Abtak Media Google News

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ૧૧મીએ જિલ્લાના હજારો ખેડૂતો વિશાળ રેલી કાઢી આવેદન પાઠવશે: જગતાતને વાચા આપવા સંઘના હોદ્દેદારો ‘અબતક’ની મુલાકાતે

ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના ખેડૂતોનો મગફળી/કપાસનો પાક નિષ્ફળ જતાં સરકારે જાહેર કરેલ અછત અને અર્ધઅછત તાલુકાના ખેડૂતોને પાક વીમાથી વંચિત રાખેલ છે અને હળાહળ અન્યાય કરેલ છે. પાક વીમાની માંગણી અને ચૂકવવા માટે ન્યાય મેળવવા ગુરૂવારે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરેલ છે. ગુરૂવારે સવારે ૧૦ કલાકે બહુમાળી ભવન પાસે, રેસકોર્ષ, રાજકોટખાતે રેલી, સભા સંબોધન તથા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાશે.

ઉપરોકત રેલીમાં જિલ્લાના ખેડૂતોને ન્યાય મેળવવા અને ખેડૂતોના પ્રશ્ર્નો રજૂ કરવા માટે જિલ્લાના તમામ ગામોના ખેડૂતો તેમજ દરેક ખેડૂત સંગઠન ભાજપ/કોંગ્રેસ તેમજ દરેક પક્ષના નેતાઓ જો ખેડૂતોનુ હિત ઈચ્છતા હોય તો તેઓના દરેક કર્તાઓને સાથે લઈને આ ખેડૂતોના ખરબા સમયમાં સાથ આપવા એક ખેડૂત તરીકે આગળ આવે કોઈપણ પ્રકારનું રાજકારણ વગર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા તથા જિલ્લાના તમામ ખેડૂતો વતી જિલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા અને તમામ તાલુકા પ્રમુખોને હાજર રહેવા અનુરોધ કરેલ છે.

સરકાર ખેડૂત વિરોધી માનસીકતા ભોગથી બરબાદ થતા ગામડા અને ગામડાના લોકોનું જીવવું દુષ્કર થતું જાય છે. તેવા સમયે અસંખ્ય ખેડૂતો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવા જઈ રહ્યાં છીએ જેની નામ જોગ યાદી અને અરજી આવેદનપત્ર સાથે આપવાના છીએ વધારેમાં વધારે ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડાવવા દિલીપભાઈ સખીયા, મનોજભાઈ ડોબરીયા, ભરતભાઈ પીપળીયા, ઠાકરસીભાઈ પીપળીયા, રમેશ ચોવટીયા, કિશોરભાઈ સગપરીયા, બસુભાઈ ધામી, પ્રભુભાઈ મણવર, મધુભાઈ પાંભર વગેરેએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.