Abtak Media Google News

ઇમારત જર્જરીત હોવાથી એક દિવસ પહેલા જ નોટિસ અપાઇ હતી

રક્ષાબંધનની સાંજે ઓઢવમાં એક મોટી દુર્ધટના સામે આવી છે. ઓઢવ વિસ્તારની જીવનજયોત સોસાયટી પાસે આવેલી એક ૩ માળની જુની ઇમારતના બે બ્લોક ધરાશાયી થયા છે. ઇમારતના કાટમાળમાં ૧૦ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. ફંસાયેલા લોકોને બચાવવા રેકયુ ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આમ તો આ બિલ્ડીંગ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા હતા. પણ ઉલ્લેખનીય છે કે, બિલ્ડીંગની જર્જરીત હાલતને લઇને ગઇઆલેજ એએમસી દ્વારા નોટીસ આપવામાં આવી હતી.

બીલ્ડીંગમાં કેટલીક તીરાડો પડતા અન્ય પરિવારોએ મકાન ખાલી કરી નાખ્યા હતા.   તો અમુક પરિવારો હજુ પણ ત્યાં જ હતા દુર્ધટનાને કારણે મણિનગર, ગોમતીપુર અને ઓઢવ સહીતની કુલ ૮ ફાયર બ્રીગેડની ટીમો ૩ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

આ ઉપરાંત સ્થાનીકો પણ રેસ્કયુ માટે જોડાયા હતા. સ્થીતીની ગંભીરતાને લઇને મ્યુનિસીપલ કમિશ્નરે એનડીઆરએફની ટીમ બોલાવવાની જાહેરાત કરી હતી. બિલ્ડીંગ પહેલાથી જ જર્જરીત હોવાને કારણે નોટીસ મોકલવામાં આવી હતી અને વર્ષોથી કોઇ રીનોવેશન થયા હતા.

કુલ ૧૫૦ લોકો રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા છે સ્થાનીક જયોતિકા પટેલ જણાવે છે કે આ એપાર્ટમેન્ટ ૧ર થી ૧પવર્ષ જુના છે અને વિસ્તારોમાં ૭૦ જુના મકાનો છે તમામ ચાર માળનાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.