Abtak Media Google News

સુરેન્દ્રનગર સબ જેલમાં ચેકિંગ દરમિયાન બેરેક નં. 2માં કાચા કામના કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. આ કેદી સામે પ્રિઝનએકટના ભંગ બદલ ફરિયાદ નોંધાતા વધુ તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

સુરેન્દ્રનગરની સબ જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઇલ મળી આવતા ચકચાર ફેલાઇ છે. આ સુરેન્દ્રનગર સબ જેલમાં જેલ સીપાઇ તરીકે ફરજ બજાવતા વિજયસિંહ મકવાણા જેલના કેદીઓનું ચેકિંગ કરતા હતા. ત્યારે બેરેક નં. 2માં કાચા કામના કેદી નાસીરભાઇ મોવરના પેન્ટના ખીસ્સામાંથી સેમસંગ કંપનીનો બેટરી સાથેનો મોબાઇલ મળ્યો હતો. નાસીર સામે પ્રિઝન એકટ હેઠળ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.