાયા એ સમયે મેં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈઈ એનો ઉપયોગ સારી રીતે કરે એવું હું ઈચ્છુ કારણ કે નેપાળ સાથેના જે સંબંધો ખરાબ થયા છે એને સુધારવામાં યોગી મદદ કરી શકે. યોગ નરેન્દ્રભાઈ માટે રીયલ ચેલેન્જ છે. કારણકે યોગીને ન તો અમિતભાઈ ઈચ્છતા હતા, ન તો નરેન્દ્રભાઈ ઈચ્છતા હતા યોગી તો યોગી છે એજે કરી રહ્યા છે એ બીજા લોકોએ કરવુ પડે છે મને લાગે છે કે યોગીમાં સંઘનો સંકેત પડેલો લાગે છે. નરેન્દ્રભાઈ કૌટીલ્યના અર્થશાસ્ત્રને પચાવીને બેઠેલા હશે પરંતુ એમણે.

ઈતિહાનની ઘટનામાં આઈ.એફ એન્ડ બી.યુ.ટી.એસ નથી હોતું

વધુમાં સરદાર વિશે વિસ્તૃત ચર્ચા કરતા હરિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૩૮માં હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. જેનું તમામ આયોજન સરદારના હાથમાં હતું પરંતુ સરદાર સાહેબ પડદા પાછળ હતા એમ કહીએ તો ચાલે. અમે ગુજરાતીઓ જાજુ બોલ્યા વિના કામ કરવામાં માનીએ છીએ. સરદાર કામ કરીને બતાવતા હતા. દસ્તાવેજોની જો તપાસ કરવામાં આવે અને એનો અભ્યાસ કરીએ તો મહારાજા હરિસિંહના હમણા જે દસ્તાવેજો આવ્યા છે એ પણ જો વાંચીએ તો સરદાર સાહેબ અને નહે‚ બન્નેની આપસી સમજણથી કાશ્મીરનો મુદો આપણે આગળ વધારી રહ્યા હતા અને કાશ્મીરના મુદામાં મહારાજા હરિસિંહને સરદાર સાહેબ સંભાળતા કરતા હતા. શેખ અબ્દુલને નહે‚ સંભાળતા હતા. ૨૨ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાનના જે રીડર્સ આવ્યા એના મહિના પહેલા નહે‚ ખબર પડી ગઈ હતી કે પાકિસ્તાન આપણા ઉપર આક્રમણ કરવાની તજવીજમાં છે ત્યારે નહે‚એ આ વાત સરદારને કાગળ લખીને જણાવી હતી. આપણે ત્યાં ઈતિહાસની વાતોને લોકો સામે ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે. ઈતિહાસની ઘટનાઓમાં ઈફ એન્ડ બટ્સ નથી હોતું. ગાંધીજી, સરદાર અને નહે‚ની ત્રિપુટીએ આખા આઝાદીની ચળવળનું આખુ જોડીયુ હતું એ ત્રણેયની આગવી ભૂમિકા હતી. આપણે ત્યાં રાજકારણીઓ જાહેર સભામાં નિવેદનો કરે છે એને લોકો માની લે છે એટલે નહે‚ને કે કોંગ્રેસને ગાળો આપવા કરતા આપણે શું કરી રહ્યા છીએ એ જોવું જ‚રી છે.

