Abtak Media Google News

રાહતભાવે રાજદાણ આપવા તેમજ નોકરીમાં સ્થાનિકોને અગ્રતા આપવાની માંગ

દ્વારકા તાલુકામાં વર્ષોથી ટાટા કેમીકલ્સ લી.કંપની કાર્યરત છે પરંતુ કંપનીની હાલની સ્થિતિ મુજબ મોટાભાગના કર્મચારીઓની નિમણુક બહારના વિસ્તારોમાંથી કરવામાં આવેલ છે. પરીણામે સ્થાનિક એજયુકેટેડ ઉમેદવારો ઘર આંગણે ગંગા હોવા છતાં રોજગારીથી વંચિત રહ્યા છે. કંપનીના પ્રદુષણથી ઓખા મંડળ તાલુકો પ્રદુષણયુકત થઈ રહેલ છે અને બીજી તરફ સ્થાનિકોને નોકરી નહીં મળવાથી બેવડું નુકસાન ઓખા મંડળ તાલુકાના પ્રજાજનો ભોગવી રહેલ છે. ઓખા મંડળની કાલની રોજગારીની પરિસ્થિતિ તથા અન્ય પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા જેઠાભા માણેક દ્વારા ટાટા કંપનીના મેનેજરને લેખિત રજુઆત કરેલ છે.

કંપનીના મેનેજરને રજુઆત કરતી વખતે તા.પં.પ્રમુખ લુણાભા સુમણીયા, રાંગાસરના સરપંચ પાલાભા, બાટીસાના સરપંચ ભોજાભા, વસઈના સરપંચ જીવણભા, ભીમરાણાના માજી સરપંચ દેવુભા, મોજપના સરપંચ વાઘાભા, જુનીઘેવાડના સરપંચ રાયધરભા, મેરીપુરના સરપંચ પત્રામલભા, પોશીત્રાના સરપંચ સોમાભાઈ, અણીયારીના સરપંચ ભગતભા, વાચ્છુના સરપંચ જાલુભા, ગોરીજાના સરપંચ સાવજાભા વગેરે ઉપસ્થિત રહેલ. વર્ષો પહેલા અછત તથા દુષ્કાળની પરિસ્થિતિમાં આ વિસ્તારમાં કંપની દ્વારા પશુપાલકોને ૨ રૂપિયા કિલો રાજદાણ (ભુસુ) આપવામાં આવતું. તો આ વર્ષે પણ વહેલીતકે ઓખા મંડળના દરેક ગામડાઓમાં આવું રાજદાણ આપવામાં આવે છે.

ઓખા મંડળ વિસ્તારમાં આવેલા કુવાઓને રીચાર્જ કરવાની કામગીરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ગોબર ગેસ પ્લાન્ટ માટે કંપની દ્વારા સબસીડી આપવા સહિતના વિવિધ પ્રશ્નો પરત્વે લેખિત રજુઆત કરી વહેલીતકે નિકાલ લાવવા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.