Abtak Media Google News

છેવાડાના વિસ્તારોમા પહોચાડવાનું પાણી બારોબાર વેંચી મરાતુ હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની સીઝન અને આકરા તાપમાન વચ્ચે શહેરના અનેક છેવાડાના વિસ્તાર આજુબાજુના નાના મોટા ગામડાઓમાં જયારે ઉનાળાની સીઝનમાં ખાસ કરીને પાણી પાણીનો પોકાર સર્જાયો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરનાં છેવાડાના અનેક વિસ્તારોમાં પણ પીવાના પાણી માટે અનેક જગ્યાઓ ઉપર ટેન્કર રાજ ચાલી રહ્યું છે.ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પાણીના ફેરા બારોબાર કાળોકારોબાર ચાલતો હોવાની શહેરનાં અનેક વિસ્તારોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકી ઉપર સવારના ૫ થી રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી પાણીના ટેઈલરો દ્વારા પાણી ભરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં સપ્લાયકરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં પહોચાડવામાં આવતું આ પાણી બાંધકામ લગ્ન પ્રસંગે, દવાખાના તેમજ અનેક મોટા ગજાના વ્યવહા‚ને ત્યાં પાણી બારોબાર કારોબાર ચલાવાતો હોવાનું જાણવા મળી ર્હ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લોકોની જ‚રીયાત મુજબના ફેરા અને પાણી પહોચાડવામાં મોટાપાયે ગોટાળા હોવાની લોકોમાં લોક ચર્ચા ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.