Abtak Media Google News

મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત ઉકળાટથી પરેશાન થતાં મુંબઇગરાઓને મંગળવારે ફરી એકવાર મેઘરાજાએ મુલાકાત આપતાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું. આ ભારે વરસાદની અસર રેલવે ટ્રાફિક પર પડી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનના રુટ્સ ટૂંકાવવામાં આવ્યા છે.

કેન્સલ થયેલ ટ્રેનો
12009 મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
12010, અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
19215 મુંબઈ-પોરબંદર
22953 મુંબઈ- અમદાવાદ

22953  મુંબઈ-અમદાવાદ ટ્રેન ભરુચ-અમદાવાદ વચ્ચે ચાલશે. આ ઉપરાંત, 19 સપ્ટેમ્બરે 12901 ગુજરાત મેલ અને 12267 દુરંતો એક્સપ્રેસ આઠ કલાક મોડી પડી હતી.મુંબઇ શહેરમાં ત્રણ કલાકમાં અઢી ઇંચ, પૂર્વ ઉપનગરોમાં ત્રણ ઇંચ અને પશ્રિવમી ઉપનગરોમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો. બોરીવલીમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખબક્યો હતો. જોરદાર વરસાદને પગલે બોરીવલી, મલાડ, ચેમ્બુર, ભાંડુપ, સાયન, મુલુન્ડ અને દાદર સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અંધેરી સ્ટેશન નજીક પાટા પર ઝાડ પડતાં બાંદરા-અંધેરી વચ્ચે હાર્બર લાઇનની ટ્રેનો અડધા કલાક સુધી ખોરવાઇ હતી. હવામાન ખાતાના અધિકારીઓના જણાવવા મુજબ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.