Abtak Media Google News

તલાલામાં લોકોને આજે ભૂકંપનો મોટો ઝાટકો અનુભવાયો હતો. તલાલામાં આજે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો,તલાલામાં આજે સવારે 9.36 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. જેને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 17 km ઇસ્ટ નોર્થ ઇસ્ટમા હતું.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ભૂકંપના આંચકા છાશવારે અનુભવાતા હોય છે. જેથી લોકો પણ હવે સતર્ક થઈ ગયા છે. ગુજરાત ભારતીય તકતી અને યુરેશિયન તકતીઓની સીમાઓથી 4૦૦ કિમી અંદર આવેલું છે, પરંતુ આ તકતીઓ વચ્ચે સતત સીમા પર અથડામણ થતી રહે છે. જેને કારણે ભાવનગર, કચ્છ, તલાલા જેવા સ્થળોની નજીક સતત આંચકા આવતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.