Abtak Media Google News

આગામી વર્ષ ૨૦૧૯માં દેશભરમાં લોકસભાની સામાન્ય ચુંટણીઓ યોજાનાર હોય તેના અનુસંધાને સમગ્ર રાજયની જેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભાજપ દ્વારા અલગ-અલગ મંડળો દ્વારા યોજવામાં આવતી સમીક્ષાઓની જેમ દ્વારકાના વીરબાઈ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જેમાં આગામી ચુંટણીઓ અંગે પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બપોરે ૨:૦૦ વાગ્યે યોજાયેલ સમીક્ષા બેઠકમાં લોકસભાની સ્થાનીય સીટ માટેના ઈન્ચાર્જ ચીમનભાઈ સાપરીયા, સહઈન્ચાર્જ મેઘજીભાઈ કણઝારીયા તેમજ સંગઠનના પ્રભારી કિરીટસિંહ રાણા તેમજ જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, દ્વારકા શહેર પ્રમુખ પરેશ ઝાખરીયા, મહામંત્રી વિજય બુજડ, પ્રભારી રમેશભાઈ હેરમા તેમજ સંગઠનના હોદેદારો, નગરપાલિકાના સદસ્યો, સ્થાનિય કાર્યકરો તેમજ યુવા ભાજપના કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.