Abtak Media Google News

ગોધરાકાંડને કારણે લોકોના મન સંવેદનશીલ થઈ ગયેલા તેમાં આ જયનાદના કારણે બન્ને કોમો અડાઈ પડતા ખૂનની કોશિશનો ગુનો તો દાખલ થયો જ !

તા.૩૧મી માર્ચના રોજ ઉંઝા નગરપાલીકા પ્રમુખે ઓડવાસમાં એક કિશોરનું ત્રાસવાદીઓ દ્વારા ખૂન કરી નાસી ગયા ની જાણ કરેલી તે સમયે ઉંઝાની જનતામાં ઉભો થયેલો ઉશ્કેરાટ અને હાઉતો પીઆઈ જયદેવે યુકિત પૂર્વક અને નસીબના જોરે તે ખૂનનો ગુન્હો શોધી કાઢી પડોશી ભાડુઆતને જ પકડી પાડીને ત્રાસવાદીઓની અફવા ફેલાયેલી અને હાઉ ઉભો થયેલો તે દૂર કરેલો અને વાતાવરણ ફરીથી થાળે પડવા માંડયું હતુ.

ત્યાં બીજી એપ્રિલે રાત્રીનાં કલાક ૨૨ વાગ્યે ઉનાવાથી ફોજદાર ટાંકે ફોન કરી જયદેવને જણાવ્યું કે આજરોજ ઉનાવા ખાતે બંદોબસ્તમાં રહેલ એસઆરપીના જવાનો ઉઠાવીને વડી કચેરીનાં આવેલ આદેશ મુજબ છૂટા કરતા જ હિન્દુ મુસ્લીમોના ટોળાઓ સામ સામે આવી ગયા છે અને કોમી તોફાન ફરીથી ચાલુ થઈ ગયું છે !

આથી જયદેવ તાત્કાલીક ઉનાવા રવાના થયો, જયદેવે એજ જુની પધ્ધતિ પ્રમાણે એન્ટ્રીમારી જીપની સાયરન ચાલુ અને ઉપર ફલેશ લાઈટ પણ ચાલુ જયદેવ અને પોલીસ દળે થોડો પરસેવો પાડીને ટોળાઓને વિખેરી તો નાખ્યાજ છતા એક ખૂનની કોશિષનો ગુન્હો વધારામાં નોંધાયો જ, બાબત એમ બનેલ કે આ ઉનાવામાં લાંબો સમય ચાલેલ હિંસક કોમી તોફાનોને કારણે એક તો લોકોના મન પણ આવા સંવેદનશીલ થઈ ગયા હતા જેથી વા વાયો ને નળીયુ ખસ્યુંની માફક સામાન્ય કોઈ અવાજ થાય તો પણ ટોળાઓ એકઠા થઈને આક્રમક પોઝીશનમાં આવી જતા હતા. ગામના છેવાડે સરકારી સ્કુલમાં આ બંદોબસ્તમાં બહારથી આવેલ એસ.આર.પી.નાં જવાનોને ઉતારો આપેલો હતો અને ત્યાંજ તેમનો કેમ્પ રાખેલો. આ જવાનોને છૂટા કરતા તેઓ એ પોત પોતાનો સામાન સરકારી બસમાં ચડાવીને તેમાં બેસી ગયેલા તેમની હંમેશની આદત મુજબ વાહન ઉપાડતા પહેલા મોટા અવાજે સામુહિક જયનાદ કરેલો આ અવાજ ને કારણે ત્યાં મહોલ્લાની સરહદો ઉપર રહેતા બંને કોમના લોકો અંધારામાં જ હાથ પડયું તે હથીયાર લઈને નીકળી પડી અથડાઈ પડેલા આથી વળી પોલીસનું કામ વધી પડેલું અને જયદેવને વધુ દિવસો માટે ઉનાવા બંદોબસ્તમાં રોકાવું પડેલું.

