Abtak Media Google News

દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં આ રોગ ઘણો ફેલાય છે. ડેન્ગી અને મલેરિયા કરતાં એના કેસ ઓછા જોવા મળે છે, પરંતુ એના કરતાં એ વધુ ઘાતક છે. વળી એનું નિદાન પણ અઘરું છે, કારણ કે આ રોગમાં સામાન્ય તાવ જ આવે છે જે આગળ જતાં મોટું સ્વરૂપ ધારણ કરે છે. વધતો જતો વરસાદ અને ચોમેર ભરાયેલા પાણીમાં આ રોગનું રિસ્ક વધી રહ્યું છે ત્યારે જાણી લો એનાથી બચવાના ઉપાયો

ગયા રવિવારે મુંબઈની એક મહિલાનું લેપ્ટોસ્પાઇરોસિસને કારણે મૃત્યુ થયાના સમાચાર આવ્યા હતા. મુંબઈમાં આ વર્ષનું લેપ્ટોસ્પાઇરોસિસને કારણે થયેલું આ પહેલું મૃત્યુ હતું. ૩૫ વર્ષની કાંદિવલીમાં રહેતી થીને ખૂબ જ તાવ અને શ્વાસમાં પ્રોબ્લેમ ત્રણ-ચાર દિવસી થઈ રહ્યો હતો જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બે દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ અચાનક ૧૫ જુલાઈએ શ્વાસમાં ભયંકર તકલીફ સાથે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ થઈ જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં મુંબઈમાં ૨૭ લેપ્ટોસ્પાઇરોસિસના કેસની નોંધણી થઈ છે.Leptospirosis

leptospirosisકાંદિવલી એરિયામાં હેલ્કેર સેન્ટર્સને આ બાબતે આગાહ કરવામાં આવ્યાં છે કે જે લોકોને સામાન્ય તાવનાં લક્ષણો દેખાય છે તેમની બીમારીને પણ ગંભીરતાથી લેવામાં આવે. અત્યાર સુધીમાં અંધેરી, ચેમ્બુર, સાંતાક્રુઝ અને કાંદિવલી એરિયામાં લેપ્ટોસ્પાઇરોસિસના બનાવો જોવા મળી રહ્યા છે.

દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં આ બીમારી ફેલાય છે. વળી આ બીમારી એક સાથે ઘણા લોકોને બીમાર કરી શકે છે, કારણ કે એ મલિન પાણીને લીધે તી બીમારી છે અને એ પાણી જેટલા લોકો સુધી એક સાથે પહોંચે એ એરિયાના એટલા લોકોને એ અસર કરે છે. ડેન્ગી અને મલેરિયા જેટલો વ્યાપ આ રોગનો નથી, પરંતુ ડેન્ગી અને મલેરિયા કરતાં વધુ ઘાતક આ રોગ છે. એટલે આ રોગને પૂરેપૂરો જાણી લેવો જરૂરી છે અને એનાં ચિહ્નોને ઓળખી એનું નિદાન યોગ્ય સમયે કરાવી ઇલાજ જલદી મેળવવો જરૂરી છે.

જંતુ અને રોગLeptospirosis-Bacteria

Leptospirosis-Bacteri લેપ્ટોસ્પાયરા નામના બેક્ટેરિયાથી ફેલાતો આ રોગ પ્રાણીઓ દ્વારા મનુષ્યના શરીરમાં ફેલાય છે. મોટા ભાગે કોઈ પણ પ્રકારનાં પાળતુ પ્રાણીઓ જેવાં કે બિલાડી, ગાય, કૂતરો, ઘોડો વગેરે પ્રાણીઓ દ્વારા આ રોગ મનુષ્યમાં ફેલાઈ શકે છે; પરંતુ સૌથી વધુ આ રોગ ખાસ કરીને મુંબઈમાં ઉંદરો દ્વારા ફેલાય છે. આ રોગ પ્રાણીમાંથી મનુષ્યમાં કઈ રીતે ફેલાય એ સમજાવતાં ક્રિટીકેર હોસ્પિટલ, જુહુના ક્ન્સલ્ટિંગ ફિઝિશ્યન ડોકટર કહે છે, જે પ્રાણીને લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી ગયું હોય એને ખુદ પર કોઈ અસર થતી નથી, પરંતુ એના યુરિનમાં આ બેક્ટેરિયા પાસ તા હોય છે. હવે આ યુરિન કોઈ પણ રીતે જો વ્યક્તિના ખુલ્લા ઘાવ પર લાગી જાય અને લોહીના સંપર્કમાં સીધું આવે ત્યારે વ્યક્તિને લેપ્ટોસ્પાઇરોસિસ થવાની પૂરી શક્યતા છે. કોઈ-કોઈ વાર એવું પણ જોવા મળે છે કે આ પાણી જો ભૂલી પેટમાં જતું રહે તો પણ માણસને લેપ્ટોસ્પાઇરોસિસ થઈ શકે છે.

ઇન્ફેક્શન ફેલાવવાની રીતો

1 1446275228જ્યારે ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે ત્યારે જો કોઈ વ્યક્તિને પગમાં કોઈ બીજી જગ્યાએ ઘાવ થયો હોય કે પગમાં વાઢિયા હોય અને એ પાણી તેના ઘાવના સંપર્કમાં આવે તો તરત જ એ બેક્ટેરિયા લોહી દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે. અવા સમજો કે ઘરમાં ઉંદર હોય અને એનું યુરિન કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભળે, પ્રોવિઝન સ્ટોર્સમાં જ્યાં ખાદ્ય પદાર્થો ખુલ્લા પડ્યા હોય અને ઉંદરો ખૂબ વધારે હોય ત્યાં કોઈ પણ રીતે એમનું યુરિન ખોરાકમાં ભળી જાય તો પણ આ રોગ થઈ શકે છે.

