Abtak Media Google News

દીક્ષા મહોત્સવનો આજે દ્વિતીય દિન પૂ.કલ્પજપ સુરીશ્ર્વરજી મ.સા.ના પાવન સાનિઘ્યે સાંજે મુમુક્ષોના અંતિમ વાયણા કાલે દીક્ષાવિધિ અને સધાર્મિક ભકિત

રાજકોટ નગરીની ધન્યધરા પર અને જાગનાથ શ્વે.મૂ.પૂ.જૈન સંઘના આંગણે મુમુક્ષુ હંસાબેન મહેતા અને મુમુક્ષુ ચાંદની દોશીનો દીક્ષા મહોત્સવ ગઈકાલથી આસ્થાભેર પ્રારંભ થયો છે. પ્રવજયા પ્રદાન પર્વોત્સવે ગઈકાલે સિઘ્ધચક્ર પૂજન, સામુહિક સાંજી અને સંગીતમય સંવેદનાના કાર્યક્રમો યોજાયા હતા.20190124094719 Img 1516 જયારે આજે શહેરના રામાર્ગો પર દીક્ષાર્થીઓનો ભવ્ય વરસીદાન વરઘોડો, હજારો જૈન શ્રેષ્ઠીઓ, જૈન ભાવિકોની ઉપસ્થિતિમાં નિકળ્યો હતો. ભાવિકોએ વરસીદાન વરઘોડામાં સામેલ થઈ ધન્યતા અનુભવી હતી. આવતીકાલે દીક્ષા મહોત્સવના અંતિમ દિવસે ભવ્ય સામૈયા જેનો મહિલા કોલેજ ચોક ખાતેથી પ્રારંભ થશે ત્યારબાદ શુભમુહૂર્તે દિક્ષાવિધિ અને બપોરે સાધર્મિક ભકિત થશે.20190124095006 Img 1522ઉમંગના આ અવસરને વધાવવા મહેતા અને દોશી પરીવારે સર્વેને અનુરોધ કર્યો છે. પૂ.કલ્પજય સુરીશ્વરજી મ.સા. અને પૂ.યશોવિજય સુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં મુમુક્ષો દિક્ષા અંગીકાર કરવા ઉત્સાહિત બન્યાં છે.20190124102037 Img 1584 આ ઉપરાંત મુમુક્ષુ હંસાબેનને માદરે વતન ભાણવડ ગામે બેઠુ વરસીદાન સંઘ સ્વામી વાત્સલ્ય અને પરમાત્માની નયનરમ્ય અંગ રચના પ્રોગ્રામ રાખેલ છે. દીક્ષા મહોત્સવ પ્રમુખ સ્વામી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિર કમ્પાઉન્ડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કાલે ભવ્યાતિભવ્ય યોજાનાર છે.20190124102354 Img 1595

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.