Abtak Media Google News

છાશવારે વિજકાપ છતાં અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં

દ્વારકામાં છેલ્લા એકાદ પખવાડીયાથી ઉનાળાની સીઝન શરુ થતાં જ વિજ ધાંધીયાથી દ્વારકાવાસીઓ તથા ભાવિકો ત્રાહિમામ પોકારી ગયા હોવા છતાં ભાવિકો તથા સ્થાનીકોને પડતી મુશ્કેલી અંગે દ્વારા પીજીવીસીએલના અધિકારીગણ કુંભકર્ણની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. યાત્રાધામ દ્વારકા એ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ હોય દર વર્ષે અહીં કરોડો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે અને બાર માસમાંથી લગભગ દસ માસ જેટલા સમયમાં દેશ-વિદેશના શ્રઘ્ધાળુઓ તથા પર્યટકો અહીં જોવા મળે છે. આમ છતાં હોળી બાદ ઉનાળો બરાબર શરુ થતાની સાથે જ યાત્રાધામમાં વીજળીની સમસ્યા વકરી જતાં ભાવિકો તેમજ સ્થાનીક પ્રજાજનો તોબા પોકારી ગયા છે.

દિવસ દરમ્યાન ગમે ત્યારે કોઇપણ જાતની નોટીસ વગર અડધો કલાકથી બબ્બે કલાક જેટલા સમય સુધી લાઇટો ગુલ થઇ જતાં અસહય ઉકળાટનો માહોલ સર્જાય છે. આમ છતા દ્વારકા પીજીવીસીએલ કર્મચારીઓ યાંત્રીક ખામીઓ સર્જાવવાના અનેક બનાવો છતાં ફોલ્ટનું નિરાકરણ કરવામાં ઢીલાશને કારણે યાત્રીકો તેમજ પ્રજાજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવા છતાં અધિકારીગણ પ્રજાને સીધા સ્૫ર્શતા મુદ્દે બેજવાબદાર જોવા મળ્યા હોય પ્રજામાં વ્યાપક રોષની લાગણી પ્રવતી રહી છે. આ ઉ૫રાંત લગભગ એકાદ વર્ષ પહેલા દરેક વિસ્તારમાં લાઇટનો કાપ હોય ત્યારે વિજ ગ્રાહકને મોબાઇલમાં જ અગાઉથી જાણ કરાતી હતી જે એસ.એમ.એસ. પ્રજા પણ લાંબા સમયથી બંધ હોય પ્રજામાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.

કાર્યપાલક ઇજનેર ફોલ્ટ બાદ બબ્બે કલાક બાદ પણ બનાવથી અજાણ

અનેક વખત આ રીતે લાઇટો ગુલ થયા બાદ દ્વારકા પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઇજનેર ચૌહાણને ફોલ્ટ અંગે પૂછવામાં આવતા મને જાણ નથી તપાસ કરું છું એવો જવાબ આપતા જોવા મળતા યા તો અધિકારી ગંભીર મામલતે જોઇતી સતર્કતા અને સંવેદનશીતા ધરાવતા નથી યા તો કર્મચારીગણ દ્વારા તેમને મામલાઓથી અજાણમાં રાખવામાં આવતા હોય પ્રજામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

ગમે ત્યારે બત્તી ગુલ થતાં જ ઇન્કવાયરી નંબર સતત વ્યસ્ત

દ્વારકા પીજીવીસીએલ કચેરીમાં પ્રજાની સુખાકારી માટે કચેરી દ્વારા રાખવામાં આવેલ કચેરી ઇન્કવાયરી નંબર રાત્રિના સમય સહિત ગમે ત્યારે લાઇટો ગુલ થતાં જ બાજુમાં રાખી દેવામાં આવતો હોય તેમ સતત વ્યસ્ત જોવા મળતા હોય જવાબદાર ઓપરેટર દ્વારા પ્રજાના વ્યાજબી પ્રશ્ર્નોનો જવાબ ન આપવો પડે તે હેતુ આવી બેજવાબદાર પ્રવૃત્તિઓ કરાતી હોવાની પણ લોકચર્ચા આમ બનતા ઇન્કવાયરી નંબરની સુવિધા જયારે જરુર હોય તે સમયે કામ ન આવતા ફારસ સમાન બની ગઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.