7537D2F3 8

હજુ આ ઉનાવાનો કકળાટ ચાલુ હતો ત્યાંજ તા. ૬ઠ્ઠીઅને ૭મી એપ્રીલના રોજ ઉંઝા તાલુકાના દસેક ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ. એક તો હજુ આવો કોમી તંગદીલી વાળો માહોલ તાજો હોય ચૂંટણીનો તખ્તો ખૂબ ગરમાયેલો. તેમાં પણ કરલી ગામે ચૂંટણી બાબતે એવી ગરમા ગરમી થયેલી કે ત્યાં એક ઉચ્ચ પોલીસ અધિકારી બંદોબસ્તમાં હોવા છતાં તેમને બદલીને જયદેવે કરલી ગામે જવું પડેલું જે તે વખતે તો આ મામલો ઠંડો પડી ગયેલો. પરંતુ ચૂંટણીના આજ મનદુ:ખને કારણે આવી રહેલ મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ એક શંકાસ્પદ પરંતુ ખૂબ વિવાદીત ખૂનનો ગુન્હો નોંધાયેલો જે ખરેખરતો આત્મહત્યા ન હોવાની પૂરી શકયતા હતી પરંતુ રાજકિય આટાપાટા રાષ્ટ્રીય પાર્ટી અને સત્તાધારી રાષ્ટ્રવાદી પાર્ટીની ખટપટને કારણે બહુ ચગેલો જેની વિગત આગળના પ્રકરણોમાં આવશે.

આમ ઉંઝા પીઆઈ જયદેવ કોમી તોફાનોના ત્રાહિમામ બંદોબસ્તોમાંથી હજુ નવરો ન થયો ત્યાં વળી એક પછી એક મુશ્કેલી જનક પ્રશ્ર્નો તેની સામે આવ્યે જ જતા હતા. જયદેવ પણ વિકટ પરિસ્થિતિને થાળે પાડવામાં સફળ રહેતો હતો. પરંતુ તેની માનસિક હાલત એકદમ નાજૂક થતી જતી હતી.

હજુ આ ગ્રામ પંચાયતોની થયેલ ચૂંટણીના મતદાન પછી તેની ગણતરી બાકી હતી ત્યાં તા.૭મી એપ્રીલે મતદાન પૂ‚ થયા પછી જયદેવ રાત્રીનાં ઉંઝા ઓડવાસ વાળા ખૂન કેસની બાકીની તપાસ કરતો હતો. ત્યાં ભુણાવ ગામેથી લોકોનું ટોળુ ઉંઝા આવ્યું અને જણાવ્યું કે બે નાના બાળકો ગુમ થયા છે, કોઈ કહેતુ હતુ કે સાંજના સુરતની બસમાં બેસી ગયા તો અમુક ખાટસ્વાદીયા કહેતા હતા કે ના ભાઈના સાંજના છેલ્લે આ બાળકો મહેરવાડા તરફના પાદરે હતા ત્યાંથી ત્રાસવાદીઓ બાળકોને ઉપાડી ગયા છે. જયદેવ આ ખાટસ્વાદીયાના કહેવાનો મતલબ સમજી ગયો હતો, તેમના મતે મહેરવાડાના અમુક તોફાની લઘુમતી કોમના છોકરાઓ આ બાળકોને ઉપાડી ગયા તેમને પકડો પરંતુ હજુ એક મહિના પહેલાનો જ જયદેવને મહેરવાડાના લઘુમતી કોમના યુવાનોનો અનુભવ હતો તેઓ ખેતી અને વેપાર ધંધામાં રતપ્રત અને વ્યવહાર કુશળ લોકો હતા મહેરવાડાના લોકોની કોઈ ગુન્હાઈત માનસીકતા હતી જ નહિ પરંતુ જયદેવની મજબુરી હતી કે લોકશાહીમાં અને ખાસ તો આવા સંવેદનશીલ માહોલમાં દરેકને સાંભળવા તો પડે જ પરંતુ મુશ્કેલીએ હતી કે આ લોકો તેમની રજૂઆત મુજબ પોલીસ પગલા પણ લે એટલે કે ધરપકડો વિગેરે કરે તેવી પણ અપેક્ષા રાખતા હતા. પરંતુ જયદેવ પોતાને જે ન્યાયીક અને સાચુ લાગે તેજ કરતો જતો હતો.

