Abtak Media Google News

કેટલાંક સમય થી મખાના એક સ્વાસ્થ્ય ખાદ્ય પદાર્થ તરીકે ચર્ચામા છે. મખાનાં માંથી હળવા નાસ્તાની ઘણી વાનગીઓ બને છે. ઘણાં લોકોને પ્રશ્ન થાય છે કે આ મખાનાં કેવી રીતે અને શેમાથી બને છે.મખાનાં એ કમળનાં બીજ (લોટસ સીડ) છે. કમળ નાં ફુલ અને પાંદડા ખુબસુરત હોય છે પરન્તુ તેનાં બીજ એ પણ વિશ્વ ભર મા સૌથી વધુ તંદુરસ્ત ખોરાક ગણાય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે તેં કમળ નાં બીજ તરીકે ઉગાડવામાં આવે છે અને તેને પ્રોસેસિંગ કરી તેમાંથી મખાનાં બનાવવામાં આવે છે.

મખાના એ એવા પોપકોર્ન છે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. પાણીમાં અને તળાવમાં ઊગતા મખાના પૂજામાં ભગવાનને પણ ધરાવાય છે. ભગવાનને ધરાવતા પ્રસાદમાં મખાનાની ખીર બનાવી શકાય છે. મખાનામાં ટ્રાન્સફેટ બિલ્કુલ નથી. વળી, પેટમાં પણ ખૂબ હળવા લાગે છે. માટે બપોરે લાગતી ભૂખમાં મમરા અથવા ખાખરા અને તળેલાં નાસ્તની જગ્યાએ એક વાટકી મખાના ખાવા હિતાવહ છે.

સોજો દૂર કરે છે : તેમાં ફ્લેવેનોઈડ ભરપૂર છે, જે શરીર માટે ફાયદાકારક છે. તે શરીરને હૃદયરોગથી દૂર રાખીને સોજો ઓછો કરવાનું કામ કરે છે. તે એન્ટિબેક્ટરેરિયલ પણ છે, જે હેલ્ધી રહેવામાં મદદ કરે છે.

એજિંગને દૂર રાખે છે : તેમાં રહેલું ફ્લેવેનોઈડ શરીરમાં એજિંગ ઘટાડે છે. તે ફ્રી રેડિકલ્સને દૂર કરીને એજિંગ પ્રોસેસને ધીમી કરે છે. મખાના ખાવાથી રિંકલ્સ, ફાઈન લાઈન્સ વગેરે ઓછા થાય છે. વળી વાળ સફેદ થતાં પણ અટકાવે છે.

બરોળને મજબૂત કરે છે : બરોળ શરીરમાં રેડ સેલ્સને મોનિટર કરવાનું કામ કરે છે, જે મખાનાને કારણે મજબૂત થાય છે.

બ્લડપ્રેશર મેઈન્ટેઈન કરે છે : મખાનામાં પોટેશિયમ વધુ પ્રમાણમાં છે, પરંતુ સોડિયમનું પ્રમાણ ઓછું છે માટે બ્લડપ્રેશરના પેશન્ટ માટે ફાયદાકારક છે.

ઈન્ફર્ટિલિટી દૂર કરે છે : મખાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે છે. તે સિમેનનું પ્રોડક્શન અને ક્વોલિટીને ઈમ્પ્રૂવ કરે છે. ઉપરાંત ઈન્ફર્ટિલિટી દૂર કરી રિપ્રોડ્કશન સારું કરે છે.

કેલ્શિયમથી ભરપૂર : મખાનામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. જેના કારણે દાંત સારા થાય છે અને હાડકાં મજબૂત થાય છે. જોઈન્ટ પ્રોબ્લેમ અને ઓસ્ટિઓપોરોસિસમાં પણ મદદરૂપ થાય છે.

વજન ઉતારવામાં મદદરૂપ : વ્યક્તિનું વજન લગભગ બપોરના સમયે આચરકૂચર ખાવાથી વધી જાય છે. ખાસ કરીને એ સમયે જ ડબ્બા ખુલે છે અને ખોટું ખાવાનું થાય છે. આવા સમયે જો ઘરે ઓછા તેલમાં બનાવેલા એક વાટકી મખાના ખાઈ લેવાય તો ખૂબ ફાયદો કરે છે.

ડાયાબિટીસના પેશન્ટને લાભકારક : ડાયાબિટીસના પેશન્ટ માટે મખાના એક હેલ્ધી સ્નેક છે, કારણ કે તેમાં શર્કરા નથી. તે શરીરમાં શર્કરાનું પ્રમાણ મેઈન્ટેઈન કરે છે. ઉપરાંત તેના કારણે વારંવાર લાગતી ભૂખથી બચી શકાય છે અને શરીરને ખૂબ ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.