અમુક કેસમાં જોવા મળ્યું છે કે ઘરમાં ઉંદર હોય અને બાળકના રમકડા પર એનું યુરિન લાગે અને એ રમકડું બાળક મોઢામાં નાખે તો બાળકને આ રોગ થઈ શકે છે. આ ઉપરાંત જે જમીનમાં આ યુરિન ભળ્યું હોય અને એમાં ઉગાડેલી શાકભાજી આપણે ખાઈએ તો પણ આ રોગ ફેલાઈ શકવાની શક્યતા છે.

આ સિવાય બીજાં કારણો જણાવતાં ડોકટર કહે છે, આપણે ત્યાં કોલાડ જેવી જગ્યા હોય જ્યાં લોકો રિવર-રાફ્ટિંગ કરતા હોય છે એ નદીની માટીમાં લેપ્ટોસ્પાયરાનાં જંતુ હોય અને એ વરસાદને કારણે નદીમાં આવી જાય અને એ પાણી વ્યક્તિના પેટમાં જાય કે ખુલ્લા ઘાવ પર લાગે તો તરત જ તેને ઇન્ફેક્શન લાગી શકે છે.

બચાવ

સમજી શકાય એવી વાત છે કે પાણી ભરાયું હોય એવા રસ્તા પર એના પરથી ચાલવું નહીં અને ખાસ કરીને પગમાં વાઢિયા હોય કે જખમ હોય તો બિલકુલ જ નહીં. આ સિવાય ચોમાસું શરૂ થાય એ પહેલાં મહાનગરપાલિકાના હેલ્થ-ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં તબેલા હોય જ્યાં પાળતુ પ્રાણીઓને રાખવામાં આવ્યાં હોય એવી ૨૩૯ જગ્યાઓએ જઈને પ્રાણીઓને લેપ્ટોસ્પાઇરોસિસની રસી આપવામાં આવી છે.

સાવધાનીરૂપે તમારા એરિયાનાં રખડતાં કૂતરા-બિલાડાંને પણ આ રસી તમે અપાવડાવી શકો છો. જ્યારે આ રોગના વાયરા હોય, મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હોય ત્યારે અમે સાવધાનીરૂપે આ રોગી બચવા એક દવા આપતા હોઈએ છીએ જે અઠવાડિયે એક વાર લેવાની હોય છે. પરંતુ આ દવા કોઈ પણ દરદીએ ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. આ રોગ હંમેશાં જ ઘાતક હોય એવું ની. ઘણા દરદીઓ સામાન્ય ઍન્ટિબાયોટિક દવાી ઠીક થઈ જાય છે, પરંતુ એક વખત આ રોગ થોડો વધુ ફેલાયો તો એને કાબૂમાં કરવો મુશ્કેલ બને છે અને એ ઘાતક પુરવાર થાય છે.

લક્ષણો અને ઓળખ

આ રોગનાં લક્ષણો જાણી એનું જલદી નિદાન કઈ રીતે કરવી શકાય એ વિશે જાણીએ દહિસરના ફેમિલી-ફિઝિશ્યન ડોકટર પાસેથી.

૧. આ રોગનાં લક્ષણો મોટા ભાગે નોર્મલ ફ્લુ જેવાં લક્ષણો હોય છે. આ રોગમાં શરૂઆતના ૩-૪ દિવસ સામાન્ય રીતે માથુ દુખે, થોડીક ઠંડી લાગે, તાવ આવે, શરીરમાં કળતર થાય, ઊલટી થાય, પેટમાં દુખે, આંખો લાલ થઈ જાય, ઝાડા થઈ જાય.

૨. વળી ૩-૪ દિવસમાં એવું લાગે છે કે દરદીને સારું થઈ ગયું, પરંતુ હકીકત એ છે કે ૨-૩ દિવસ બાદ આ રોગ ફરી ઊલો મારે છે જેમાં દરદીનું લિવર કે કિડની ફેલ થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

૩. સૌથી મહત્વની વાત એ છે કે આ રોગનાં લક્ષણો નોર્મલ ફ્લુ કરતાં જુદાં હોતાં નથી. દરદીને લેપ્ટોસ્પાઇરોસિસ છે કે નહીં એ ફક્ત તેની બ્લડ-ટેસ્ટ પરી જ જાણી શકાય.

૪. બધા જ ફ્લુના દરદીઓને ડોક્ટર લેપ્ટોસ્પાઇરોસિસની બ્લડ-ટેસ્ટ કરાવડાવે એ શક્ય નથી. સિવાય કે આ રોગના વાયરા હોય તો એવું કરી શકાય. આમ જો નોર્મલ ફ્લુની દવાઓ બે દિવસ લેવાથી પણ લાગે કે લક્ષણો કાબૂમાં નથી તો ડોક્ટર્સ આ ટેસ્ટ કરાવડાવતા હોય છે.

૫. આ એક સામાન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે ઍન્ટિબાયોટિક દવાઓથી ઠીક થઈ શકે છે. પરંતુ એ રોગ જો ડિટેક્ટ ન થઈ શકે અવા તો ન પકડી શકાય અને ૪-૫ દિવસ નીકળી જાય તો પછી એના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.