Abtak Media Google News

જીએસટીની અડચણો દુર કરી સરળીકરણ કર્યું છે: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૯૬૨ કરોડની કિંમતના ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનનારા સીગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ બ્રીજને ભારતના સાંસ્કૃતિક વારસા સાથેની જોડતી કડી ગણાવ્યો હતો. દ્વારકા ખાતે ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાન ભાવુક બની ગયા હતા. સંઘના કાર્યકર્તા તરીકે બેટ દ્વારકામાં ગાળેલા પોતાના સંસ્મરણો મોદીએ વાગોળ્યા હતા અને ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારનો નાગરિકોના સપનામાં રંગ ભરવાનો નતમસ્તક પ્રયાસ સદા રહ્યો છે. જેના પરિપાકરૂપે સીગ્નેચર બ્રીજ સાકાર કરવામાં આવશે.ભારત વર્ષના આસ્થા કેન્દ્ર બેટ દ્વારકા અને ઓખાને જોડતા સમુદ્ર ઉપર ચાર માર્ગીય ૪.૫૬ કિ.મી., લંબાઈના કેબલ સ્ટેડ સીગ્નેચર બ્રીજ રૂ.૯૬૨ કરોડ, ગડુ પોરબંદર સેકશન પેવર શોલ્ડર ૯૧.૬૭ કિ.મી. અને પોરબંદર દ્વારકા ચાર માર્ગીય રોડ એમ કુલ રૂ.૧૯૭૦ કરોડના ખર્ચે ૧૧૭.૭૪૮ કિ.મી. નિર્માણ થનાર પ્રોજેકટોનું ભૂમિપૂજન વડાપ્રધાને ઉત્સાહપૂર્વક માહોલમાં કર્યું હતું.રાત્રીના સમયે કોઈપણ પ્રકારની આપતિ વખતે પડતી મુશ્કેલીના નિવારણ માટે આ બ્રીજ બનાવાઈ રહ્યો છે. જે પ્રવાસન ક્ષેત્રના વિકાસનું અગ્રીમ પગથીયું સાબિત થશે એવો વિશ્ર્વાસ વડાપ્રધાનએ વ્યકત કર્યો હતો. ઢળતા સુરજ અને સમુદ્રની લહેરોનો સાથ માણવા માટેની રોડ કનેકટીવીટી તરીકેની આ બ્રીજની અગત્યતાનો પણ મોદીએ ગૌરવાન્વીત સ્વરે ઉલ્લેખ કર્યો હતો. દેશનો સૌથી લાંબો દરીયા કિનારો ધરાવતા ગુજરાત રાજય માટે ‘બ્લુ ઈકોનોમી’ અન્વયે માછીમારોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ વડાપ્રધાન તેમના વકતવ્યમાં બખુબી વર્ણવી લીધી હતી અને માછીમારો પ્રત્યેની કેન્દ્ર સરકારની સંવેદનાનો પડઘો પાડયો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બુલેટ ટ્રેન માટે જાપાન સરકારના સહયોગનો વિરોધ કરનારાઓને મકકમ સ્વરે જણાવ્યું હતું કે આ જ જાપાની ટેકનોલોજીનો અલંગના શીપબ્રેકીંગ યાર્ડ માટે પણ ઉપયોગ કરાશે જે કેન્દ્ર સરકારની તટસ્થતા પ્રદર્શિત કરે છે. જીએસટીના ત્રણ મહિનાના અભ્યાસ પછી તેમાં રહેલી તમામ અડચણો દુર કરી જરૂરત મુજબ રેટ ઘટાડયા છે. સરળીકરણ કર્યું છે તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું કે આપણી વેપારી આલમ અમલદારશાહીમાં ફસાય તેવું કયારેય બનશે નહીં. જીએસટીમાં થયેલ સુધારાઓનું સૌએ સ્વાગત કર્યું છે. તેમના પ્રત્યે વડાપ્રધાને આભારની લાગણી વ્યકત કરી હતી.ભુતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી એક પાણીના ટાંકીનું ઉદઘાટન કરી સંતોષ અનુભવતા તેવી ટકોર કરી વડાપ્રધાને કહ્યું કે દુનિયા આજે બદલાઈ રહી છે તેને વિકાસની નવી ઉંચાઈ સુધી લઈ જવાનું હિન્દુસ્તાનના ૧૨૫ કરોડ નાગરિકોનું સ્વપ્ન છે અને એ સ્વપ્ન અમે સાર્થક કરીશું એવો વિશ્ર્વાસ છે. અમારી સંકલ્પના આમ આદમીના વિકાસની છે. બંદરો, રોડ, રેલવે હવાઈ સેવા, કોલ્ડસ્ટોરેજ વગેરેના વિકાસ થકી ખેડુતોની ખેત પેદાશ વિશ્ર્વના ખુણે-ખુણે પહોંચાડવી છે. જેનાથી તેમને પોષણક્ષમ ભાવ મળે અને તેઓ વધુ સક્ષમ બને. વિકાસ વાતોમાં