વરસાદના કારણે યાત્રાધામ દ્વારકામાં હોટલ- ગેસ્ટ હાઉસમાં જોવા મળતો મંદીનો દોર

98
due-to-rain,-the-downturn-found-in-hotel-guest-house-in-dwarka
due-to-rain,-the-downturn-found-in-hotel-guest-house-in-dwarka

દેશના સુપ્રસિઘ્ધ યાત્રાધામ દ્વારકામાં સામાન્ય રીતે પવિત્ર શ્રાવણ મહિનામાં વેપાર-ધંધા, હોટલ ગેસ્ટ હાઉસમાં ભારે ભીડ રહેતી હોય છે જયારે આ વખતે ગુજરાત સહિત આસપાસના રાજયોમાં ભારે વરસાદથી રેલ તથા રોડ માર્ગે વાહન વ્યવહાર ખોરવાતાં ભારે મંદીનો માહોલ જોવા મળે છે.

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા અઠવાડીયા ઉપરાતથી ભારેથી અતિભારે વરસાદના કારણે અને ટ્રેનો રદ થઇ છે. આ ઉપરાંત રસ્તા માર્ગે પણ અવરજવરને ભારે અસર પહોંચી છે. તેના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાત તથા દેશભરમાંથી દ્વારકામાં જગત મંદીરના દર્શનાર્થે આવતા યાત્રિકોમાં નોંધપાત્ર ધટાડો થયો છે. પરિણામે દ્વારકા શહેરની બજારોમાં વેપાર-ધંધાને ારે વિપરીત અસર થઇ છે. શહેરના મોટાભાગની હોટલો તથા ગેસ્ટ હાઉસ ખાલી છે. જો કે જગતમંદિરના શિખર પર દરરોજની પાઁચ ઘ્વજા ચડાવવાના ક્રમમાં કોટ ઓટ આવી નથી. ટ્રેન અને માર્ગ વાહન વ્યવહાર પૂર્વવત થયા પછી યાત્રિકોનો ધસારો થશે અને જન્માષ્ટમીના તહેવારો સમયે દર વરસની જેમ યાત્રિકો લાખોની સંખ્યામાં દ્વારકા આવશે તેવી આશા દ્વારકાના વેપારીઓ સેવી રહ્યા છે.

Loading...