Abtak Media Google News

વ્યાજ અને ફાયનાન્સમાંથી પૈસાની જરૂરિયાત પુરી કરવાના બદલે સરકારી યોજનાનો લાભ લેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનો અનુરોધ

શહેરમાં તાજેતરમાં શરીર સંબંધી ગુનાનું પ્રમાણ વધ્યું છે તે અંગે ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે આ પ્રકારના ગુના ઘટે તે માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી હોવાનું અને નાણાની જ‚રીયત સમયે વ્યાજ અને ફાયનાન્સમાંથી પુરી કરવાના બદલે સરકારી યોજનાનો લાભ લઇ નિયમ મુજબ નાણાકીય વ્યહાર કરે તેવો અનુરોધ કર્યો છે.

તાત્કાલિક નાણાની જરુરીયાત પુરી કરવા માટે કેટલીક વ્યક્તિઓ ગેર કાયદે નાણા ધિરધારનો વ્યવસાય કરનાર અને ફાયનાન્સ પેઢીમાંથી ઉચા વ્યાજે નાણા લીધા બાદ પરત ચુકવવામાં અસમર્થ બને ત્યારે ઝઘડા અને મારામારી જેવા ગુના બનતા હોય છે.

વ્યાજખોરોના દબાણના કારણે આપઘાત, મારામારી અને હત્યા સુધીની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે શહેરમાં ખાસ ડ્રાઇવ શ‚ કરાવી વ્યાજના અસરગ્રસ્તોને રૂબરૂ મળી તેઓની ફરિયાદ સાંભળવા એક નવતર પ્રયોગ શ‚ કર્યો છે તેના કારણે મોટી સંખ્યામાં પોલીસને ફરિયાદ મળી છે. ૨૦૦થી વધુ વ્યાજના ધંધાર્થીઓ સામે ગુના નોંધાયા છે.

અને ૮૦ થી વધુ શખ્સો સામે પાસાના વોરન્ટ કાઢી માથાભારે તત્વોને જેલ હવાલે કર્યા હોવાનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહેલૌતે જણાવ્યું છે.

વ્યાજના ધંધાર્થીઓને કાયદાનું ભાન કરાવવા ચાર સ્થળે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમા મોટી સંખ્યામાં મળેલી ફરિયાદ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કેટલાક ફાયનાન્સના ધંધાર્થીઓ નાણાધિરધારનું લાયસન્સ ધરાવે છે તેઓ નિયમ કરતા વધુ વ્યાજ વસુલ કરતા હોવાની પણ પોલીસને ફરિયાદ મળી હોવાથી તે દિશામાં પણ તપાસ શ‚ કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ શરીર સંબંધી ગુના ૨૫૦ જેટલા ઓછા નોંધાયા છે.

પૈસાના કારણે મારામારીના થતા ગુના અટકાવવા પોલીસ સજાગ હોવાનું જણાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે લોકોને સરકારી નિયમ મુજબ નાણાની જ‚રીયાત પુરી કરવા અનુરોધ કર્યો હતો. તેમજ લુખ્ખા અને લેભાગુઓ પાસેથી નાણા ન મેળવવા કહ્યુ હતું.

ઘણા કેસમાં પેમેન્ટ ચુકવી દીધુ હોવા છતાં ધાક ધમકી દઇ ઉઘરાણી કરવામાં આવતી હોય છે તો કેટલાક કેસમાં નાણા લીધા બાદ વ્યાજ પણ ભરી શકે તેવી સ્થિતીમાં વ્યક્તિ ન હોવાથી ઘર્ષણ થતું હોવાનું જણાવ્યું છે.

આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે પણ પોલીસને લોકો દ્વારા સહકાર મળે તેવો અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.