Abtak Media Google News

તમને થતુ હશે કે ડોનટ ખાઇ તેમજ વિદેશોમાં ફરીને કોઇ રુપિયા કમાઇ શકે ખરી ? તો ઓસ્ટ્રેલિયાની ૧૯ વર્ષની ડેના વિલિયમસને આ દાખલો પાર પાડી બતાવ્યો છે, ડેના દુનિયાભરની સફર કરે છે અને સાથે તેને લાખો રુપિયા પણ મળે છે, ટ્રાવેલ બ્લોગર ડેનાને ૮ વર્ષની હતી ત્યારથી તેને ફરવાનો શોખ હતો. પહેલા તે માત્ર શોખ માટે દુનિયાના અનેક દેશોમાં ફરતી હતી. તે ત્યાર બાદ ફોટા પાડીને સોશિયલ મિડિયા પર શેર કરતી. ત્યારબાદ તેણે ૨૦૧૫માં વોન્ડરીંગ ડોનટ નામનું પેજ બનાવ્યુ અને સાથે તે પોતાના ટ્રાવેલિંગ બ્લોગ્સ પણ શેર કરવા લાગી.

બે વર્ષમાં જ સુંદર ડેંનામાં લાખો ફેન ફોલોવર્સ બની ગયા. થોડા સમય પહેલાં જ તેઓએ અનેક દેશોમાં ટુરિઝમ પ્રમોટ કરવા માટે પણ ઓફર આવી હતી. આ સિવાય તેને ઘણાં ઇવેન્ટ માટે સારા રુપિયા મળવા લાગ્યા છે. આ ઉપરાંત તેની સાઇટને પણ સ્પોન્સરશિપ મળવા લાગી છે.

 

ડેનાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં તેઓએ ફિલિપાઇન્સમાં ટુરિઝમ કેમ્પેઇન અને ન્યુઝિલેન્ડમાં જૂસ કેમ્પેઇન શરુ કર્યુ છે. ટુરિઝમ કેમ્પેઇન સિવાય પણ અનેક ઇવેન્ટસ પ્રોમોટ કરી લાખો રુિ૫યા કમાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.