ઠંડીનો દોર શરૂ થતા જ રાજયમાં ભૂકંપના આંચકા

97

કચ્છમાં ૪.૩ની તિવ્રતાનો આંચકો: ભૂકંપનું એપી સેન્ટર ભચાઉમાં નોંધાયું

ઠંડીનો માહોલ ધીમે ધીમે જામવા લાગ્યો છે. જો કે ઠંડીના પ્રારંભની સાથે જ ભૂકંપના આંચકા પણ અનુભવવાનું શરૂ થયું છે. ગઈકાલે સાંજે ૭ કલાકે કચ્છમાં ૪.૩ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે ભચાઉ, દૂધઈ, રાપર, અંજાર, ગાંધીધામ સહિતના નગરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, ઠંડીની સીઝનમાં ભૂકંપના આંચકા વધી જતા હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આવા સંજોગોમાં આગામી સમયમાં ઠંડી વધવાની સાથે ભૂકંપના આંચકાની સંખ્યા પણ વધશે તેવું જણાય રહ્યું છે. ગઈકાલે ભચાઉી ર્નોથ ઈસ્ટ તરફ ૨૩ કિ.મી. દૂર ૧૫.૩ કિ.મી.ની ડેપ્માં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર ભચાઉ હોવાનું જાણવા મળી રહ્યું છે. આંચકાનો અનુભવ પૂર્વ સાથે ભૂજ સહિતના મધ્ય કચ્છમાં થયો હતો. ભચાઉ નજીક એપી સેન્ટર હોવાના કારણે તેની સૌથી વધુ અસર ભચાઉ અને તેની આજુબાજુના વિસ્તારમાં અનુભવાઈ હતી. કેટલાક સ્થળોએ અવાજ પણ સંભળાયો હોવાનું જાણવા મળે છે. આંચકાની જાણ થતાં લોકો ખુલ્લા સ્થળે દોડી ગયા હતા. રાપર તાલુકામાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

શિયાળાની શરૂઆત થતાં જ કચ્છ-ભૂજમાં ભૂકંપના આંચકા વધવા પામ્યા છે. ભચાઉની ધરતી ફરીથી ધણધણી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સવારે ૨.૭નો ભૂકંપ પણ અનુભવાયો હતો. ઈન્સ્ટિટયુટ ઓફ સીસ્મોલોજી રિસર્ચ દ્વારા નોંધવામાં આવેલા આંકડા મુજબ વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીના સમયગાળામાં ૪ થી વધુ તિવ્રતાના હોય તેવા ૨૭ આંચકાઓ ગુજરાતમાં નોંધાયા છે. જેમાંથી ૨૧ આંચકા તો માત્ર કચ્છમાં નોંધાયા હતા. ભૂકંપના મહત્તમ આંચકા ભચાઉ અને રાપર પંકમાં નોંધવામાં આવ્યા હતા. ૨૬મી જાન્યુઆરી નજીક છે ત્યારે ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપની યાદ લોકોને ગઈકાલે આવેલા ભૂકંપી તાજા થઈ છે. આગામી સમયમાં ઠંડી વધવાની સાથે ભૂકંપના આંચકા અને તેની તિવ્રતામાં વધારો થાય તેવી દહેશત છે.

Loading...