જયદેવે રાત્રે જ ભૂણાવ ગામની વિજીટ કરી આ મામલો અપહરણનો જ હોવા છતાં જે રીતે આતંકવાદી કોમવાદી પ્રવૃત્તિના આક્ષેપો થતા હતા તેથી તેણે ખૂબજ ગંભીરતા અને બારીકાઈથી આ તપાસ શ‚ કરી આવા મામલામાં તો ‘ગામે ગામ મોઢા એટલી વાતો’ થતી હોય છે. તેમ છતા જયદેવ તમામ બાબતોનું ટાંચણ કરતો જતો હતો.

પછી બંને બાળકોનાં મા-બાપની પૂછપરછ કરી બાળકોના પિતાના બંને પગ બચપણથી પોલીયોગ્રસ્ત હોઈ સાવ નિક્રિય હતા ઘરનો મોટાભાગનો કારોબાર બાળકોની માતા જ ચલાવતી હતી આ બે બાળકોમાં એક પાંચ વર્ષનો અને એક આઠ વષૅનો બે દિકરા હતા. બાળકોના દાદા ચોકમાં એસ.ટી.ડી. પી.સી.ઓ ચલાવતા હતા.સાંજના સાડા સાતેક વાગ્યે બંને બાળકો શેરીમાં રમતા હતા અને ત્યાંથી જ ગુમ થયા હતા જયદેવે મોડીરાત સુધી તપાસ ચાલુ રાખી અને સંજોગો પ્રમાણે રાત્રે જ અપહરણનો ભારતીય દંડ સંહિતા કલમ ૩૬૩ મુજબનો ગુન્હો દાખલ કરાવી દીધો.

બીજે દિવસે સવારે સમાચાર મળ્યા કે ભુણાવથી મહેરવાડા જવાના માર્ગે અવાવ‚ કુવામાં બંને બાળકોની લાશો તરે છે. આથી વળી પાછી પોલીસ ધંધે લાગી અને ખાટસ્વાદીયાઓને ઈંજણ મળ્યું કે જોયું? લાશો પણ મહેરવાડાના માર્ગે જ મળી ! અમે પહેલેી જ આ કહીએ છીએ છતાં જયદેવે તો પોતાની રીતે જ તપાસ ચાલુ રાખી.

બંને લાશો કુવામાંથી બહાર કાઢતા એક બાળકની ચડ્ડી લાશ ઉપર ન હતી. તરવૈયાઓથી કુવામાં બરાબર તપાસ કરાવી પરંતુ કુવાના પાણીમાં કયાંય ચડ્ડી હતી નહિ આથી વળી ખાટ સ્વાદીયાઓની ચર્ચા આગળ ચાલી કે જોયું ત્રાસવાદીઓ જતા જતા આ કુદરત વિ‚ધ્ધનું કુકર્મ પણ કરતા ગયા. જયદેવે ડોકટરને લાશના પોસ્ટ મોર્ટમ માટે યાદી લખી તેમાં ખાસ પ્રશ્ર્ન મૂકયો કે બંને પૈકી કોઈ બાળક સાથે કુકર્મ થયેલ છે કે કેમ? જે મેડીકલ શારીરીક તપાસણી રીપોર્ટતો ‘નીલ’ જ આવવાનો હતો અને ખરેખર ‘નીલ’ જ આવેલો કે આવું કોઈ કૃત્ય થયેલ નથી.

