Abtak Media Google News

છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ એટલે સમગ્ર રાષ્ટ્રનો સર્વાગી વિકાસ. રાષ્ટ્રના છેવાડાના માનવીને માળખાગત સુવિધાઓ સુલભ બને તે માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે. આ યોજનાઓના ઘડતર માટે ભારત સરકાર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે વ્યક્તિઓ, કુટુંબો, સંસ્થાઓ પાસેથી સામાજિક અને આર્થિક બાબતોની માહિતી એકત્ર કરવામાં આવે છે. આ માહિતીના આધારે વિવિધ યોજનાઓનું ઘડતર અને નક્કર અમલીકરણ શકય બને છે.

ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૧૫મી જાન્યુઆરીના રોજ રાજયમાં આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અન્વયે રાષ્ટ્રના વિવિધ રાજયોમાં ગ્રામ્ય કક્ષા સુધી રોજગારીની ઉપલબ્ધ તકો અને રોજગારી આપતા ક્ષેત્રોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેના આધારે નવી રોજગારીની તકોના સર્જન અને રોજગારી આપતા ક્ષેત્રોના વિકાસ માટે પરીણામલક્ષી યોજનાઓનું ઘડતર કરાશે. જે રાષ્ટ્રના લોકોના સામાજીક અને આર્થિક વિકાસમાં મદદરૂપ બનશે. આ ઉપરાંત સરકાર દ્વારા આર્થિક વિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે લાંબા ગાળાનું આયેાજન પણ કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકારના ભતભ-ય-ૠજ્ઞદયક્ષિફક્ષદય તયદિશભય શક્ષમશફ હશળશયિંમ અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંક્ડાશાસ્ત્ર કચેરી દ્વારા ૭મી આર્થિક ગણતરી ચાલી રહી છે. આ કામગીરી માટે રાજકોટ જિલ્લામાં ખાસ નિમણુંક પામેલ ગણતરીદાર/સુપરવાઇઝર દ્વારા માહિતી એકત્ર થનાર છે. આ મેળવાયેલ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. જેને ધ્યાને લઈ રાજકોટ જિલ્લાના શહેર સહિતના તમામ ગામોમાં આર્થિક ગણતરી અર્થે આવનાર ગણતરીદાર/ સુપરવાઇઝર દ્વારા માંગવામાં આવતી માહિતી કોઇપણ પૂર્વગ્રહ વગર સાચી અને સચોટ પુરી પાડવા અને રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થવા જાહેર જનતાને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.