Abtak Media Google News

ચેતેશ્વર પુજારા સદી ચુકતા ક્રિકેટ રસિકો નિરાશ: સુકાની વિરાટ કોહલીનું સ્ટેડિયમમાં આગમન થતા જ કોહલી…કોહલી…ના નારા લાગ્યા

રાજકોટથી મળી ટીમ ઈન્ડિયાને નવી ઓપનીંગ જોડી: લોકેશ રાહુલના આઉટ થયા બાદ પૃથ્વી અને ચેતેશ્વરની શાનદાર બેટીંગ

પ્રથમ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બન્યો પૃથ્વી લોકલ બોય ચેતેશ્વર પુજારાએ પણ આકર્ષક ૮૬ રન ફટકાર્યા: બીજી વિકેટ માટે ૨૦૬ રનની પાર્ટનરશીપ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થયેલી ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની બે ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટમાં ટેલેન્ટેડ બેટસમેન પૃથ્વી શોએ પોતાના ડેબ્યુ ટેસ્ટમાં જ રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી તો લોકલ બોય ચેતેશ્વર પુજારાએ પણ આકર્ષક ૮૬ રન ફટકાર્યા હતા.2 28 બંને વચ્ચે બીજી વિકેટ માટે ૨૦૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ રાજકોટમાં પૃથ્વી ‘શો’ જેવો બની ગયો હતો. સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત ક્રિકેટ રસિકોએ ડેબ્યુ ટેસ્ટમાં પૃથ્વી શોની આકર્ષક અને આક્રમક સદીને વધાવી લીધી હતી.3 25રાજકોટમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી બેટસમેનોને યારી આપતી વિકેટ પર પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્કોર બોર્ડ પર માત્ર ૩ રન જ નોંધાયા હતા ત્યાં ઓપનર લોકેશ રાહુલ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયનમાં પરત ફરતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.4 16 રાજકોટથી આજે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂ આત કરનાર ઓપનર પૃથ્વી શોએ મેદાનની ચોતરફ ફટકાબાજી ચાલુ રાખી હતી. રાહુલના આઉટ થયા બાદ પૃથ્વી શો સાથે દાવમાં જોડાયેલા લોકલ બોય ચેતેશ્વર પુજારાએ પણ આકર્ષક શોટ ફટકાર્યા હતા.5 12 બંને વચ્ચે બીજી વિકેટ માટે ૨૦૬ રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસી એશનનું ખંઢેરી સ્ટેડિયમ એક રેકોર્ડનું સાક્ષી બન્યું હતું. ડેબ્યુ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ટેલેન્ટેડ બેટસમેન પૃથ્વી શોએ પોતાના નામે કરી લીધો છે.8 3માત્ર ૯૯ બોલમાં આકર્ષક અને આક્રમક સદી ફટકારી પૃથ્વી શો ડેબ્યુ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટસમેન બની ગયો છે. આજે રાજકોટ ટેસ્ટથી ભારતને એક નવી જ ઓપનીંગ જોડી મળી છે. પ્રથમ વિકેટ માત્ર ૩ રનમાં ગુમાવ્યા બાદ પૃથ્વી અને ચેતેશ્વરની જોડીએ કેરેબિયન બોલરોની બરાબર ધોલાઈ કરી હતી.9 4પૃથ્વીની માફક ચેતેશ્વર પણ સદી ફટકારશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તે અંગત ૮૬ રને આઉટ થઈ જતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. ચેતેશ્વરના આઉટ થયા બાદ પૃથ્વી શો પણ પોતાના પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનીંગમાં ૧૫૪ બોલમાં ૧૩૪ રન બનાવી પેવેલિયન તરફ પાછો ફર્યો હતો.6 11રાજકોટની ક્રિકેટ બેટસમેનોની યારી આપતી હોવા છતાં આજે ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી રવિચંદ્ર અશ્વીન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સહિત કુલ ૩ સ્પીનરો સાથે મેદાનમાં ઉતર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના સુકાની જેશોન હોલ્ડર ઈજાગ્રસ્ત થતા આજે વિન્ડીઝ ટીમની કમાન કાર્લોસ બ્રેથવેટે સંભાળી હતી.7 6આ લખાય રહ્યું છે ત્યારે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ૫૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૨૪૨ રન બનાવી લીધા છે. સુકાની વિરાટ કોહલી ૧૨ રન અને ઉપસુકાની અજીંકય રહાણે ૨ રન સાથે દાવમાં છે. ભારતની ટીમ દાવમાં હોવા છતાં સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોની હાજરી ખુબ જ નહિવત જણાઈ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.