Abtak Media Google News

રઘુવીર સેનાના ૧૧ સભ્યોને સન્માનિત કરાયા

રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિર, દ્વારકા દ્વારા માત્ર રૂ.૧/-ના ટોકન ચાર્જથી શરૂ થયેલ આદર્શ લગ્નોત્સવ જેમાં દિકરીની અનુકુળ તારીખે લગ્ન, ગોરવિધિ ખર્ચ, રૂ.૧૪,૦૦૦/- જેટલી રકમનો કરિયાવર તથા બંને પક્ષે એકાવન-એકાવન એમ કુલ એકસો બે માણસોને બે મિષ્ટાન સાથે જમણવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

જેને સમાજ દ્વારા સારો પ્રતિસાદ સાંપડેલ. તા.૮મી ફેબ્રુઆરીના રોજ ત્રણ લગ્ન તથા ૧૦મી ફેબ્રુઆરીના એક લગ્ન સાથે ૨૪૩મો લગ્નોત્સવ સંપન્ન થયો છે. ત્રણ લગ્નોત્સવની સાથોસાથ વારાણસીમાં જ્ઞાતિના ૮૦૦ લોકોને લઈ જઈ સુંદર આયોજન સાથે ભાગવત સપ્તાહ પરિપૂર્ણ કરવા બદલ રઘુવીર સેના દ્વારકાના અગિયાર સભ્યોનું સન્માન કરવામાં આવેલ.

આ ઉપરાંત આદર્શ લગ્નોત્સવમાં ઉમદા સહયોગ આપતા જલારામ સત્સંગ મંડળના બહેનોને પણ સન્માનિત કરાયા હતા. જલારામ મંદિર, અતિથિ ગૃહ નિર્માણમાં નિ:સ્વાર્થ સેવા આપવા બદલ જાણીતા આર્કિટેકટ અશ્ર્વિનભાઈ મનાણી તેમજ શાસ્ત્રી ચેતનભાઈ સાતા તથા બકુલભાઈ સાતાનું પણ સન્માન કરેલ.

આ પ્રસંગે મનસુખભાઈ બારાઈ ઓખા લોહાણા મહાજન પ્રમુખ, ઈશ્વભાઈ ઝાખરીયા શિવગંગા ચે.ટ્રસ્ટ પ્રમુખ તેમજ દ્વારકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સોશયલ ગ્રુપના પ્રમુખ અશ્વિનભાઈ ગોકાણી, ટ્રેઝરર નટુભાઈ ‚પારેલીયા, સલાહકાર સમિતિ ચેરમેન કે.જી.હિંડોચા, ટી.જે.સોમૈયા વગેરે જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.