અત્યારે સંવાદને બદલે ફતવાઓનું રાજ

આજના યુથ અને એજયુકેશન અંગે ચર્ચા કરતા હરિભાઈએ જણાવ્યું હતું કે મારા ખ્યાલથી આપણે શિક્ષણ ક્ષેત્રે ફેકટરીઓ ઉભી કરી દીધી છે. યુવાનોની એમ્પ્લોયબ્લીટી, એમની યુટીલીટી એમની શકિત અને તેઓ શું કરવા માંગે છે એ સ્પષ્ટ રહેવું જોઈએ. ગુજરાતની અંદર તો હજારો બેઠકો એન્જીનીયરીંગમાં ખાલી રહે છે અને મેડીકલમાં કરોડો ‚પિયા આપીને બેઠકો લેવાની વાતો આવે છે. મારી દષ્ટિએ અત્યારનો યુથ બહુ જાગૃત છે એને ખબર છે દુનિયામાં શું ચાલી રહ્યું છે પણ સાથે સાથે એને કઈ દીશામાં જવું છે એની જાણ નથી હોતી ? એટલે તેને યોગ્ય દીશામાં લઈ જવો પડશે. હાલ તો ઘેર બેઠા પણ ડિગ્રીઓ મેળવાય છે આપણે ત્યાં મીનીસ્ટરો પણ ખોટી ડીગ્રીઓ સાથે આવે છે જે લોકો શાસનમાં બેઠા છે એ લોકોએ સંવાદની ભૂમિકા છોડી દીધી છે. આ રીતના વલણોથી આપણુ યુથ ભટકી જશે. આપણે ત્યાં સતા મેળવવા માટેની જે લાલશા અને જે પ્રકારની હંસાતૂંસી ચાલે છે એની અંદર નકસલવાદ, માઓવાદ અને બીજા જે લોકો છે એને તમે ભુલી જાય છો દેશના હિત માટે વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરવા બેસવુ જ પડે. અત્યારે સંવાદને બદલે ફતવાઓનું રાજ ચાલે છે.

આક્રોશી સત્તા મેળવી શકાય સંચાલન ન ઈ શકે

નરેન્દ્રભાઈ હજુ તો ડેમોક્રેસીમાં જ છે. ઈન્દિરા ગાંધી પણ જયારે વડાપ્રધાન યા અને એમણે કટોકટી લાદી ત્યાં સુધીનો ડેમીક્રેટીકલી ઈલેકટેડ હતા. એટલે નરેન્દ્રભાઈને જે લોકોએ હીટલર કહેવું હોય એ કહે હું તો નહીં કહું એમના કામોી એ આવતા દાયકાઓની અંદર શું છે એ પુરવાર શે. બધા જ પ્રધાનો સરખા છે પરંતુ વડાપ્રધાન પહેલા ક્રમે છે. નહે‚ની સામે સરદાર સાહેબનો જે વાંધો હતો એ આ હતો. બાકી સરકારે હંમેશા નહે‚ને પોતાના લીડર જ માન્યા છે. એટલે ટૂંકમાં આક્રોશપૂર્વક કે ગાળાગાળી કરીને દેશનું સંચાલન ન કરી શકો હા કદાચ સત્તા મેળવી શકો પણ સંચાલન ન ઈ શકે. મને ડર એવો છે કે, આના કારણે એવું ન ાય કે લોકોનો લોકશાહીમાંી વિશ્ર્વાસ ઉઠી જાય એટલે મોદી સરકારે ગંભીરતાી વિચારવું જોઈએ હું હંમેશા એમ કહું છું કે કોંગ્રેસે ૭૦ વર્ષ રાજ કર્યું. તમે ૭૧ વર્ષ સુધી કરો ત્યાં સુધી કોંગ્રેસનો જ વિક્રમ છે. નરેન્દ્રભાઈને પ્રેસીડેન્સીયલ સીસ્ટમ પકડવી છે. અમેરિકામાં તમામ પાર્વસ પ્રેસીડેન્ટ પાસે છે. કોઈપણ દેશમાં લોકશાહી જીવે એ સહુના હિતમાં છે એટલે અત્યારનું જે બંધારણ છે એમાં આડેધડ સુધારા ન કરાય.