ન થાય તેના માર્ટ દિર્ઘદ્રષ્ટિ, સંકલ્પના, પ્રતિબઘ્ધતા જોઈએ. જાનની બાજી લગાવવી પડે. જે કામ દેશની અને રાજયની સરકાર કરી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશને વંદન કરી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની આરંભેલી વિકાસગાથાને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. ગુજરાતના વિકાસના અવરોધ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતા દુર થયા છે. સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર સાર્થક થઈ રહ્યું છે. ગુજરાતની મહત્વકાંક્ષી નર્મદા યોજન, નેશનલ હાઈવેના પ્રોજેકટ, બુલેટ ટ્રેન સહિતના તમામ પ્રોજેકટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વિશેષ આભાર વ્યકત કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનનો ગુજરાતને સમગ્ર ક્ષેત્રે સાર્વત્રિક લાભ મળી રહ્યો છે.વેપારીઓને જી.એસ.ટી.માં પડતી અડચણોને કેન્દ્ર  સરકારે સંવેદનશીલતાી દુર કરી જી.એસ.ટી.માં સરળીકરણ કર્યું છે તેમ જણાવી  વિજયભાઇ રૂપાણીએ કહયું કે તેનાી ગુજરાતના વેપારીઓ-નિકાસકારોને લાભ શે.મુખ્યીમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રજભાઇની ઉપસ્તિતિમાં ઓખા-બેટ દ્વારકા અને રોડ નેટવર્કના પ્રોજેકટી વિશેષરૂપે આ વિસ્તારનો વિકાસ ઝડપી બનશે દ્વારકાની જાહો-જલાલીમાં વધારો શે તેમ ઉમેર્યું હતું.કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઇ ગડકરીએ આ બ્રિજને ઓખા-બેટ દ્વારકાના વિકાસ માટે સીમાચિહન ગણાવ્યો હતો. સીગ્નેચર બ્રિજના નિર્માણ પાછળની વડાપ્રધાન નરેન્દ્રભાઇની ભૂમિકા સ્પષ્ટ કરી હતી, અને રાત્રીના સમયમાં બેટ દ્વારકાની મુલાકાત ન લઇ શકતા યાત્રીઓને બ્રિજની સુવિધા પુરી પાડવા માટે મોદીને અભિનંદન પાઠવ્યાં હતા. વડાપ્રધાનએ દેશભરમાં લોકાર્પિત કરેલા અન્ય બ્રિજની વિગતો ટાંકતા કેન્દ્રય મંત્રી ગડકરીએ ગુજરાત રાજયમાં ૧ લાખ કિલોમિટરના સડક માર્ગ નિર્માણ કરવાની નેમ વ્યકત કરી હતી. તમામ ક્ષેત્રોમાં ઇ રહેલા ગુજરાતના વિકાસને પણ મંત્રી નિતિનભાઇએ બિરદાવ્યો હતો.કેન્દ્રીય માર્ગ પરિવહન રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ સૌનું સ્વાગત કરી કહયું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વતળે સમગ્ર દેશમાં રોડ નેટવર્કનું ભગીર કાર્ય હા ધરાયું છે.  વડાપ્રધાન નરેન્દ્રોભાઇ મોદીએ રીમોટ કંટ્રોલી સીગ્નેચર બ્રીજનું, ગડુ-દ્વારકા વચ્ચે બનનારા ફોરલેન માર્ગનું ઇ-તકતી આનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ટુંકી ડોકયુમેન્ટ્રીનું પણ પ્રસારણ કરાયું હતું.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતનભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ, રાજય સરકારના મંત્રીઓ ચિમનભાઇ સાપરીયા,  જયેશભાઇ રાદડીયા,  જશાભાઇ બારડ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, ચુનીભાઇ ગોહિલ,  રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય પબુભા માણેક, નેશનલ હાઇવે ઓોરીટીના અધ્યક્ષ દિપકકુમાર, કલેકટર જે.આર. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને વિશાળ જનમેદની આ અવસરમાં સહભાગી યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.