Abtak Media Google News

જીવાદોરી સમાન ડેમ તળિયા ઝાટકતાં પાણીની તીવ્ર તંગી: નર્મદાના નીર ઠાલવવા સનિકોની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં આવેલ ને ૧૧૦ ગામોને પાણી પૂરું પડતો સાની ડેમ સરકારની મેલી નીતિની સાક્ષી પુરાવી રહ્યો છે.

દ્વારકા જિલ્લાનો વિશાળ એરિયામા પથરાયેલો આ ડેમ દ્વારકા તાલુકાના ૪૫ અને કલ્યાણપુર તાલુકાના ૬૫ થી વધુ ગામોની આમ કુલ ૧૧૦ ગામોની ૩૦ વર્ષથી તરસ છીપાવતો રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ ડેમ પ્રત્યે જાણે ઉદાસીનતા જોવા મળી રહી છે. આ ડેમને નર્મદાના નીરથી ભરવાની વાત બે વખત ખાત મુહૂર્ત સાથે ચૂંટણી આવે ત્યારે મોટા ઉપાડે કરવામાં આવે છે ત્યારે આ વખતે વર્ષે ડેમ સાવ ખાલી ખમ હોઈ ક્યાંક આ ડેમ જાણે આજીજી કરી પોતાની વ્યથા ઠાલવતો હોઈ અને અને જાણે ખુદ તરસ્યો બન્યો હોઈ એવા દ્રશ્યો હાલ સાની ડેમ ખાલી થતા સર્જાયા છે.

૧૯૯૦માં આ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયેલ હતો. આ સાની ડેમની સંગ્રહ ક્ષમતા ૧૩૭૭.૮૫ એમસીએફટી, નદીના તળિયાથી ૧૭.૨૫ મીટર ઉંચાઈ સુધી ની છે.સાની ડેમ કુલ ૧૩.૦૩ મિલિયન સ્કવેર ચોરસ મીટર માં ફેલાયેલ છે આ સાની ડેમ વિશાળ કદની રૂપરેખા જેના કારણે કલ્યાણપુર તાલુકાના ૧૦ જેટલા ગામોની ખેતી માટે સાની ડેમ આશીર્વાદરૂપ બનતો આવ્યો છે આ ગામોના ખેડૂતોની  વિકાસની ગાથા સાની ડેમને આભારી કહી શકાય.ત્યારે આસપાસના ગામો એમ કહી શકાય કે સાની વિના સુના છે.

સાની ડેમ તંત્રની મેનેજમેન્ટની ખામી તેમજ બેદરકારીને કારણે હંમેશા ચર્ચામા રહેતો આવ્યો છે પરંતુ આ વખતે ડેમની દુર્દશા જોઈ એવું ચોક્કસ કહી શકાય કે ૧૧૦ ગામોની તરસ છીપાવનાર સાની ખુદ જાણે પાણી બુંદ માટે તરસી રહ્યો હોય તેવા દ્રશ્યો હાલ ડેમ પર જોવા મળી રહયા છે જામ કલ્યાણપુર તાલુકા તેમજ ઓખા મંડળના ભૂગર્ભ તળમાં પાણીની માત્ર ઓછી હોય તેમજ જીવ દોરી સમાન સાની ડેમ પાન ખાલીખમ્મ હોવાને કારણે આ વર્ષે પાણીની તીવ્ર માંગ સામે ઉભો થઇ છે. જેના કારણે દ્વારકા તાલુકા તેમજ કલ્યાણપુર તાલુકાને તીવ્ર પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે સાની ડેમ ભરેલો હોઈ એટલે દરિયા જેવો વિશાળ કદ ધરાવતો હોય છે. ગુજરાત સરકાર દ્વારા અનેક મોટી જાહેરાત ડેમ ભરવાની કરવામા આવી પણ હજુ સુધી આ સાની ડેમને  નર્મદાથી એક પણ વખત ભરી શકાયો  નથી ક્યાંક સરકારની ચોક્કસ કચાસ અહીં રહેવા પામી છે કેમ કે જે ડેમ ૧૧૦ ગામો માટે જીવાદોરી સમાન હોય તો આ ડેમને અહીં વિશાળ આ સાની ડેમમા પાણીની સંગ્રહ ક્ષમતા પણ હોઈ તો આ ડેમમા નર્મદાના નીર સરકાર જલ્દી પહોંચાડે તેવું સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.