ગુજરાત અને જયુડિશલનું ઘર્ષણ લોકશાહીની દ્રષ્ટિએ ખતરનાક

રાજસત્તા અને જયુડિશલ સિસ્ટમના ઘર્ષણ અંગે વાત કરતા હરિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ઈન્દિરા ગાંધીને જે કમીટેડ જયુડીશરી જોઈતી હતી એ જ રીતે અત્યારના શાસકોને કહ્યાગરી જયુડીશરી જ જોઈએ છે આ બાબત લોકશાહી માટે ખતરા‚પ સાબીત ઈ શકે છે. જયુડીશરીએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહીને રમવું જોઈએ આપણા બંધારણના ઘડવૈયાઓ ખૂબ જ વિદ્વાનો હતા એટલે એ સમયે અમેરિકી કે બ્રિટીશ સિસ્ટમને અલગ અલગ પસંદ ન કરતા બન્નેના સંયોગને પસંદ કર્યો. સુધારા પછી પણ અર્ધ સમન્વાયી સત્તા ચાલતી રહી પરંતુ જયુડીશરી સો સરકારનો જે ટકરાવ છે એ લોકશાહીની દ્રષ્ટિએ ખતરનાક છે. બીજુ એ કે ન્યાયાધીશોની નિમણૂંક માટેની જે વ્યવસ છે એ વ્યવસ સરકાર પોતાની પાસે લઈ લેવા માંગે છે. કોંગ્રેસની સરકાર સત્તા પર હતી ત્યારે એ પણ આજ વસ્તુ કરવા માંગતી હતી.

લોકશાહીમાં ચોી જાગીર મિડીયાની ભૂમિકા

વધુમાં લોકશાહીની ચોી જાગીર ગણાતું પત્રકારત્વ કયાંક પોતાની વિશ્ર્વસનીયતા કે પોતાનું સન ગુમાવી રહી છે. તેના વિશે વિગત આપતા હરિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણે મીડિયાની પાસેી અપેક્ષાઓ કરવી જોઈએ કે એ સ્વતંત્રપણે કાર્ય કરે પણ મુશ્કેલીએ છે કે વર્લ્ડ ઓવર મીડિયાએ ધંધાની રીતે ચાલી રહ્યો છે અને જયારે ધંધો જોઈતો હોય ત્યારે ધંધો કોણ આપે છે એની અસર ાય છે. ગાંધીજીએ કયારેય પણ એમના અખબારોમાં જાહેરખબરોને સન આપ્યુ ની. જાહેરખબરોની ખોટી અસરો અખબાર ઉપર ન પડે એટલે અંત સુધી બાપુએ જાહેરખબર લીધી નહીં. આજે ટીવી ઉપર રામદેવની જાહેરખબર સતત ફરે એટલે રામદેવ અસર કરવાના જ છે. એટલે રામદેવ હોય કે સરકાર હોય પણ એની અસર તો તી જ હોય છે. ગાંધીના એક પણ મેગેઝીન ચાલતા ની કારણ કે મેગેઝીન ચલાવવા જાહેરખબર આવશ્યક છે. એટલે મને લાગે છે કે દરેક માણસે પોતાનો ચાહે એ મીડિયા હાઉસ હોય કે નાના ટમટમીયા હોય એ જે રીતે સાચી વાતને બહાર લાવવા માટે કામગીરી કરવી જોઈએ એટલે હાલના સમયમાં મીડિયાની ભૂમિકા જોખમમાં છે જ.

આપણે ત્યાં પ્રેસ કાઉન્સીલ દાંત વગરની છે એટલે મીડિયા પર સત્તા ઉપર બેઠેલાનો જ પડવાનો છે. મીડિયાનું કામ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. કોઈના સતત એજન્ટ તરીકે કામ કરવું અને ખાસ કરીને દરેકે પોતાની મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ. મીડિયાએ પોતાની મર્યાદામાં રહીને જેટલું સત્ય બહાર લાવી શકાય એટલું લાવવું જોઈએ. ફિરોઝ ગાંધીએ જવાહરલાલ નહે‚ના જમાઈ હતા અને એ જમાઈ હોવા છતાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એમણે એમના સસરાની સરકારના કૌભાંડો પાર્લામેન્યમાં ખૂલ્લા કર્યા હતા એટલે મીડિયા જગતમાં પણ સારા માણસો છે જ સંવાદએ લોકશાહીનો આત્મા છે એટલે ચર્ચા કી જ કોઈપણ સમસ્યાના ઉકેલ લાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.