Abtak Media Google News

મંડળીમાંથી રૂ.૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ન શકતા જીવન ટુંકાવ્ય

દામનગર તાબાના સુવાગઢ ગામે એક યુવકે તેના બાના નામે રૂ. ૨.૭૫ લાખની મંડળીમાંથી લોન લીધી હોય પરંતુ દેણુ ભરપાઈ કરવું મુશ્કેલ બનતા તેણે વાડીના ફરજમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં પોલીસને જાણ થતા પોલીસે આગળની તપાસ હાત ધરી હતી.

યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની આ ઘટના દામનગર તાબાના સુવાગઢ ગામની સીમમાં બનીહતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૂળ ઉમરાળા તાબાના લાખાવડ ગામના અને હાલ સુવાગઢ રહેતા દામજીભાઈ જીવાભાઈ મકવારા ઉ.૪૫ નામનાયુવકે તેના બાના નામે રૂ.૨.૭૫ લાખની મંડળીમાંથી લોન લીધી હતી.

જોકે આ દેણુભરવું મુશ્કેલ લાગતા તેણે વાડીના ફરજામાં આવેલ ઓરડીમાં મોભાર સાથે દોરી બાધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતુ આ બારામાં મૃતકનાભાઈ પ્રવિણભાઈએ દામનગર પોલીસ મથકમાં જાણ કરી છે. બનાવ અંગે એએસઆઈ પી.આર.દેશાણી તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.