પોલીસ માટે હવે આ ગુન્હો શોધવો અતિ આવશ્યક બની ગયો હતો કેમકે ખાસ્વાદીયાના આક્ષેપોને આવો કોમી તંગદીલી વાળો માહોલ હોવા છતાં જયદેવ તેને નકારતો જતો હતો વળી આ કોયડો ઉકેલવો પણ કઠીન હતો કેમકે કોઈ દાર્શનિક પૂરાવા તો ઠીક પણ કોઈ સાંયોગીક પૂરાવા પણ મળતા નહતા. અને મળે તો શું મળે ? આ ત્રાસવાદી અંગેના ભેજાગય, ખોટા પૂરાવા મભમ ‚પે રજૂ થતા હતા. પણ તે આ ગુન્હા શોધવામાં તો કાંઈ મદદ‚પ થાય તેમ ન હતા. પરંતુ જે કોમી તોફાનો નો ઉગ્ર માહોલ થાળે પડતો જતો હતો તેને ફરીથી ભડકાવે તેમ અવશ્ય હતો.

જયદેવે યુક્તિપૂર્વક તપાસ શ‚ કરી બાળકો ઘર પાસેથી શેરીમાંથી ગૂમ થયેલા પરંતુ જયદેવે પૂછપરછ અવળી રીતે મહેરવાડા રોડથી શ‚ કરી સીમ વગડે તો કોઈ સાક્ષી ન મળે પરંતુ ભુણાવગામના મહેરવાડા તરફ જતા રસ્તે આવેલ પાદરમાં ગામનાં છેવાડે વડલાના ઝાડનીચે ત્રણ દુકાનો હતી તેમના માલીકોને પૂછપરછ કરી અને એક દુકાનદારે કહ્યું કે સાંજના સાડા સાતેક વાગ્યે હું મારી દુકાનનીરોડ તરફની બારી બંધ કરવા ગયો ત્યાં બારીમાંથી જોયું તો ગામનો એક ઈસમ ચકા જેવો જણાતો ઈસમ સાયકલ લઈને મહેરવાડાના રસ્તે જતો હતો સાયકલમાં આગળ હેન્ડલ પાસે એક બાળક અને એક બાળક પાછળ કેરીયર ઉપર બેસાડેલુ હતુ.જયદેવે ચકાની તપાસ કરતા તે આ બંને બાળકોના ઘર પાસે શેરીમાં જ  રહેતો હતો જાણવા મળ્યું કે ચકો વિધવા માનો એકનો એક દિકરો હતો અને વાંઢો હોવા છતાં સેવા ભાવી હતો અને ભોગ બનનાર બંને બાળકોનો બાપ અપંગ હોય તેના ઘરના નાના મોટા કામોમાં બાળકોની માતાને મદદ પણ કરતો હતો.

આ ચકાને વાંઢો એટલા માટે કહ્યો કે તેના લગ્નની ઉંમર ચાલી ગઈ હતી છતા લગ્ન થયા નહતા. ફકત ચકો જ સમાજના ક્ધયા ભૃણ હત્યાના પાપનો ભોગ બન્યો હતો. તેમ ન હતું, ચકાનો બાપ પણ ક્ધયા ભૃણ હત્યાના પાપનો ભોગ બન્યો હતો. ઉંઝા તાલુકો તે સમયે જેન્ડર આંક (બાળકોની જાતી સંખ્યાની વિષમતા)માં ખૂબ ખરાબ રીતે વિષમ સ્થિતિમા હતો., તે સમયે સમગ્ર ગુજરાત રાજયમાં ઉંઝા તાલુકો સૌથી અગ્રેસર હતો. તે સમયે દર એક હજાર પુ‚ષ બાળક સામે ક્ધયા બાળકોની સંખ્યા આઠસો જેવી હતી.

