Abtak Media Google News

આ હા…હા…હા…. શિયાળો આવે એટલે સૌ કોઇનાં ઘરમાંથી લાડુ બનવાની, પાક બનવાન સુગંધ આવ્યા વગર રહેતી નથી. એમાં એવું છે ને કે શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગુંદના લાડુને આરોગે છે જેનાથી શિયાળામાં એનર્જી બની રહે છે. ત્યારે શિયાળામાં બનતા આ લાડુ કંઇક ખાસ હોય છે. જેમાં ગુંદનો ભુકો કરી ખાવાથી પણ અનેક બીમારી ભાગી જાય છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર ગુંદનું સેવન કેંસરથી લઇ હદ્યની બીમારીને દૂર કરે છે તો આવો જાણીએ ગુંદ વિશે…..

ગુંદને ભુક્કો કરી રોજ લેવાથી હદ્ય સંબંધિ બિમારી તેમજ હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. એ સિવાય તેનું સેવન કરવાથી માંસપેશિયો પણ મજબૂત બને છે

– પ્રેગ્નેન્સીમાં ગુંદ પાણી મહિલાઓની મણકાનાં હાડકા મજબૂત થાય છે એ સિવાય સ્તનપાનમાં પણ વૃધ્ધિ કરે છે.

– કબજીયાત અને એસીડીટીની સમસ્યા થવા પર ૧ ચમચી ગુંદ ખાવાથી રાહત થાય છે.

– ગરમ પાણી સાથે ગુંદ ખાવાથી શર્દી, ઉધરસ, તાવ જેવી બીમારીથી દૂર રહી શકાય છે. એ સિવાય ગુંદનું સેવન પેટનાં ઇન્ફેક્શનનાં ખતરાને ઓછો કરે છે.

– સવારે દૂધ સાથે ગુંદ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના દ્વારા કેન્સર, ડાયાબિટીસ, અને બ્લડ પ્રેશરની બીમારીથી પણ બચી શકાય છે.

– ગુંદના લાડુ, પંજરી કે ચીકડી ખાવાથી શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે. તદ્ ઉપરાંત શિયાળામાં ગુંદ શરીરને ઓરથી પણ ઉર્જા આપે છે.

– શરીરની નબળાઇને દૂર કરવા માટે રોજ અડધા ગ્લાસ દૂધમાં ગુંદ ભેળવીને પીવું જોઇએ. જેના સેવનથી થાક, નબળાઇ, ચક્કર આવવા, ઉલ્ટી અને માઇગ્રેન જેવી સમસ્યા દૂર થાય છે.

– સ્ત્રીઓને પિરિયડ્સના દુ:ખાવા, લ્યૂકોરિયા, ડિલીવરની નબળાઇ અને શારીરીક અનિયમિતતામાં પણ ગુંદ લાભદાઇ સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.