Abtak Media Google News

ઓખા-વિરમગામ તથા વિરમગામ-ઓખા ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે રદ રહેશે

રાજકોટ રેલવે ડિવિઝનના પડધરી અને ચણોલ સેકશનમાં ટ્રેક મેઈન્ટેન્સની કામગીરી ૧૬ થી ૩૧ ડિસે. સુધી હોવાને લીધે રેલવેના એન્જિનીયરીંગ વિભાગ દ્વારા બ્લોક રાખવામાં આવેલ છે.જેના કારણે અનેક ટ્રેનોમાં અસર પડશે જેમાં ટ્રેન નં. ૫૯૫૦૩ વિરમગામ-ઓખા લોકલ ૧૬ ડિસે. થી ૩૧ ડિસે. સુધી વિરમગામથી ઉપડીને દ્વારકા સુધી જશે તેમજ દ્વારકા-ઓખા વચ્ચે આંશીક રીતે રદ રહેશે. સાથોસાથ આ ટ્રેન પડધરી સુધી લગભગ એક કલાક ત્રીસ મીનીટ મોડી આવશે. જયારે ટ્રેન નં. ૫૯૫૦૪ ઓખા-વિરમગામ લોકલ ૧૭ ડિસે. ૨૦૧૯ થી ૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ઓખાને બદલે દ્વારકાથી ઉપડશે આમ આ ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે રદ રહેશે. જયારે પરિવતિત માર્ગથી દોડનારી ટ્રેનમાં ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧૬ ડિસે.થી ૩૧ ડિસે. ૨૦૧૯ સુધી હાપા, કાનાલુસને બદલે વાયા રાજકોટ ભકિતનગરે જેતલસર, વાંસજાળીયાના પરિવર્તિત માર્ગે દોડશે તેમજ ૧૬ થી ૩૧ ડિસે. સુધી કેટલીક ટ્રેનો મોડી આવશે જેમાં ટ્રેન નં. ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણોદેવી કટારા-જામનગર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન સોમવારે પડધરી સુધી ૧૫ મીનીટ મોડી, જયો મંગળવારે ટ્રેન ન. ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાહ રોહિલ્લા એકસપ્રેસ પડધરી સુધી ૩૬ મીનીટ મોડી, શુક્રવારે ટ્રેન નં. ૧૯૨૬૯ પોરબંદર-મુજફરપૂર મોતીહારી એકસપ્રેસ પડધરી સુધી ૩૬ મીનીટ અને શનિવારે ટ્રેન નં. ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ પડધરી સુધી ૩૬ મીનીટ મોડી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.