આ સ્થિતિમાં ચકાના બાપને ખાસ કાંઈ જાયદાદ મીલ્કત ન હોય તેને કોણ ક્ધયા આપે? આથી ચકાનો બાપ પણ પરપ્રાંતમાંથી જેવી મળે તેવી અભણતો અભણ અને ગમાર પણ છોકરી મળે તો પરણવું પડે તેમ હતુ અને તે પ્રમાણે ચકાનો બાપ પરપ્રાંતમાંથી ક્ધયા લઈ આવેલ તેનાથી જે ફરજંદ થયું તે ચકો હતો. આ ચકો પણ કાંઈ ભણ્યો નહતો. અને તેનો બાપ મરણ ગયા પછી તેની માં જે મજૂરી કામ કરતી તેની ઉપર નભી ખાતો અને રખડયા કરતો અને કોઈ નાના મોટાકામ ચિંધે તો તે કર્યા કરતો. તેમાં આ પડોશીની શારીરીક વિવશતા ને કારણે તેમના ઘરના કામકાજમાં ચકો હાથ વાટકો થઈ ગયો હતો અને કામકાજ કર્યા કરતો.

પરંતુ સતત સંપર્ક, મજબુરી અને એકાંતનો લાભ ચકાએ ઉઠાવ્યો. આ પડોશી કુટુંબના અપાહિજ પુ‚ષની પત્નીને બે બાળકો હોવા છતાં ચકાએ તેણી સાથે અધટીત શારીરીક સંબંધો બાંધેલા પરંતુ તેની કોઈને જ ખબર નહતી.

પોલીસે ચકાને તો શોધી લીધો પરંતુ સેવા ભાવીની મદદમાં તો ઘણા લોકો દોડી જ આવે આી જયદેવે તમામને વાસ્તવિક હકિકતથી વાકેફ કર્યા સજજનો તો સમજી ગયા પરંતુ ખાટસ્વાદીયાએ કહ્યું તમે જે કરવાનું છે તે નથી કરતા (એટલે કે મહેરવાડા અમુક લઘુમતી કોમના ઈસમોને પકડવાનું) અને આ સેવાભાવી કૈટુંબીક કાકાને ફીટ કરવા ખોટા હવાતીયા મારો છો? આમ છતા જયદેવે શાંત ચિતે તપાસ ચાલુ રાખીને સામાન્ય ચોર પણ સીધી રીતે પોતે ચોરી કરી છે તે ન કહેતો હોય તો ચકો આવી ગંભીર બાબતની કબુલાત જ ન કરે તે પણ સહજ બાબત હતી.

વળી સામાજીકઅને વ્યવહારીક રીતે આવી બાબતમાં કોઈ સ્ત્રીને તેના ચારીત્ર્ય અંગે તેવો સિધો પ્રશ્ર્ન પણ પૂછી ન શકાય છતા જયદેવે મહિલા પોલીસને સાથે રાખી મરનાર બાળકોની માતાને યુકિત પ્રયુકિતથી ચકાની ગતિવિધિ અને સંબંધ વ્યવહાર અંગે મભમમાં પૂછપરછ કરી પરંતુ સહજ છે કે કોઈ સ્ત્રિ પણ પોતાના ચારિત્ર્ય અંગે વિ‚ધ્ધનો પૂરાવો ન જ આપે ગામના ખાટસ્વાદીયા અને ચૌદસીયાઓને જયદેવની આ રીતની તપાસ સામે ખૂબ જ વાંધો હતો. પરંતુ સામે બે બાળકોનો ભોગ લેવાયો હતો તે પણ વાસ્તવિકતા હતી તેથી ફકત ચણભણ કર્યા કરતા હતા આગળ વધતા ન હતા. જયદેવ પણ કહેતો કે તમામ પાસાની તપાસ ન્યાયીક રીતે થશે અને જે સત્ય હશેતે બહાર લાવશે.

