Abtak Media Google News

દસ દિવસ માં સમસ્યા નું સમાધાન નહિ આવે તો ભાટીયા સજ્જડ બંધ ની ચીમકી ઉચ્ચારાઈ

હાલ ના ડીજીટલ યુગ મા વીજ અતિમહત્વ નું સ્થાન ધરાવે છે  ને મનુષ્ય ને જેમ ઓક્સિજન વગર ના રહી સકે તેમજ પુરતા તેમજ નિયમિત વીજ સપ્લાય વગર હાલ ના આધુનિક જમાનામાં રહેવું અશક્ય છે ને અપૂરતા વીજ પુરવઠા ના  કારણે લોકો તેમજ ઉદ્યોગ ,ધંધા નો વિકાસ રૂંધાય છે

જામ કલ્યાણપુર તાલુકાના સહુ થી વિકસિત તેમજ મોટા એવા ભાટીયા ગામને છેલ્લા ચાર મહિના નથી પાવર સપ્લાય બાબતે  ભારે હાલાકી નો સામનો કરી રહયા છે ,દિવસ દરમ્યાન કોઈ પણ સમયે ૨ થી ૫ કલાક પાવર કટ સામાન્ય બાબત બની ગયેલ મોખિક અનેક રજુઅતો કરવા છતા પરિસ્થિતિ માં કોઈપણ જાત નો બદલાવ ના આવતા આજ રોજ ભાટીયા ના સરપંચ ની આગેવાનીમાં ભાટીયા ગ્રામ ના લોકો ને સાથે રાખી મામલતદાર –કલ્યાણપુર ખાતે લેખિત આવેદન પાઠવામાં આવ્યું હતું જેમાં આજ એટલે કે ૨/૭ થી દિવસ દસ માં સમસ્યા નો નિકાલ નહિ આવે તો તા ૧૩/૭ થી ભાટીયા સજ્જડ બંધ ની ચીમકી ઉચ્ચારી હતી

આવેદન જામ કલ્યાણપુર ના મામલતદાર ખરાડી એ સ્વીકારેલ ,ગ્રામ જનો દ્વારા મામલતદાર ને પરિસ્થિતિ થી વાકેફ કાર્ય હતા ને લેખિત સાથે મોખિક રજુઆત પણ કરેલ જેના પ્રત્યુત્તર મા મામલતદારે વહેલી તકે આ સમસ્યા નું સમાધાન લ્યાવસે તેવું જણાવેલ

આ આવેદન સમયે એક ઘટના ઘટી જે રમુજ કરાવનાર છે ,જયારે ભાટીયા ના ગ્રામજ નો વીજ પ્રશ્ને કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા ગયા ત્યારે મામલતદાર કચેરી ખાતે જ પાવર સપ્લાય બંધ હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.