ટેકનીકલ ક્ષતિના કારણે મુલત્વી રહેલા ચંદ્રયાને ઉડાન ભરી

107
due-to-technical-malfunction,-the-postponed-moonlight-flew
due-to-technical-malfunction,-the-postponed-moonlight-flew

ભારતનાં સૌથી મજબુત જીએસએલવી-૩ રોકેટની મદદથી ચંદ્રયાન-૨ને કરાશે લોન્ચ’

ભારત દેશ તથા તેની અવકાશી સંસ્થા ઈસરો અવકાશ ક્ષેત્રે અને ચંદ્ર પર પહોંચવા માટે વધુ એક પ્રયાણ કર્યું છે. ગત નિર્ધારીત કરેલા સમયનાં પાંચ કલાક અગાઉ ગેસ લીક થવાની ઘટના ઘટતાની સાથે જ ચંદ્રયાન-૨ મિશનને મુલત્વી રાખવામાં આવ્યું હતું. વાત એવી પણ સામે આવે છે કે, આ મિશનને પહેલા મુલત્વી રાખવાથી સરકારને જે આર્થિક નુકસાની પહોંચત તે હવે નહીં પહોંચશે અને ગણતરીનાં દિવસોમાં ચંદ્રયાન-૨ મિશનમાં જે ટેકનિકલ ખામીનું સર્જન થયું હતું તેને દુર કરી ભારતે તેનાં સૌથી મજબુત જીએસએલવી-૩ રોકટની મદદથી ચંદ્રયાન-૨ને લોન્ચ કર્યું છે.

આ તકે ચંદ્રયાન લોન્ચ થતા પહેલા ઈસરોનાં ડાયરેકટર કે.શિવને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ શનિવારે ચંદ્રયાન-૨ની લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધી છે. ઈસરોના પૂર્વ પ્રમુખ એએસ કિરણ કુમારે કર્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-૨ની લોન્ચિંગ ૧૫ જુલાઈની રાત્રે ૨.૫૧ વાગ્યે થવાની હતી, જે ટેકનિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનિકલ ખામીઓને યોગ્ય કરી લીધી છે.  ૧૫ જુલાઈની રાત્રે મિશનની શરૂઆતથી લગભગ ૫૬ મિનિટ પહેલાં ઈસરોને ટ્વીટ કરી લોન્ચિંગની તારીખ બદલવાની જાહેરાત કરી હતી. ઈસરોએ એસોસિએટ ડાયરેક્ટર (પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલાં લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી હતી. આ કારણે ચંદ્રયાન-૨ની લોન્ચિંગ ટાળવામાં આવી. જે બાદ શનિવારે ઈસરોએ ટ્વીટ કર્યું કે જીએસએલવી એમકે ૩-એમ૧/ ચંદ્રયાન-૨નું લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે. જેનું પ્રદર્શન સામાન્ય છે. લોન્ચિંગની તારીખ એક અઠવાડીયું આગળ વધાર્યું હોવા છતાં ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર નિર્ધારીત તારીખ ૭ સપ્ટેમ્બરે જ પહોંચશે. આ સમયે પહોંચવાનો હેતુ એ જ છે કે લેન્ડર અને રોવર નિર્ધારીત શિડ્યુલ મુજબ કામ કરી શકે. સમય બચાવવા માટે ચંદ્રયાન પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવશે. પહેલાં ૫ ચક્કર લગાવવાનું હતું, પણ હવે ૪ જ ચક્કર લગાવશે. તેનું લેન્ડિંગ એવી જગ્યાએ નક્કી છે જ્યાં સુરજનો પ્રકાશ વધુ છે. પ્રકાશ ૨૧ સપ્ટેમ્બર બાદ ઓછો થવાનું શરૂ થશે. લેન્ડર-રોવરને ૧૫ દિવસ કામ કરવાનું છે તેથી નિર્ધારીત સમયે પહોંચવું જરૂરી છે. ચંદ્રયાન-૨ને ભારતના સૌથી તાકાતવર જીએસએલવી-૩ રોકેટથી લોન્ચ કરાશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) છે. આ મિશન અંતર્ગત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડરને ઉતારવામાં આવશે. આ વખતે ચંદ્રયાન-૨નું વજન ૩,૮૭૭ કિલો છે. આ ચંદ્રયાન-૧ મિશન (૧,૩૮૦ કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ વજન ધરાવે છે. લેન્ડરની અંદર રહેલાં રોવરની સ્પીડ ૧ સેમી પ્રતિ સેકન્ડ રહેશે.

વિશ્વભરનાં અવકાશ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની મીટ ભારતનાં અવકાશી સંસ્થા ઈશરોનાં હેડ કવાર્ટર શ્રી હરીકોટા તરફ મંડાઈ છે. ઈસરોનાં વૈજ્ઞાનિકો અને શ્રી હરીકોટા સ્પેસ સેન્ટર ખાતે રહેલા દરેકનાં હૃદયનાં ધબકારા મોડીરાતથી જ ઝડપથી ધબકી રહ્યા છે. જે અંગે હાલ કાઉન્ટ ડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈસરોનાં વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૨ને ચંદ્ર તરફ ઉડાન ભરાવવા માટે ક્રાયોજનિક એન્જીન માટે હિલિયમનાં બળતણની ટાંકી શનિવારનાં રોજ જ પૂર્ણત: ભરી દીધી હતી. ઈસરોનાં ચેરમેન કે.શિવને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ મિશન સફળતાથી સૌથી નજીક છે અને તે ચંદ્ર પર જઈને અનેક નવા રહસ્યોને ઉજાગર પણ કરશે.

Loading...