મુંબઈ નગરી પર પણ દુષ્કાળનો ઓછાયો આગામી ચોમાસા સુધી ૧૫% પાણીનો કાપ

37

વર્ષ ૨૦૧૯માં જુલાઈ માસના અંત સુધીમાં પાણીકાપ રાખવાનો બીએમસીનો નિર્ણય: પાણી બચાવવા લોકોને અપીલ.

ગુજરાત સહિતના ઘણા રાજયોમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ વર્તાઈ છે. જેમાં મહારાષ્ટ્ર પણ બાકાત નથી તળાવો, ડેમો અને નદીઓમાં જળસ્તર ઘટતા મુંબઈ નગર પર પણ દુષ્કાળનો ઓછાયો ઘેરાયો છે. જેના પરિણામે મુંબઈ મહાનગર પાલીકાએ આગામી ચોમાસા સુધી પાણી પર ૧૦ થી ૧૫ % કાપ મૂકવાની જાહેરાત કરી છે.જયારે પાણીના સમયમાં પણ ૧૫ ટકાનો ઘટાડો કરાયો છે.

આ નિર્ણયથી મુંબઈવાસીઓના ઘરોમાં હવે અગાઉ કરતા ઓછા સમય સુધી પાણી આવશે. પાણીની સ્થિતિને લઈ ગઈકાલે સ્થાયી સમિતિની મુંબઈ કોર્પોરેશન ખાતે મહત્વની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. જે ઘરો, દુકાનો અને ઉદ્યોગ જગત એમ તમામ ક્ષેત્રે લાગુ થશે.ઉલ્લેખનીય છેકે, આ અગાઉ વર્ષ ૨૦૧૫માં પણ મુંબઈવાસીઓએ ૨૦% પાણી કાપનો સામનો કરવો પડયોહ તો તો આ પરિસ્થિતિ વચ્ચે જળસંકટને લઈને તંત્રએ પાણી બચાવવાની લોકોને અપીલ કરી છે.

 

Loading...