જયદેવે ચકાની પૂછપરછ ચાલુ રાખી, પરંતુ આવા માહોલમાં પોલીસ તેની જૂની પરંપરાગત પધ્ધતિનો ચકા ઉપર ઉપયોગ કરી શકે તેમ નહતી જોકે, જરા જેટલા ઝટકાની જ જ‚ર હતી પણ ખાટસ્વાદીયા ટાંપીને જ બેઠા હતા જયદેવને ચકા ઉપર પાકો વહેમ થઈ ગયો હતો તેથી તેની પૂછપરછ કર્યે જતો હતો. પરંતુ બીજે દિવસે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની ઉંઝા ખાતે મતગણતરી હતી અને બીજા એક ગુન્હાના કામે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી અંગે એફીડેવીટ કરવા પણ જવાનું હતુ જયદેવે તે બંને કામતો એક દિવસમાં પૂરા કર્યા પણ સાથે સાથે ચકાને હવે કઈ રીતે મનાવવો તેનો પણ વિચાર કરતો જતો હતો. તેથી પેલી કહેવત મુજબ ‘જીન ખોજીએ તીન પાઈએ’ તે ન્યાયે તેને એક તર્ક સુજી ગયો.આથી જયદેવે તેના રાયટર પુનાજીને કહ્યું કે તમે ભુણાવ ગામે સવારે વહેલા જઈ ચકાને ગ્રામ પંચાયત કચેરીમાં બોલાવી તેને એક બાજુ બેસાડી દઈતે કાંઈ સાંભળતો નથી જાણતો નથી તે રીતે પોલીસના અન્ય જવાનો સાથે અંદરો અંદર પોતે કહે તે પ્રમાણે ચર્ચા કરવા જણાવ્યું આ ચર્ચા ખાસ ચકો સાંભળવો જોઈએ પણ તમે અજાણ છો તેમ ચર્ચા કરવા જણાવ્યું.

જયદેવે જે ચર્ચાનો વિષય શોધી કાઢ્યો હતો તે પુનાજીને કહ્યો ચકો અભણ અને ગમાર હતો તેથી સામાન્ય રીતે અભણ લોકો મંત્ર-તંત્ર, ભુતભરાડી, ચુડેલ ડાકણમાં ખાસ માનતા જ હોય છે આથી આ લોકોએ ચર્ચા એવી કરવાની કે જયદેવ સાહેબ આ મંત્ર તંત્રના માહિર છે. અને એવી તેવી વિધિઓ પણ કરી જાણે છે કે અગાઉના ગુનેગારો કેવા પોપટ જેવા બનીને તમામ સત્ય બોલવા લાગ્યા હતા વિગેરે ચર્ચા કરવાની ! આથી પૂનાજી અને તેમના સાથીદારોએ બીજે દિવસે સવારે વહેલા ભુણાવ ગામે જઈને જયદેવની સુચના મુજબ ગ્રામ પંચાયત કચેરીમા ચકાને બોલાવી એક બાજુ બેસાડીને બરાબર રીતે વાતો નું નાટક કરી નાખ્યું.

જયદેવ સાયન્ટીફીક ઈન્વેસ્ટીગેશન માટેનું બોક્ષ અવશ્ય સાથે રાખતો જેમાં ખાસ તો નાનુ ટેપરેકર્ડર, મેજરટેપ મેગ્નીફાઈંગ ગ્લાસ, હોકાયંત્ર, અને હેન્ડલીંગ લેબલીંગના સાધનો વિગેરે તેમાં રાખતો પણ આજે જયદેવે આ કીટ બોક્ષમાં લાલ ધોળા દોરા, અડદ મગના દાણા, કંકુ અને ભષ્મ તેમજ આંકડા ખીજડાના સાંઠીકડા તથા કાળાકપડાનો ટુકડો પણ સાથે લીધો હતો. જયદેવે ભુણાવ આવીને કાંઈ બોલ્યા ચાલ્યા સિવાય સીધો જ ચકાને પોતાની પાસે બોલાવીને કહ્યું ‘ચકા હવે તારે જે રીતે સાચી વાત છુપાવવી હોય તે છુપાવ જે’ તેમ કહી કીટ બોક્ષમાંથી ઈન્વેસ્ટીગેશન બોક્ષમાંથી દેશી સાધનો (દોરા ધાગા) બહાર કાઢી ચકાના ખાસ અંગ ઉપર બાંધવા પુનાજીને હુકમ કર્યો અને જવાનોએ ચકાને પકડી રાખતા પુનાજીએ ચકાના અંગ ઉપર લાકડા સાંઠીકડા દોરાથી બાંધી ભષ્મ કંકુ છાંટી કાળુ કપડુ બાંધવા તજવીજ કરતા જ ચકાના હાજા ગગડી ગયા અને ચકાએ જયદેવને વિનંતી કરી કે સાહેબ મને છોડી નાખો અને આ પોલીસને બહાર મોકલી આપો હું તમને એકલાને સઘળી હકિકત જણાવું છું.

