Abtak Media Google News

પૂર્વમાં ૧૦, પશ્ર્ચિમમાં ૧૩, દક્ષિણમાં ૮, ગ્રામ્યમાં ૧, જસદણમાં ૧૧, ગોંડલમાં ૯, જેતપુરમાં ૭ અને ધોરાજીમાં ૧૫ ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી

રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાં કુલ ૧૦૪ ઉમેદવારોમાંથી ૭૪ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છેે. જેમાં પૂર્વના ૧૦, પશ્ર્ચિમના ૧૩, દક્ષિણના ૮, ગ્રામ્યના ૧, જસદણનાં ૧૧, ગોંડલના ૯, જેતપુરનાં ૭ અને ધોરાજીના ૧૫ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ છે.

રાજકોટ પૂર્વ બેઠકમાં ઉમેદવારોએ ડિપોઝીટ પરત લેવા ૨૨૭૯ મત મેળવવાના હતા જેમાં આટલા મત ન મેળવનાર બસપાના મધુભાઈ ગોહેલ, આપના અજીત લોખીલ, ભારતીય ટ્રીબ્યુટ પાર્ટીના કરણાભાઈ માલધારી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના જીતેશભાઈ ધોળકિયા તેમજ અપક્ષ ઉમેદવારો જેરામભાઈ રાણપરીયા, રામદેવસિંહ વાઘેલા, મોહસીનભાઈ રાઉમા, મુકેશભાઈ રામાણી, રેખાબેન પરમાર, ભાવેશભાઈ ભાલાળાએ ડિપોઝીટ ગુમાવી છે.

રાજકોટ પશ્ર્ચિમ બેઠકમાં ડિપોઝીટ પરત મેળવવા ૫૩૭૬ મત જ‚રી હતા ત્યારે આટલા મત ન મેળવનાર બસપાના વિજયભાઈ પરમાર, શિવસેનાના કેતન ચંદારાણા, ગુજરાત જનચેતના પાર્ટીના મહેશભાઈ ભુત, રાષ્ટ્રીય મંગલ મિશન પાર્ટીના ભરતભાઈ વિરાણી અને અપક્ષ ઉમેદવારો રાજેન્દ્રભાઈ ચૌહાણ, હરીભાઈ પરમાર, વલ્લભભાઈ મશ‚, બીનાબેન લાડાણી, સિઘ્ધરાજસિંહ જાડેજા, નારણ વકાતરા, ધનરાજસિંહ ચૌહાણ, ચીમનલાલ ભુવા, ધર્મેશ ઉપાધ્યાયની ડિપોઝીટ જપ્ત થઈ છે.

રાજકોટ દક્ષિણ બેઠકમાં ડિપોઝીટ પરત મેળવવા ૪૭૧૩ મત જ‚રી હતા ત્યારે આટલા મત ન મેળવનાર બસપાના અંજુ પાડલીયા, એનસીપીના વિનોદભાઈ દેસાઈ, આપના ગીરીશભાઈ મારવીયા, શિવસેનાના નિશાંત પટેલ તેમજ અપક્ષ વિનોદભાઈ મકવાણા, જશપાલસિંહ તોમર, અતુલ કુબાવત, અઝીઝ વિરાણીએ ડિપોઝીટ ગુમાવી છે.

રાજકોટ ગ્રામ્ય બેઠકમાં ડિપોઝીટ પરત મેળવવા ૨૧૮ મત જ‚રી હતા ત્યારે માત્ર ૨૦૦ મત મેળવનાર અપક્ષ ઉમેદવાર કિશનભાઈ પરમારની ડિપોઝીટ જપ્ત કરાઈ છે. જસદણ બેઠકમાં ડિપોઝીટ પરત મેળવવા ૯૨૮ મત જ‚રી હતા ત્યારે ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના મનુભાઈ રાજપરા, ગુજરાત જનચેતના પાર્ટીના વલ્લભભાઈ પરમાર, વ્યવસ્થા પરીવર્તન પાર્ટીના હરજીભાઈ સરીયા, શિવસેનાના હસમુખભાઈ સકોરીયા તેમજ અપક્ષ ઉમેદવારો મોતીભાઈ રાજપરા, ભરતભાઈ મંકોડીયા, દિનેશભાઈ રાઠોડ, કનુભાઈ રાઠોડ, પરેશભાઈ રોજાસરા, ગોરધનભાઈ તવીયા, રણછોડભાઈ તવીયાએ ડિપોઝીટ ગુમાવી છે.

ગોંડલ બેઠકમાં ડિપોઝીટ પરત મેળવવા ઉમેદવારને ૧૫૪૦ મત ન મળતા એવા આપના નિમીષાબેન ખુંટ, બસપાના રાજેશ સખીયા, ભારતીય નેશનલ જનતા દળના ચંદુભાઈ વઘાસીયા, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના જયેશકુમાર વાડોદરીયા, ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના ‚ષિકેશ પંડયા અને અપક્ષ ઉગાભાઈ લાવડીયા, મુકેશભાઈ વરધાની, ચિરાગ રાદડિયા અને ધર્મેશ ખાટરીયાની ડિપોઝીટ ડુલ થઈ છે.

જેતપુર બેઠકમાં ડિપોઝીટ પરત લેવા ૨૫૫૯ મત ન મેળવી શકનાર બસપાના દિનેશ ચાવડા, એનસીપીના મયુર પટેલ અને અપક્ષ અલ્પેશ વાડોલીયા, અશોક સોંદરવા, વિમલ રાદડિયા, મહેશ રાદડિયા અને વિજય સાવલિયાની ડિપોઝીટ જપ્ત થઈ છે. ધોરાજી બેઠકમાં ડિપોઝીટ પરત લેવા માટે ૨૫૦૯ મત ન મેળવી શકનાર ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના હરપાલસિંહ ચુડાસમા, બસપાના મનહરલાલ ભાસ્કર, સમાજવાદી પાર્ટીના જેઠાભાઈ ડેર, આપના હાર્દિક વાછાણી, ગુજરાત જનચેતના પાર્ટીના મોનાબેન બલદાણીયા, જનતા દળના મનિષાબેન સુતલીયા, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના વિપુલભાઈ વાઘમશી, નવીન ભારત નિર્માણ મંચના રણજીત વિંઝુડા, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના જહીરભાઈ ધરાર અને અપક્ષ અશોક સોંદરવા, શાહીદ પરમાર, વશરામ સોંદરવા, અમિનભાઈ સમા, પરેશ ચાવડા, કિરીટકુમાર મારવાણીયાએ ડિપોઝીટ ગુમાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.