Abtak Media Google News

કેમીસ્ટ અને ડ્રગીસ્ટ એસોના ર૦૦ થી વધુ સભ્યોએ હલ્લાબોલ કાર્યક્રમમાં કલેકટર કચેરીએ પહોંચીને સુત્રોચ્ચાર કર્યા

ઇ-ફાર્મસી દ્વારા દવાનાં ગેરકાયદે વેચાણ અને ડીસ્પેન્સિગના વિરોધમાં કેમીસ્ટ અને ડ્રગીસ્ટ એસો.ના ર૦૦ થી વધુ સભ્યોએ હલ્લા બોલ કાર્યક્રમ અંતર્ગત કલેકટર કચેરીએ બાઇક રેલી સ્વરુપે પહોંચીને કલેકટરને આવેલી પાઠવ્યું હતું. કેમીસ્ટ અને ડ્રગીસ્ટ એસો.ના સભ્યોએ કલેકટર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

આયોજનમાં જણાવાયું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. ની નોંધાયેલી સભય સંખ્યા ૪પ૦૦ છે એવા કુલ છ ઝોન મળીને ગુજરાત ફેડરેશન ની કુલ નોંધાયેલી સભ્ય સંખ્યા ર૪૦૦૦ થાય છે તે જ રીતે અમારી સમસ્ત ભારત ની માત્ર સંસ્થા ની કુલ નોંધાયેલી સભ્ય સંખ્યા ૮,૫૦,૦૦૦ થાય છે.

તેમના ઓફીસ સ્ટાફ તથા પરિવાર મળીને કુલ ૬૦ થી ૭૦ લાખ વ્યકિતઓ ના રોજગાર તથા રોજીરોટી તથા ભરણપોષણ પર સીધી અસર થતી હોવાથી માત્ર સંસ્થાઓની સાથે રહીને કેન્દ્ર સરકારને ઓનલાઇન દવાના વેચાણ અનુસંધાને દરેક તબકકે રજુઆતો કરાઇ છે.

દવાના ઓનલાઇન  ગેર કાયદેસર બિઝનેસમાં નારકોટીકસ તથા સાયકોટ્રોપીક ક્ધટેન્ટ અને હેબીટફોમીંગ ડ્રગ્સના ઓનલાઇન વેચાણમાં ઘણો બધો ખતરો રહેલ છે. દેશનું યુવાધન આનાથી અવળા માર્ગે દોરાવાનો પુરતો ખતરો છે. તથા પ્રીસ્ક્રીપ્સન ઉપર જ વેચાણ બાબત ની અવિશ્વનયતા ઉભી થવાની શકયતા છે.

વેપારીઓની જેમ જ ઓન લાઇન વ્યાપાર માં કાયદાની મર્યાદામાં બંધાઇને ડ્રગ્સ એકટ મુજબ પ્રીસ્ક્રીપ્સન તથા ફાર્માસિસ્ટ ની હાજરીનું પાવન તેમને પણ જરુરી છે. દવાના ભાવ સરકારનું એનપીપીએ ખાતું નકકી કરે છે તથા ડીપીસીઓના કાયદાની અંતર્ગત દવાની કિંમત અને નફાનું ધોરણ પણ સરકાર જ નકકી કરે છે.

જેમાં અમારા વેપારીનો કોઇ જ રોલ નથી છતાં પણ ઓન લાઇન કંપનીઓ પડતરથી નીચા ભાવ વેચાણ કરે તેનો સિધો અર્થ દવાની ગુણવતાની બાબતનો આવે. જુદી જુદી બ્રાન્ડેડ દવાઓની એમઆરપી મુજબ ડોકટર જે બ્રાંડ લખે તેજ અમારે આપવાની આપવાની રહેશે ઓન લાઇન વેંચાણ માં દવાઓ મનફાવે તેમ બદલી નાખવામાં આવે છે જેમાં સરકારની દરમ્યાનગીરી જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.