Abtak Media Google News

જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોરમાં ભૂકંપ પછી લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા. યૂરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી


પાકિસ્તાનમાં 5.8 રિક્ટર સ્કેલ તીવ્રતાના ભૂકંપના આચંકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના રાવલપિંડી પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતું, આ જગ્યા લાહોરથી અંદાજે 173 કિમી જ દૂર હતી. ભૂકંપના આચંકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળે અનુભવાયા છે.

જાણકારી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે સાંજે 4.40 મિનિટની આસપાસ આંચકો અનુભવાયો હતો. ચંદીગઢ, પંજાબમાં પણ લોકો ભૂકંપના કારણે બહુમાળી ઇમારતોમાથી બહાર નિકળી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.4 આંકવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.