Abtak Media Google News

પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા નક્કી કરાયેલા પાંચ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હોય અને શહેરભરમાંથી લોકો ગણેશ વિસર્જન માટે આવતા હોવાથી ભારે ભીડના કારણે ખોખળદળ નદી, અટલ સરોવર, આજીડેમ પાછળ ખાણ વિસ્તાર, બેડીગામની નદી, લાપાસરી નજીક નદી અને રામનાથ મહાદેવ પાસે આજી નદી સહિતના સ્થળોએ મુર્તિ વિસર્જન કરાતી હોવાથી દુર્ઘટનાનો શિકાર બને છે, યુવાધન નશો કરેલી હાલતમાં ડીજેના તાલે ભાન ભુલી મુર્તિ વિસર્જન કરવા જતા ઉંડા પાણીના કારણે ડુબી જવાની સંભાવનાઓ રહે છે

શહેરભરમાં રહેતા મહારાષ્ટ્રીયન મંડળો દ્વારા જુદા જુદા સંગઠનો દ્વારા શહેરમાં ગણેશ ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે ગણેશ વિસર્જન હોવાથી પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા નકકી કરવામાં આવેલ પાંચ સ્થળોએ ગણેશજીની મુર્તિ વિસર્જન કરવાનું નકકી કરવામાં આવ્યું છે. કેટલાક લોકો ઉતાવળા થઈ નજીકમાં આવેલ ખાણ, નદી, નાળામાં પાણી ભરાયા હોય ત્યાં મુર્તિ વિસર્જન કરવા જતાં દુર્ઘટના સર્જાતી હોય છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.

શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર આવેલ ખાણમાં અગાઉ દશામાની મુર્તિ વિસર્જન વખતે એક જ પરિવારના ત્રણ સભ્યોના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત થયા હતા. ત્યારબાદ આજી ડેમની પાછળના  ભાગે આવેલ ઉંડા ખાડામાં ગણેશજીની મુર્તિ વિસર્જન કરતી વેળાએ બે યુવાનોના ડુબી જવાના કારણે મોત નિપજયા હોવાનું અગાઉ પોલીસ ચોપડી નોંધાયું છે. ત્યારે હાલ ૨૦૧૯ ગણેશ મહોત્સવ નિમિત્તે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અગાઉથી જ જાહેરનામુ બહાર પાડી ગણપતિ બાપાના વિસર્જન માટે પાંચ જગ્યાઓ નિયત કરવામાં આવી છે. જેમાં આજી ડેમ ઓવરફલોની આગળ આવેલ ખાણ, વાગુદળ પાસે આવેલ ચેકડેમ, મવડી રોડ પર જખરાપીરની દરગાહ નજીકની નદી અને જામનગર રોડ પર હનુમાન ધારા સહિત પાંચ સ્થળોએ ગણેશજીની મુર્તિ વિસર્જન માટેના સ્થળો નકકી કરવામાં આવ્યા છે. શહેરમાં જુદા જુદા સંગઠનો દ્વારા ગણેશની સપના કરવામાં આવ્યા બાદ ગઈકાલે તા.૨૨-૯ના મુર્તિ પૂજન કર્યા બાદ વિસર્જન માટે જુદા જુદા વિસ્તારોમાંથી ધાર્મિક સંઘર્ષો નિકળવાના હોય જેથી પોલીસ દ્વારા આ સંઘર્ષો અને નકકી કરાયેલા વિસર્જનના સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે દુર્ઘટના ન સર્જાય તે માટે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા ગણેશ વિસર્જનના સ્થળોએ ૨ એસીપી, ૫ પીઆઈ, ૧૨ પીએસઆઈ, એએસઆઈ-એચસી-પીસી સહિત ૮૧ પોલીસ કર્મી તથા ૧૭ મહિલા પોલીસ કર્મી સહિત કુલ ૧૮૪ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

Lakes

આમ છતાં શહેરમાં ગણપતિની સપના કરનાર નાના પંડાલના લોકો દ્વારા ઝડપી ગણપતિની મુર્તિ વિસર્જન કરવા માટે અને ટ્રાફિક તા અન્ય ભીડનો સામનો ન કરવો પડે તે માટે પોતાના ઘર કે સોસાયટીની નજીકમાં સારા વરસાદના કારણે વરસાદના પાણી ભરાયા હોય તેવા નદી, નાળા કે ખાણના ખાડાઓમાં ગણેશજીની મુર્તિ વિસર્જન કરતા હોય છે. આ સ્થળો પર પોલીસનો કોઈ બંદોબસ્ત ન હોય અને ફાયર બ્રિગેડના તરવૈયાઓ ન હોવાના કારણે આવા સ્થળોએ દુર્ઘટના સર્જાવાની પુરેપુરી સંભાવનાઓ રહેલી છે. ધાર્મિક સંઘર્ષમાં ડીજેના તાલના સંગો મસ્તી કરતા યુવાનો અને કેટલાક યુવાનોએ નશો કરેલી હાલતમાં હોવાથી આવા સ્થળોએ મોજ મસ્તી કરતા કરતા ગણેશ વિસર્જન કરતા હોવાથી નદી નાળા કે ખાણના ઉંડા ખાડામાં પાણી કેટલું ઉંડુ છે તેનો ખ્યાલ ન આવતા યુવાનોના ડુબવાની સંભાવનાઓ વધુ રહેલી છે અને ડુબતા યુવાનોને બચાવવા પડતા અન્ય યુવાનો પણ ડુબે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શકયતાઓ પણ રહેલી છે.

પોલીસે નકકી કર્યા સીવાયના સ્થળોએ જો લોકો ગણેશની મુર્તિ વિસર્જન કરવા જાય ત્યારે આવા સ્થળોએ જોખમ કેટલું તે લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ. આ વર્ષે શહેરમાં સારો વરસાદ થવાના કારણે નદી, નાળા, ચેકડેમ અને ખાણમાં પાણી ભરાયેલા છે. જેમાં લોકો ગણેશજીની મુર્તિ વિસર્જન કરે છે ત્યારે ગંદકીના કારણે અને ભગવાનની દુર્દશાી લોકોની ધાર્મિક લાગણી દુભાય તો આવા સંજોગોની તકેદારી કોણ કરશે ? તે પણ લોકોએ ધ્યાને રાખયું જોઈએ. ગણપતિ વિસર્જનના નકકી કરાયેલા સ્થળ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે સાથે ફાયર બ્રિગેડના તરવૈયાનો સ્ટાફ પણ ખડેપગે રાખવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પાંચ સ્થળોએ મોટી ક્રેઈન કે જેના કારણે ગણેશજીની મોટી મુર્તિઓને વ્યવસ્થીત અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મુર્તિ વિસર્જન માટે સ્થળ પર રાખવામાં આવી છે. ફાયર બ્રિગેડના તરવૈયાઓ અને મુર્તિ વિસર્જન કરવા આવતા અન્ય લોકો માટે વોટર રેસ્કયુની કામગીરી કરવા માટે લાઈફ જેકેટ, લાઈટ બોટ, રસ્સા સહિત અનેક પ્રકારના સાધનોની વ્યવસ્થા સાથે સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.