Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા ના રતનપર મા અનેક રજૂઆતો બાદ પણ હજુ ગંદા પાણી નો યોગ્ય નિકાલ થતો નથી

જયાં ગંદુ પાણી ભરાયુ છે તેની બાજુ માં એક સાળા આવેલી છે હજારો વિધાર્થીઓ ત્યાં અભિયાશ કરે છે તેમના સ્વાસ્થ્ય ને વધુ નુકસાન ન થાય તે પહેલાં તંત્ર એ જગવા ની જરૂર..

રતનપરમાં ઠેર ઠેર ભરાયેલાં ગંદાં પાણીથીરહીશોનેહાલાકીમચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાવાનો ભય

2 58સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા રતનપર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં ખુલ્લા મેદાન સહીત અનેક વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણીથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. અને સતત ભરાયેલા રહેતા પાણીથી માખી અને મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાવાનો પણ ભય ઉભો થયો છે.

3 45

ચાલુ વર્ષે થયેલા થોડા વરસાદમાં પણ સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી હતી. રતનપરસ્વામિનારાયણ મંદિર પાછળના ખુલ્લા મેદાન, કુમકુમ સોસાયટી સામે, કુંડીવાવસહીતના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેનો યોગ્ય નિકાલના અભાવે સતત ભરાયેલા રહેતા પાણીના કારણે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડેછે.આ અંગે સ્થાનિકો રહીશો દ્વારા જણાવ્યું કે પાણીના ભરાવાને કારણે માખી, મચ્છરોનો ખુબ જ ત્રાસ રહે છે. તેમજ પંદર દિવસ કરતા વધુ સમયથી ભરાયેલા પાણીમાં ગંદકી થવાથી ખુબજ વાસ આવે છે જેના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

1 75

આ ભરાયેલ ગંદા પાણી ના કારણે હજારો વિધાર્થીઓ નાસ્વાસ્થ્ય પર ખતરો

સુરેન્દ્રનગર જીલ્લા ના રતનપર બાયપાસ હાલ સવથી વધુ વિકસિત વિસ્તાર તરીકે ગણવામા આવે છે ત્યારે આ વિસ્તારમા સવથિ વધુ વ્યવસ્થાના અભાવે ગંદકી અને ખરાબ પાણીનો ભરાવો છે ત્યારે આ વિસ્તાર મા એક સાળા પાસે કે જયાં ગંદુ પાણી ભરાયુ છે તેની બાજુ માં એક સાળા આવેલી છે હજારો વિધાર્થીઓ ત્યાં અભિયાશ કરે છે તેમના સ્વાસ્થ્ય ને વધુ નુકસાન ન થાય તે પહેલાં તંત્ર એ જગવા ની જરૂર હોય અને આ ભરાયેલ ગંદા પાણી નો યોગ્ય નિકાલ કરવા ની જરૂર ઉદ્ભવી છે.

4 31

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.