Abtak Media Google News

પુરુષોમાં ૧૯૭૦ થી ૧૯૮૦ના ગાળામાં સ્લીવલેસ અને જેકેટ્સનો ક્રેઝ આસમાન પર હતો. એ પછી ધીમે-ધીમે એની ડિમાન્ડ ઘટી. એ પછી ફરી અત્યારે અમુક પ્રકારના લોકો સ્લીવલેસ જેકેટ્સ ને પસંદ કરતાં થયા અને ઍથ્લીટ્સમાં આ પ્રકારના ક્લોધિંગનું ચલણ આજે પણ વધારેજોવા મળે છે. પોતે બનાવેલી બોડીને શો ઑફ કરવાના પર્પઝી પુરુષો સ્લીવલેસ જેકેટ કે પહેરતા હોય છે.

New 2014 Spring Leather Sleeve Stitching Denim Jacket Justin Bieber Similar Jean Coat Outdoors Leather Jacketsકમ્ફર્ટની દૃષ્ટિએ પણ એ બહેતરીન આઉટફિટ છે એમાં શંકાને સન ની. પ્રોપર ચોકસાઈ સો જો સ્લીવલેસ પહેરવામાં આવે તો પુરુષોમાં કેઝ્યુઅલ ડ્રેસિંગમાં બેસ્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની શકે છે. પરંતુ સો એ પણ એટલું જ સાચું છે કે સ્લીવલેસ પહેરતી વખતે તમારી કે અન્ય હાઇજીનનું ધ્યાન ન રાખવામાં આવે તો બહુ મોટું ફેશન-બ્લન્ડર પણ તાં વાર નહીં લાગે. પોતાની પર્સનાલિટી પ્રમાણે સ્લીવલેસ પહેરવામાં પુરુષોએ શું ધ્યાન રાખવું એ જાણીએ આજે.

સ્લીવલેસ કેટલાક પ્રકાર :

28D1443E C13E 4Bbd 9Eb9 8A3C28B74596કેટલાંક ટોપ સેપરેટલી પહેરવા માટે હોય છે, જ્યારે કેટલાંક ઇનરવેઅર તરીકે ઉપયોગમાં આવે છે. જેમ કે ગંજી અંદર પહેરવામાં આવે છે, પરંતુ અત્યારે કેટલીક સ્ટાઇલિશ ગંજીઓ માર્કેટમાં અવેલેબલ છે જે જિમ કે એક્સરસાઇઝ દરમ્યાન સેપરેટલી પણ પહેરો તો સારો લુક આપે છે. મોટે ભાગે ઇનરવેઅર તરીકે ગંજી પહેરીને એના પર જેકેટ પહેરો તો કેઝ્યુઅલ લુક આપે છે. યાદ રહે કે મોટે ભાગે સોલોવેઅર તરીકે જે પણ સ્લીવલેસ કે ગંજી ફોર્મેટનાં ટી હોય છે એનું મટીરિયલ જાડું હોય છે અને ગ્રાફિક ડિઝાઇનવાળાં હોય છે.

પર્સનલ હાઇજીન જરૂરી :

જ્યારે પણ તમે સ્લીવલેસ પહેરો છો ત્યારે તમે તમારા શરીરના અમુક હિસ્સાને રિવીલ કરો છો એટલે તમારા ઓવરઑલ હાઇજીન પર ધ્યાન હોવું જરૂરી છે. જેમ કે સ્લીવલેસ પહેરશો ત્યારે તમારા પસીનાની દુર્ગંધ સીધી લોકોને આવી શકે છે એટલે અન્ડરઆમ્ર્સની સ્વચ્છતા પર વિશેષ કાળજી રાખવી એ સ્લીવલેસ પહેરતા લોકો માટે પહેલી શરત છે. પ્રોપર ક્લીનિંગ અને ડીઓડરન્ટનો ઉપયોગ કરીને તમારા સ્ટાઇલિંગને તમે વધુ સારી રીતે લોકો સમક્ષ પ્રસ્તુત કરી શકશો.

જાણો બોટમમાં શું પહેરવું : 

પ્લેન ચિનોઝ, જીન્સ, ટ્રેક પેન્ટ્સ અવા શોટ્ર્સ પહેરીને ઉપર સ્લીવલેસ ટોપ પહેરશો તો સારું જ લાગશે. ફોર્મલ પેન્ટ સાથે આ પ્રકારનાં જરાય સારાં નહીં લાગે. કમસે કમ આ આઉટફિટમાં સેમીફોર્મલ લુકની ટ્રાય ન કરવી. સ્લીવલેસ કે શર્ટને ક્યારેય ફોર્મલ સો મિસમેચ ન કરવું એ જ યોગ્ય છે, નહીં તો એ તમારા લુકને એકદમ ફની બનાવી દેશે. બીજું એ કે બોટમમાં સ્લીવલેસ સો પ્રિન્ટેડ બોટમ સારાં નથી લાગતાં. સ્લીવલેસ પોતે જ ફન્કી લુક માટેનું ડ્રેસિંગ છે. એને વધુ ફન્કી બનાવવા માટે બિનજરૂરી ગતકડાં તમારા લુકને ફન્કી નહીં પણ ફની બનાવી દેશે.

તમારી બોડી પ્રમાણે :

Untitled 1 53સ્લીવલેસ પહેલાં તમારા શરીરનો પ્રકાર કેવો છે એ જાણી લેવો, એ પછી જ આગળ વધવું. તમારી સ્લીવલેસ સૂટ થશે જ એ જરૂરી ની. સૂટ નહીં તું હોય તો પણ જો તમે એ પહેરશો તો તમે ચોક્કસ હાંસીનું પાત્ર જ બની રહેશો. જેનો બાંધો મજબૂત છે અને દ્વારા મસલ્સ બનાવ્યા છે એ જો સ્કિનટાઇટ સ્લીવલેસ અવા સ્લીવલેસ જેકેટ પણ પહેરેશે તો બહુ જ સારો લુક મળશે. આમ તો આ પ્રકારનું ક્લોથીંગ ઍથ્લેટિક બોડી માટે શ્રેષ્ઠ છે, પરંતુ માનો કે તમારી બોડી એ પ્રકારની નથી તો પણ તમે થોડીક કાળજી સાથે સ્લીવલેસ પહેરી શકો છો.

ખાસ કરીને એમાં બે કાળજી રાખવાની. એક તો તમે જે પણ કે જેકેટ કે કેઝ્યુઅલ શર્ટ લો એનું મટીરિયલ સહેજ જાડું હોવું જોઈએ અને એ સ્કિનટાઇટ ન હોવું જોઈએ. તેમ જ એની નેકલાઇન કાં તો રાઉન્ડ શેપની કાં તો ચાઇનીઝ કોલર હોવા જોઈએ. વી નેક તમારા પર જરાય સૂટ નહીં થાય, કારણ કે એમાં ફ્રન્ટ બોડીનો સારોએવો ભાગ ઓપન રહેતો હોય છે જે પાતળો બાંધો ધરાવતા પુરુષોને નથી સારો લાગતો. બને ત્યાં સુધી કસાયેલો બાંધો ધરાવતા લોકોએ જ સ્લીવલેસ પહેરવાનો આગ્રહ રાખવો. જેઓ હજી પાતળા છે તેઓ કસરત અને પ્રોપર ડાયટ દ્વારા પોતાના શરીરને ચુસ્ત બનાવીને પછી આ પ્રકારનું ડ્રેસિંગ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.