Abtak Media Google News

વોર્ડ નં.૯,૧૦,૧૧ અને ૧૨માં ફરિયાદોનો ધોધ: તપાસ કરાશે

ચૂંટણી સભાના પ્રવચન દરમિયાન લાફો મારી યુવાને રોષ વ્યક્ત કરતા અફડાતફડી સર્જાય: સભામાં ઉપસ્થિત લોકોએ યુવાનને લમધારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે મહાપાલિકા દ્વારા ૪૦૦ જેટલી ટીપરવાન દોડાવવામાં આવી રહી છે. યોગ્ય મેઈન્ટન્સના અભાવે અનેક ટીપરવાનના ટાયરો ઘસાઈ ગયા છે. જેના કારણે દિવસમાં અનેક વખત પંચકરો પડતા હોય સમયસર કચરો એકત્ર કરવા માટે પહોંચી શકાતું ન હોવાથી ડ્રાઈવરોમાં રોષ ફાટી નિકળ્યો છે. શહેરનાં ૪ વોર્ડમાં સૌથી વધુ ટીપરવાનની હાલત ખરાબ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવામાં તપાસના આદેશ પણ પર્યાવરણ ઈજનેર દ્વારા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપરવાન દોડી રહી છે તેમાં વોર્ડ નં.૯,૧૦,૧૧ અને ૧૨માં ટીપરવાનનાં ટાયરો સાવ ઘસાઈ ગયા છે. જેના કારણે પંકચર પડવાની સમસ્યા વધી છે. વારંવાર પંકચર પડતા હોવાનાં કારણે ગાર્બેજ કલેકશન માટે સમયસર પહોંચી શકાતું ન હોવાની ફરિયાદો ડ્રાઈવર અને હેલ્પરોમાંથી ઉઠી છે.

આગામી જુલાઈ માસમાં ટીપરવાનનો કોન્ટ્રાકટ પૂર્ણ થતો હોવાના કારણે હાલ જે એજન્સી પાસે કોન્ટ્રાકટ છે તે ટાયર બદલાવવાની તસ્દી લેતું નથી. ટાયર બદલ્યા બાદ જો નવો કોન્ટ્રાકટ ન મળે તો ખર્ચ માથે પડે તેવા ભયથી ટાયર બદલાવવામાં આવતા નથી. એક ટીપરવાન રોજ સરેરાશ ૬૦ થી ૭૦ કિલોમીટર ચાલે છે અને રોજ એકવાર તો પંકચર પડતું હોવાની સમસ્યા હવે રોજીંદી બની ગઈ છે.

પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમારે પણ કબુલ્યું હતું કે, વોર્ડ નં.૯,૧૦,૧૧ અને ૧૨માં ટીપરવાનના ટાયરો ઘસાઈ ગયા હોવાના કારણે વારંવાર પંકચર પડતા હોવાની ફરિયાદો મળી છે. આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ જુના કોન્ટ્રાકટરે જુના ટાયર જ ધાબડી દેતા ભારે દેકારો બોલી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.