Abtak Media Google News

દ્વારકા નગરપાલીકા સંચાલીત ડી.એન.પી. ઈગ્લીશ મીડીયમ સ્કૂલમાં શરૂ થઈ રહેલા નવરાત્રી પર્વ પહેલા આજરોજ શાળાના બાળકો દ્વારા આરતી ડેકોરેશન, ગરબા ડેકોરેશન તેમજ દાંડીયા ડેકોરેશનની વિશિષ્ટ સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં પ્રિપાઈમરીધો.૧ થી ૪ તેમજ ધો. ૫ થી૮ એમ ત્રણ વિભાગમાં પ્રથમ ત્રણ ઉત્કૃષ્ટ કલાકૃતિઓને ઈનામો આપી પુરસ્કૃત કરવામાં આવનાર છે. શાળાના પ્રિન્સીપાલ મીનાક્ષીબેન ઠાકર તેમજ પ્રિ-પ્રાઈમરી વિભાગના પ્રિન્સીપાલ કપિલાબેન ભટ્ટ દ્વારા શાળાના બાળકોની અદભૂત કલાકૃતિઓ નિહાળી તેમજ શિક્ષકગણના સહયોગની પ્રશંસા કરી બિરદાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.