Abtak Media Google News

નવરંગપુરા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી બની છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન મૂડી ચોટીલા અને ખાસ કરીને પાટડીમાં જૂથ અથડામણના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત ખાડે ગઈ છે. નવરંગપુરામાં ભરવાડ અને કોળી જુથ્ વચ્ચે સશ અડામણ તા ૧૫ વ્યક્તિઓ ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નવરંગપુરા ગામમાં થયેલી જૂથ અથડામણનો બનાવમાં આ જૂથ અથડામણ અંગત અદાવતના પગલે થઇ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નવરંગપુરા ગામમાં ગઈકાલે બપોરના સમયે કોળી અને ભરવાડ સમાજ સામે સામે આવી ગયા હતા. ઘાતક હથિયાર સાથે સામસામે બંને જૂથ આવતા બંને વચ્ચે લોહીયાળ જંગ ખેલાય તે પહેલા પોલીસ પહોંચી. કોળી અને ભરવાડ સમાજના અમુક શખ્સો દ્વારા સામ સામે હુમલો કરવામાં આવતા બંને પક્ષમાં આના બન્ને સમાજ ના ૧૫ થી વધુ શખ્સો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારે તમામ તમામ ને સારવાર અર્થે પાટડી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરેન્દ્રનગર પોલીસ સતર્ક બની હતી. ત્યારે આ ઘટનાને ધ્યાનમાં લઇ સુરેન્દ્રનગર જિલ્લાને પાટડીના નવરંગપુરા ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ક્યારે આ બનાવના પગલે સુરેન્દ્રનગર એસ.ઓ.જી એલસીબી અને પાટડી પોલીસ ઘટના સ્થળે ધામા નાખીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.