‘ભરત મિલાપ’ પર કોરોના ગ્રહણ, કાશીમાં 477 વર્ષ જૂની પરંપરા તૂટશે!!

કોરોના મહામારીના સમયમાં સેંકડો વર્ષો જૂની પરંપરાઓને ગ્રહણ લાગ્યું છે. હવે વારાણસીના નાટી ઇમલીનો વિશ્વ વિખ્યાત ‘ભરત મિલાપ’ કોરોનાને કારણે આ વર્ષે યોજાશે નહીં. જિલ્લા વહીવટીતંત્રે કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને મંજૂરી આપી નથી. 477 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે ભરત મિલાપ યોજાશે નહીં.

ભરત મિલાપનું આયોજન દશેરાના આગલા દિવસે એટલે કે એકાદશીના દિવસે થાય છે. ભરત મિલાપ નિહાળવા લાખો લોકો એકત્ર થાય છે. પ્રભુ રામ, ભારત, લક્ષ્મણ અને શત્રુઘ્નના મિલાપ જોવા માટે એકત્ર થયેલા લાખો લોકોની ભીડ જ આ વખતે આયોજન કરવામાં અવરોધ બની છે.
ભરત મિલાપની લીલા છેલ્લા 477 વર્ષોથી ચાલી આવે છે. શરૂઆત વિક્રમ સંવત 1600થી થઈ હતી. અત્યારે વિક્રમ સંવત 2077 ચાલી રહ્યું છે.

Loading...