દ્વારકા સંકલ્પ એજયુ. ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટીવાસીઓને દીવાળીની ભેટ

63

સ્લમ વિસ્તારમાં સત્ય નારાયણની કથા યોજી પ્રસાદી વિતરણ કરાઇ

દ્વારકાના સંકલ્પ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિપાવલી પર્વની અનોખી ઉજવણીકરતા દ્વારકાના ઝુપડપટ્ટી વિસ્તારમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યુ હતું.  સાથે સાથે સમાજના આ તરછોડાયેલા ગણાતા વર્ગના આબાલવૃઘ્ધ પરિવારો સાથે ટ્રસ્ટના લોકોએ સપરિવાર પ્રસાદી ગ્રહણ કરી આવા વર્ગના બાળકો સહીતના પરિવારોને મુખ્યધારામાં લાવવા માટેન ઉમદા પ્રયાસ કર્યો હતો.

ઝુપડપટ્ટીના  લોકોએ પણ ટ્રસ્ટના લોકોને દિપાવલીની શુભકામના સાથે આશીર્વાદ પાઠવી તેમની ધાર્મિક સામાજીક સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.

Loading...