જયદેવે એકલાએ જ ચકાની જે વાત સાંભળી તેનાથી તેને અરેરાટી થઈ ગઈ વાત એમ હતી કે ચકાના લગ્ન કયાંય થતા નહતા અને તે કોઈ કામ ધંધો કરતો નહતો તેની માં જે કાંઈ મજુરી અને બીજાના કામકાજ કરતી તેના ઉપર નભતો હતો આખો દિવસ નવરોજ રખડતો હોઈ પડોશી અપંગ કૌટુંબીક ભાઈ અને પડોશીની પત્ની એવી તેની ભાભી જે કોઈ નાના મોટા કામકાજ આપે તે કરી આપતો સતત આવરો જાવરો અને સંગત ને કારણે બંને બાળકો તેના હેવાયા થઈ ગયા હતા બંને બાળકો તેને ખૂબ પ્રેમ કરતા અને તે પણ બંને બાળકોને ખૂબ હેત કરતો હતો આવા સંજોગોમાં તેણે બંને બાળકોની માતાની લાગણી અને પ્રેમ પણ સંપાદન કરી લીધેલા અને તેથી અનૈતિક સંબંધો પણ બાંધેલા.

આ રીતે બનાવના દિવસે આ સ્ત્રિના ઘરના બીજા માળે આ ભાભી દિયર એકલા જ હતા. અને આવેશમાં આવી જતા ઓરડાનો દરવાજો બંધ કરવાનો રહી ગયેલો બંને જણા કઢંગી હાલતમાં જ હતા ત્યાં બંને બાળકો રમતા રમતા બીજા માળે આવી ગયેલા અને બાળકો એ દિયર ભોજાઈને આ હાલતમાં જોઈ જતા શરમાઈ ગયેલા અને નીચા નમી પોતાના મોઢા ઉપર હાથ દઈ બંને બાળકો નીચે ચાલ્યા ગયેલા ચકો અને તેની ભાભી પણ જાણે કાંઈ બન્યું નથી તેમ કરી નીચે આવી ગયેલા.

બંને નાના બાળકોએ તો કોઈને આ બાબતે કાંઈ વાત કરેલી નહિ અને કાંઈ જ બન્યુ નથી તેમ મસ્તીથી રમતા હતા પરંતુ શયતાની કામ કરનાર ચકાના મનમાં પાપ હોઈ શંકા ગરી ગઈ હતી. કે બાળકો આ વાત કોઈને કહી દેશે તો? આથી સાંજના સાતેક વાગ્યે બંને બાળકો શેરીમાં રમતા હતા ત્યારે તેઓ ચકાના પાક્કા હેવાયા જ હોઈ ચકાએ ચોકલેટ ખવરાવવાના બહાને બંનેને સાયકલ ઉપર બેસાડી ગામ બહાર મહેરવાડા રોડ ઉપર અવાવ‚ કૂવા પાસે લાવેલો પણ એક બાળકને કુદરતી હાજત લાગતા તે ચડ્ડી ઉતારીને કુદરતી હાજત કરતો હતો આથી ચકાએ બીજા બાળકને ઉચકીને કુવામાં ફૂકયું આથી કુદરતી હાજત કરતું બાળક નાસવા લાગ્યું પણ ચકાએ દોડીને તેને પણ પકડીને કુવામાં ફેંકી દીધેલું આમ જે બાળકો તેને પોતાના અંગત કુટુંબી ગણી પ્રેમ કરતા હતા. જેના હેવાયા હતા જેને ચકો પણ હંમેશા પ્રેમ કરતો રમાડતો પણ કાળુ કામ છતુ થઈ જવાની ફકત શંકાથી કાલ્પનીક ભયને કારણે બંને ને કુવામાં નાખી ક્રુર રીતે મોતને ઘાટ ઉતારી દીધા !

