Abtak Media Google News

રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘ડિસ્ટ્રિકટ એકસ્પોર્ટ પ્લાન’ બનશે અમલી : સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી તેના નિકાસને વેગવંતુ બનાવવા સરકાર કટીબઘ્ધ

દેશની આવક મુખ્યત્વે બે પ્રકારે થતી હોય છે એક વિદેશી રોકાણ દેશમાં આવે ત્યારે અને બીજુ જયારે નિકાસ કરવામાં આવે ત્યારે પરંતુ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે જે સમયે વિદેશી રોકાણ દેશમાં કરવામાં આવતું હોય છે તેને આપણે વ્યાજ સહિત પરત આપવું પડે છે જેનું મુખ્ય કારણ એ છે કે  આપણે તે લોન તરીકે લીધેલ હોય જયારે બીજી તરફ નિકાસ ક્ષેત્રે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વિદેશી હુંડિયામણ દેશમાં આવે છે અને આવકમાં પણ અનેકગણો વધારો કરે છે. ૨૦૧૪માં ભારતનું ફોરેન રીઝર્વ ૩૦૪.૨ બિલીયન રહેવા પામ્યું હતું જે હાલ ૪૨૧ બિલીયન ડોલર રહેવા પામ્યું છે એટલે જો નિકાસને સરકાર દ્વારા વેગ આપવામાં આવશે તો વિદેશી હુંડિયામણ મુખ્યત્વે ભારત દેશમાં ખુબ જ મોટી માત્રામાં જોવા મળશે જેના કારણોસર દેશનાં દરેક જિલ્લાને કિંમતી હુંડિયામણ લાવવા માટે સક્ષમ બનાવાશે.

7537D2F3 3

દેશનાં વાણિજય મંત્રાલય દ્વારા દરેક જિલ્લાને વિદેશી હુંડિયામણ લાવવા સક્ષમ બનાવાશે. આ પગલાને અમલી બનાવવા માટે રાજયોગ તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિસ્ટ્રીકટ એકસ્પોર્ટ પ્લાનને અમલી બનાવાશે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે હેતુસર નિકાસને પણ વેગવંતુ બનાવવા સરકારે પૂર્ણત : તૈયારી દાખવી છે. આ તકે સરકાર આ અંગે તમામ જરીયાત મુજબનાં સપોર્ટ સ્થાનિક ઈન્ડસ્ટ્રીને આપશે તેવું જાણવા મળી રહ્યું છે. સરકાર ઉત્પાદનથી લઈ નિકાસ સુધીનાં સમયગાળા દરમિયાન ઉધોગોને પૂર્ણત: સહાય આપશે જેથી દેશનાં દરેક જિલ્લાઓ વિદેશી હુંડિયામણ લાવવા માટે સક્ષમ બને. આ પ્લાન હેઠળ લોજીસ્ટીક તથા ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકસિત કરવામાં આવશે અને તમામ જિલ્લાઓને તેનો મહતમ લાભ મળી રહે તે દિશામાં કામગીરી પણ હાથ ધરાશે જેથી સ્થાનિક ઉધોગ બજારનો પૂર્ણત: લાભ લઈ શકે.

સરકાર દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું છે તેમાં નિકાસને વેગ આપવા માટે અનેક પ્રકારનાં પ્રવિધાનો કરવામાં આવ્યા છે અને જિલ્લા સ્તર ઉપર તેણે વધુને વધુ કેવી રીતે વિકસિત કરી શકાય તે હેતુસર નવી યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ દિશામાં સરકાર દ્વારા પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. સરકારે રાજયને તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકિદ કરતા જણાવ્યું છે કે તેઓએ તમામ જિલ્લાઓનાં આંકડા રજુ કરવામાં આવશે જેનાથી એ વાતની સ્પષ્ટતા થઈ શકે કે કયાં જિલ્લામાં નિકાસનું પ્રમાણ વધુ છે અને કયાં જિલ્લાને નિકાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત કરી શકાય આ તમામ પગલાઓ હાલ સરકાર દ્વારા પુરઝડપે કરવામાં આવી રહ્યા છે. દેશનાં આશરે ૭૫૦ જિલ્લાઓમાંથી લેધર, અથાણા, કપડા, ખાદ્ય ચીજવસ્તુઓ, સીરામીક, સિમેન્ટ, રેશમ, ગ્લાસની ચીજવસ્તુઓ, મેટલ ક્રાફટ, રમત-ગમતનાં સાધનો, ફાર્માસ્યુટીકલ, એન્જીનીયરીંગ આઈટમ, ઓટો પાર્ટસ, પોલટ્રી, શાકભાજી તથા વૈજ્ઞાનિક ઉપકરણો સહિત અનેક ચીજવસ્તુઓની નિકાસ કરવા માટે સરકારે તૈયારી દાખવી છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના બાદ ડિરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે ડીજીએફટી દ્વારા તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકિદ કરી વહેલાસર આ યોજનાને અમલી બનાવવા માટે જણાવવામાં આવ્યું છે અને તેનો પ્રારંભિક પ્લાન પણ રજુ કરવા જણાવાયું છે. દરેક જિલ્લાઓ માટે એક વિશેષ પ્લાન રજુ કરવામાં આવશે જે દિશામાં નિર્ધારિત જિલ્લાઓએ નિકાસને વેગવંતો બનાવવા માટે પ્રયાસ હાથ ધરવાનો રહેશે. સ્કિમનો લાભ વધુને વધુ જિલ્લાઓને મળતો રહે તે દિશામાં ડીજીએફટી દ્વારા એક પોર્ટલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિકાસ થતી તમામ ચીજવસ્તુઓની માહિતીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કઈ ચીજવસ્તુની નિકાસ કઈ જગ્યાએ કરવી તે અંગે પણ માહિતી પુરી પાડવામાં આવશે. પ્રારંભિક ધોરણે તમામ જિલ્લાઓમાં નિકાસ કરવાની ક્ષમતાને પારખવામાં આવશે અને તે અંગેની પ્રોફાઈલ પણ બનાવાશે. આ અંગે સરકારે ડીજીએફટીને તાકિદ કરી જણાવ્યું છે કે, તેઓએ રાજય અને સ્થાનિક જિલ્લાઓનાં અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બજેટ રજુ કરતા નાણામંત્રી નિર્મલા સીતારામને તેની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧નાં તમામ જિલ્લાઓને એકસપોર્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.