Abtak Media Google News

૧૯મી સપ્ટેમ્બર સુધીમાં હાઈકોર્ટ આગળની પ્રક્રિયા માટેના સૂચનો આપશે

રાઈટ ટુ એજયુકેશન હેઠળ દરેકને ભણવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ આરટીઈની કામગીરીમાં છીંડાને કારણે અનેકવખત બાળકો શિક્ષણ અથવા સુવિધાથી વંચિત રહેવાના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે રાજય સરકારે હાઈકોર્ટને કહ્યું કે જે વાલીઓ રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત પોતાના ઘર નજીકની સ્કૂલોમાં પોતાના બાળકોનું એડમીશન કરાવવા માટેની વાટ જોઈ રહ્યા છે. તેને વિકલ્પ આપવો મુશ્કેલ બનશે. સરકારે કહ્યું કે ડિવિઝન બેન્ચ માટે થર્ડ રાઉન્ડના એડમીશન શકય બનશે નહીં તેને, કારણે ૩૯ હજાર ભૂલકાઓ ભવિષ્ય જોખમાયું છે.

અરજદાર સંદીપનો દાવો છે કે ૩૯ હજાર બાળકો એડમીશનની વાટ જોઈને બેઠા છે. ખાનગી શાળાઓમાં ૨૫ ટકા કવોટા આરટીઈ માટે અનામત રખાય છે. પણ ખાનગી શાળાઓમાં શૈક્ષણીક વર્ષ શરૂ થયાને બે મહિના જેટલો સમય પસાર થઈ ચૂકયા હોવા છતા ૩૫ હજાર સીટો ભરવામાં આવી નથી કારણ કે થર્ડ રાઉન્ડમાં તેના બાળકોને નજીકની સ્કૂલમાં એડમીશન મળશે એમ માની કેટલાક વાલીઓએ સેકન્ડ રાઉન્ડમાં ઓછી અરજીઓ કરતા બાળકોને સ્કૂલોમાં એડમીશન મળશે નહી અને કદાચ ખાનગી શાળાઓમાં પણ આરટીઆઈ હેઠળની સીટો ખાલી રહી શકે છે.

અને તેથી ૩૯ હજાર ભૂલકાઓ એડમીશનથી વંચિત રહેશે હાઈકોર્ટે તમામ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ સમગ્ર માહિતી ૧૯મી સપ્ટેમ્બરે આગળ વધારવાની સૂચના આપી છે. પરિસ્થિતિ અને મુળભૂત અધિકારો જળવાય રહે, માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એ વર્તમાન શૈક્ષણીક વર્ષ હોય કે પછી આગામી વર્ષ, હવે બાકી રહેલા ૩૯ હજાર બાકી રહેલા ભૂલકાઓને રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત ખરા અર્થમાં અધિકારો મળશે કે કેમ તે આવનારો સમય જ દર્શાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.