જયદેવે બાળક જે કુદરતી હાજત કરતું હતુ તેની ચડ્ડીનું શું કર્યું તેમ પૂછતા ચકાએ કહ્યુંકે કુવામાં જ નાખી દીધેલી હતી પરંતુ હવે જયદેવે પોલીસનું ત્રિજુ નેત્ર ખોલ્યું અને ચકાએ કહ્યું ચાલો બતાવું તેમ કહેતા પંચોને સાથે રાખી જયદેવે ચકો કહે બતાવે તેજગ્યાએ આવ્યા મહેરવાડા રોડ ઉપર એક વાડમાં ગાંડીવેલમાં ફેંકી દીધેલી ચડી મળી આવેલી સાંયોગીક પૂરાવો મળી ગયો.

મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી મરનાર બાળકોનીમાતાને આ સઘળી વાત કરતા તે રડવા લાગી કે સાહેબ મજબુરીએ આવા સંબંધ હતા પણ જો ચકો આવુ કરે તેવી શંકા હોત તો સંબંધ જ ન રાખેત તેનું નિવેદન નોંધી લીધું.હવે ભુણાવ ગામના લોકો ખાસ તો ખાટસ્વાદીયા અને બાળકોનો દાદો આ વાત માનવા તૈયાર ન હતા કે દિયર ભોજાઈને આવા સંબંધ હતા અને તેથી ચકાએ આકૃત્ય કર્યું હોય.

વળી જયદેવે તર્ક લડાવ્યો અને ગામના અમુક આગેવાનો અને ખાસ તો ખાટસ્વાદીયા અને બાળકોના દાદાને ઉંઝા તેડાવ્યા જયદેવે એવી ગોઠવણ કરી કે ચકા ને તેની ચેમ્બરમાં દરવાજા પાસે બેસાડી બહાર કોણ છે તે જોઈ શકે નહી તેમ વ્યવસ્થા કરી અને ભુણાવ ગામના લોકોને કોઈ જ અવાજ કર્યા વગર ચેમ્બર બહાર ચેમ્બરના દરવાજા પાસે બેસાડયા અને ચકાને કહ્યું કે હવે ફરીથી બનાવની શ‚થી અંત સુધીની વાત કર, ચકાએ બીજુ કોઈ સાંભળતુ નથી તેમ માનીને દીલ ખોલીને તમામ વાત બપોરનાં બંને દિયર ભોજાઈ કઈ હાલતમાં હતા તે સહિતની કરી દીધી ! ગામ લોકો આશ્ર્ચર્ય સાથે દુ:ખી થઈ ગયા જયદેવે ચકાને કહ્યું હવે પાછળ ફરીને જો કોણ છે? તેણે પીઠ ફેરવી ને જોયું તો તેના ગામના જ લોકો હતા ચકાને સમજાઈ ગયું કે પોતાની આખી વાત આ લોકોએ સાંભળી લીધી છે. આથી નફફટ થઈ ને ચકાએ કહ્યું ‘જે થવાનું હતુ તે થઈ ગયું બીજુ શું?’

ગામ લોકોએ ચકા ઉપર ફીટકાર વરસાવ્યો સજજન આગેવાનોએ જયદેવને સાચી હકિકત શોધી કાઢવા અંગે અભિનંદન આપ્યા, ખાટસ્વાદીયાના મોઢા સિવાય ગયા હતા કેમકે તેમની આંતકવાદી અંગેની રજૂઆત ખોટી પડી હતી.બાદમાં ચકાને મહેસાણા સત્ર અદાલતમાં જન્મ ટીપની સજા થયેલી.                                      (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.