અર્થતંત્રની રિક્વરી ‘દિન દુગની રાત ચૌગુની’ નવેમ્બરનું જીએસટી કલેક્શન રૂ.૧.૦૫ લાખ કરોડ

ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ જીએસટી કલેકશનમાં ૧૧%નો વધારો

કોરોના વાયરસનાના સંક્રમણને રોકવા માટે  દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.  જેથી વેપાર-ઉદ્યોગ ઉદ્યોગ અને બજારો બંધ થઈ ગઈ હતી. લોકડાઉનના કારણે સરકારની જીએસટી આવકમાં પણ ઘટાડો થઈ ગયો હતો.જોકે એ પછી અનલોક ગાઈડલાઈનો લાગુ થયા બાદ વેપાર ધંધા શરુ થવાના કારણે જીએસટી કલેક્શન પણ વધી રહ્ય છે. કોરોના કાળમાં થયેલા નુકસાનની રિકવરી દિન દુગની રાત ચૌગુનીના દરે છે. જે ભવિષ્યમાં દેશના અર્થતંત્રની મજબૂતી સૂચવે છે.

નવેમ્બર મહિનામાં સરકારનુ જીએસટી કલેક્શન એક લાખ કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે.સરકારને ગયા મહિને જીએસટી સ્વરુપે ૧.૦૪ લાખ કરોડની આવક થઈ છે. ગત વર્ષે નવેમ્બર મહિના કરતા ચાલુ વર્ષે જીએસટી કલેક્શન ૧.૪ ટકા જેટલું વધી પણ ગયું છે. જે ભારતીય અર્થતંત્રની તંદુરસ્તી તરફ ઇશારો કરી રહ્યું છે. દેશના જીએસટી કલેકશનની સાથોસાથ ગુજરાતનું જીએસટી કલેક્શન પણ ખૂબ ઝડપથી વધ્યું છે. આંકડા મુજબ ગુજરાતમાં જીએસટી કલેક્શન નવેમ્બર મહિનામાં રૂ. ૭૫૬૬  કરોડનું હતું જે ગત વર્ષના નવેમ્બર મહિના કરતા ૧૧ ટકા વધુ રહ્યું છે. ગત વર્ષે ૬૮૦૫ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.

જીએસટી કલેક્શનમાં ગુજરાત પહેલા આંધ્ર પ્રદેશનો ક્રમ છે. ગુજરાતમાં ખેતીની સીઝન સારી રહી હોવાથી તેમજ માંગ પણ વધી હોવાથી અર્થતંત્રને વેગ મળ્યો છે. જેના પરિણામે જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં નવેમ્બર મહિનામાં થયેલું જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ છે ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ટેક્સ કલેક્શન રૂપિયા ૬,૦૯૦ કરોડનું હતું.

વર્તમાન સમયે કેટલાક લોકો બજારમાં મંદી હોવાનું કહી રહ્યા છે. વેપાર-ધંધા બંધ હોવાનું જણાવે છે. પરંતુ જે રીતે જીએસટી કલેક્શનના આંકડામાં દર મહિને વધારો થઈ રહ્યો છે તે જોતા મંદીનો નહીં પરંતુ તેજી નું વર્ચસ્વ હોવાનું ફલિત થઇ રહ્યું છે.

Loading...